
- ખનિજ માફિયાઓ અને સરકારી તંત્રની સાંઠગાંઠના આક્ષેપો
- ગેરકાયદે રેતીના કારોબારથી મહીસાગર નદીનું વહેણ પણ બદલાયું : મોટા શહેરો સુધી રેતી પહોંચે છે
હાલમાં રેતીના કારોબારથી મહીસાગર નદીનું વહેણ પણ બદલાઈ રહ્યું છે. ખનીજ માફિયાઓ અને સરકારી અધિકારીની સાંઠગાંઠથી મહીસાગર નદીની રેતી બરોડા, અમદાવાદ, નડિયાદ, આણંદ, પંચમહાલ જિલ્લાઓમાં વેચાતી હોવાની રાવ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, ઉપલેટ, સેવાલીયા, રાજુપુરા, રૂસતમપુર, ગળતેશ્વર, સરનાલ, ગાડીયા, મોટકોતરિયા, ગુમાડીયા, ઉંબા, ભદ્રાસા, કોટલીડોરા, ચીતલાવ, નવાપુરા, રાણીયા આટલા ગામોમાંથી નદીના પટમાં રેતી કપચીની બેફામ ચોરી થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ ખાણખનીજ વિભાગના અધિકારીઓ રેડ પાડીને એક મહિનામાં બે ત્રણ કેસ કરી અને કાગળ પર સારી કામગીરી કર્યાનો દેખાવ કરી દેતા હોય છે અને તેમના જ ઇજારેદારો આને આ રોયલ્ટી ચોરી કરાવાય છે જેથી તેમનો ગેર વહીવટ બહાર ન આવે.
ગળતેશ્વર અને ઠાસરા બન્ને તાલુકામાંથી તેમના ઇજારેદારો પાસે ૩૦ ટકા જેટલી રોયલ્ટીની પાવતીઓ ફાડી અને એ જ પાવતીઓ ઉપર આખો મહિનો ગેરકાયદેસર ખનનનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સ્થાનિકે જણાવ્યું હતું કે, કોઈ પણ રહીશ આ બાબતની રોકટોક કરે તો તે ઇજારેદારો દાદાગીરીથી કહે છે કે અમારો હપ્તો ગાંધીનગર સુધી ચાલે છે જ્યાં રજુવાત કરવી હોય ત્યાં કરી શકો છો.
આ ખનન માફિયાઓના વાહનો એટલા બેફામ રીતે ચલાવાય છે કે, રાણીયા રોડ પર કેટલાય અકસ્માતો પણ કરી અને કેટલાય માણસોને મોતને ઘાટ પણ ઉતર્યા હોવાની ફરિયાદો થઈ છે. આમ ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં રેતી કપચીનો કાળો કારોબાર મોટા પાયે ગુજરાતના કેટલાય શહેરોમાં ચલી રહ્યો હોવાની રાવ ઉઠી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/R34JOS1
ConversionConversion EmoticonEmoticon