
- અમિતાભ અને શાહરૂખ પછી બોલીવૂડને ત્રીજા ડોનની શોધ
- શાહરૂખને ફરહાન અખ્તરની સ્ક્રિપ્ટ બહુ ગમી નહીંઃ હવે બીજા કોઈ હિરો સાથે પ્રિયંકા ચોપરાની રી એન્ટ્રી થઈ શકે
મુંબઇ : શાહરુખ ખાને ડોન-થ્રી છોડી દેતાં તેના ચાહકોએ ભારે આંચકો અનુભવ્યો છે. અમિતાભ બચ્ચનની ડોન તરીકેની ભૂમિકા યાદગાર ગણાય છે. તે પછી શાહરુખની 'ડોન'ના બે ભાગ આવ્યા હતા. પરંતુ, હવે બોલીવૂડ અમિતાભ અને શાહરુખના પેંગડામાં પગ ઘાલી શકે તેવા કોઈ નવા ડોનને શોધી રહ્યું છે.
ફરહાન અખ્તર આટલા મોટા પ્રોજેક્ટ માટે કોઈ એ લિસ્ટમાં સ્થાન ધરાવતા સ્ટાર્સનું જ નામ નક્કી કરશે. જોકે અત્યારથી જ રણવીર સિંહ અને હૃતિક રોશન આ હોડમાં સામેલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ બંને કલાકારોને નવા ડોન તરીકે તક આપવા માટે રીતસરની ઝુંબેશ ચાલી હતી. મોટાભાગે કલાકારોની પ્રચાર એજન્સીઓ જ આવી ઝુંબેશને હવા આપતી હોય છે. હૃતિક અને રણવીબ બંને ફરહાન સાથે સારું ટયુનિંગ ધરાવે છે અને તેની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
બીજી તરફ હવે 'ડોન-થ્રી'માં પ્રિયંકાની રી એન્ટ્રી પણ હવે શક્ય બની છે. ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પ્રિયંકા જ શાહરુખની હિરોઈન હતી. જોકે, તે વખતે બંને વચ્ચે અફેર ચાલતું હોવાનું કહેવાય છે. શાહરુખની પત્ની ગૌરીએ શાહરુખને બ્રેક અપ કરવાની ફરજ પાડી હતી. તે પછી તેણે કરણ જોહરની મદદથી પ્રિયંકાને શાહરુખ સાથેના તમામ પ્રોજેક્ટમાંથી દૂર કરાવી હતી. આથી જો 'ડોન-થ્રી' ત્રીજી વાર બને તો શાહરુખની હિરોઈન પ્રિયંકા નહિ હોય એ નક્કી હતું. પરંતુ હવે ખુદ શાહરુખ રેસમાંથી ખસી જતાં પ્રિયંકા માટે આ પ્રોજેકટમાં પાછા ફરવાની તક ઊભી થઈ છે.
દરમિયાન, શાહરુખના કેટલાય ચાહકોએ તેમને શાહરુખ સિવાય બીજો કોઈ ડોન સ્વીકાર્ય નથી એવી ઝુંબેશ પણ શરુ કરી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jFH3YEl
ConversionConversion EmoticonEmoticon