- હિન્દુસ્તાનના લોકોએ મારો સ્વીકાર કર્યો તેથી જ આજે હું કાંઇક બની શકી છું. આજે હું જે છું તે તેમને કારણે જ છું. અને તેને માટે હું અહીંના લોકોનો આભાર માનું એટલો ઓછો છે
મૂળભૂત રીતે સ્વીડનની એલી અવરામ છેલ્લ ા એક દશકથી ભારતમાં રહે છે. 'મિકી વાઇરસ' (૨૦૧૩) દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરનાર એલીએ પછીથી 'ઉંગલી' (૨૦૧૪), 'કિસ કિસકો પ્યાર કરું' (૨૦૧૫), 'મલંગ' (૨૦૨૦)માં કામ કર્યું. તેણેવર્ષ૨૦૧૭માં આવેલી 'પોસ્ટર બૉય','બાઝાર' (૨૦૧૮),'જબરિયા જોડી' (૨૦૧૯) અને ૨૦૨૦ની સાલમાં આવેલી 'કોઇ જાને ના' જેવી ફિલ્મોમાં પોતાની નૃત્ય પ્રતિભાનો પરચો બતાવ્યો. એલી કહે છે કે હું ૨૦૧૨ની સાલમાં ૧૪મી ફેબુ્રઆરીએ સ્વીડનના સ્ટૉકહોમથી ભારત એકલી આવી હતી.મેં અહીં આવવા માટે પૈસા ભેગાં કરી રાખ્યાં હતાં. હિન્દુસ્તાનમાં આવ્યે મને એક દાયકો થઇ ગયો. અહીં હું બહુ ખુશ રહું છું.મને એમ લાગે છે જાણે મારો આત્મા આ દેશમાં વસે છે.
આનું કારણ જણાવતાંં એલી કહે છે કે હું સ્વીડનમાં હિન્દી ફિલ્મો જોઇને મોટી થઇ છું. હું અહીં આવવા કૃતનિશ્ચયી હતી. ઘણાં લોકો મને એમ કહીને ડરાવતાં હતાં કે એકલી છોકરી માટે વિદેશમાં જઇને વસવું સલામત ન લેખાય. પરંતુ હું ભાગ્યમાં માનું છું. મને એમ લાગે છે કે જો કાંઇ ખોટું થવાનું હશે તો સ્વીડનમાં પણ થશે. મારા મતે મારા નસીબમાં ભારતમાં રહેવાનું લખાયેલું છે. તેથી જ હું ૧૦ વર્ષથી અહીં રહું છું. અને મારી એક દાયકાની ફિલ્મી યાત્રા અદ્ભૂત રહી છે. જોકે તે તરત જ કહે છે કે આ વર્ષો દરમિયાન મારી કારકિર્દીમાં ઉતાર-ચડાવ પણ આવ્યાં છે, મારું હૃદય પણ તૂટયું છે. પરંતુ આજે મને એ બધું આશિર્વાદ સમાન લાગી રહ્યું છે. મને એ શીખવા મળ્યું છે કે તમારે એવા જ રહેવુ ં જોઇઅ ે જેવા તમે મૂળભૂત રીતે છો. તમારે કોઇના માટે બદલાવાની શી જરૂર?તમે જેવા છો એવા જ રહો તો લોકો આપોઆપ તમારી પાસે ખેંચાઇ આવશે. મારા જીવનમાં મુશ્કેલ તબક્કો આવ્યો તે બદલ પણ હું ઇશ્વરનો પાડ માનું છું. તેને કારણે જ મારું મનોબળ મજબૂત બન્યું. જો બધું સુષ્ટુ સુષ્ટુ હોત તો હું હમણાં છું એવી મજબૂત ન બની શકી હોત.
એલીએ તેના આયખાની વીસી ભારતમાં વિતાવી છે તેથી તેના માતાપિતા પણ બહુ ખુશ છે. તે કહે છે કે આ વય તમારા સમગ્ર જીવન પર છાપ છોડે છે. આજે હું સ્વીડનમાં જઇને ત્યાંના ભારતીયો સાથે શુધ્ધ હિન્દીમાં વાત કરું છું તો મારા માતાપિતાની છાતી ગર્વથી ફૂલી જાય છે. મહત્વની વાત એ છે કે ભારતમાં તમને કોઇપણ સંજોગો વચ્ચે માર્ગ મળી રહે છે. અહીંના લોકો તમને બહારની વ્યક્તિ નથી માનતાં.
હિન્દુસ્તાનના લોકોએ મારો સ્વીકાર કર્યો તેથી જ આજે હું કાંઇક બની શકી છું. આજે હું જે છું તે તેમને કારણે જ છું. અને તેને માટે હું અહીંનો લોકોનો આભાર માનું એટલો ઓછો છે. ભારત મને પોતાના ઘર જેવું લાગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5lx3Nkh
ConversionConversion EmoticonEmoticon