રતનપુરા બ્રિજ નજી બાઇક સ્લિપ થઇ જતાં ચાલકનું મોત નિપજ્યું


- અમદાવાદ ઇન્દોર હાઇવે પરનો બનાવ

- પોરડા ફાગવેલ રોડ પર કાર અને બાઇક અથડાતા બે વ્યક્તિને ઈજા પહોંચી

નડિયાદ : અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોરડા ફાગવેલ નજીક તેમજ રતનપુરા બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે બેને ઈજા થઈ હતી

અમદાવાદ ઓઢવ માં રહેતા અમિતભાઈ નાનુભાઈ ભગોરા અને તેમનો નાનો ભાઈ વિજય તા.૧૧/૨/૨૨ ના રોજ સવારે મોટરસાયકલ લઈ અમદાવાદ ઇન્દોર હાઇવે પર થઈ પોતાના ગામ કોની જતા હતા. ત્યારે પોરડા ફાગવેલ નજીક બાલાસિનોર તરફથી અમદાવાદ જતી એક કારચાલકે રોંગ સાઈડેથી આવી બાઇકને   ટક્કર મારતાં બંને ભાઈઓને રોડ પર પડી જતા ઇજા થઇ હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને બાલાસિનોર ખાનગી દવાખાનામાં સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અમિતભાઈ નાનુભાઈ ભગોરાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

બાયડ તાલુકાના ભોરમટમાં રહેતા જયદીપ સિંહ તખત સિંહ ઝાલાના મામાનો દીકરો સંજય કુમાર ધીરુભાઈ પરમાર (રહે. ટોટું તાબે રૂપારેલ તા.બાયડ) હાથીજણમાં ભાડાના મકાનમાં રહે છે. તા ૨૬/૨/૨૨ના રોજ સંજય પરમાર પાડોશીની બાઇક લઈને હાથી જયંતિ પોતાના ગામ જવા અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી આવી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના એક વાગ્યાના સુમારે રતનપુર ઓવરબ્રીજ નજીક બાઇક સ્લીપ ખાઈ જતા ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માતમાં બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા ૧૦૮ મારફતે કઠલાલ સરકારી હોસ્પિટલમાં લઇ જતા પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. જ્યાં સંજય પરમાર (ઉંમર ૩૨ વર્ષની) નાજુક હાલત હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા. 

તા ૬/૩/૨૨ના રાત્રિના ૧-૪૦ વાગ્યે સંજયભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જયદીપ સિંહ તખત સિંહ ઝાલાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MAGP61I
Previous
Next Post »