- રામકૃષ્ણ દેવન વાત સાંભળી સ્વામી વિવેકાનંદ પોતાનો વિચાર બદલ્યો અને દુઃખી-રોગીની સેવામાં લાગી ગયા.
ધ રતી પર જ્યારે પણ કોઈ મહાન વિભૂતિ અવતરીત થાય છે, ત્યારે તેઓ પોતાની સાથે અનેક મહાન ઉદ્દેશ્યો લઈને જન્મતા હોય છે. એજ પ્રમાણે શ્રી રામકૃષ્ણદેવનાં જીવનનાં ઉદેશ્યો પણ પરમ ઉદાત્ત હતા. તેમણે ધ્યાન સાધના દ્વારા જગતને પરમેશ્વર સાથે સંબંધ બાંધવાનો માર્ગ દર્શાવ્યો.
શ્રી રામકૃષ્ણ પરમહંસ દૃઢ પણે એવું માનતા કે ઇશ્વરની ભક્તિ અવિરત અને અખંડિત હોવી જોઈએ. પ્રભુમાં પ્રીતી રાખીને, આપણા રોજનાં દૈનિક કાર્યોમાં પ્રભુને જ કેન્દ્રમાં રાખીને આપણા જીવનને કૃતાર્થ કરી શકાય. તેઓ' સર્વધર્મમાં સહિષ્ણુતા'નાં વિચાર એની અનુભૂતિ પણ સમાન હોય છે, જેની પ્રાપ્તિ બુદ્ધિવાદ કે તર્કવાદ દ્વારા નહીં પ્રત્યક્ષ અનુભવ દ્વારા થાય છે. તેમણે પોતાના જીવનમાં કાંચન, કામિની તથા અન્ય વાસનાઓનાં સંપૂર્ણ ત્યાગનાં ઉપદેશ પર ખાસ ભાર મૂકેલો.
શ્રી રામકૃષ્ણ પરમહંસ માત્ર કર્મ, કાંડને જ ધર્મ નહોતા માનતા, તેમના માટે પીડિત, પતિત તથા દરિદ્ર નારાયણની સેવા જ ઉત્કૃષ્ટ સાધના હતી. તેઓ માનતા કે તેમણે માનવજાતનાં કલ્યાણ માટે દેહ ધારણ કર્યો છે.
એક સમયે તેમનાં પરમશિષ્ય સ્વામી વિવેકાનંદ તેમની પાસે હિમાલયમાં એકાન્તમાં સાધના કરવાની રજા માગવા ગયા તો રામ-કૃષ્ણે તેમને જણાવ્યું, જુઓને આપણી આસપાસ કેટલા દુઃખી, રોગી, ગરીબ લોકો પીડિત છે. ચારે તરફ અજ્ઞાાન અને અંધવિશ્વાસનો અંધકાર વ્યાપેલો છે. ત્યારે તું હિમાલયમાં સાધનાનો આનંદ કેવી રીતે ઉઠાવી શકે? રામકૃષ્ણ દેવની આ વાત સાંભળી સ્વામી વિવેકાનંદ પોતાનો વિચાર બદલ્યો અને દુઃખી-રોગીની સેવામાં લાગી ગયા. તો રામકૃષ્ણ દેવ પણ એ સાથે સમાજ ઉત્થાનની ઉચ્ચ સત્પ્રવૃત્તિ કરતા તો તેઓ સેવા, દયા, સ્નેહ દ્વારા લોક સુધારની શિક્ષા પણ આપતા. તેમણે પોતાનાં સિદ્ધાંતોને નિષ્ઠાથી જીવનમાં આચરી બતાવ્યા.
શ્રી રામકૃષ્ણદેવ ઉચ્ચ કોટિનાં સાધક તેમજ વિચારક હતા. તેમણે સેવાના તપને ઈશ્વરીય આદેશ માનીને આત્મામાં જ પરમાત્માનાં દર્શન કરતા હતા. તો તેઓ એ સાથે તત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યો, વિરોધાભાસો, નૈતિક વિષયક પ્રશ્નો રૂપકથા-બોધકથા દ્વારા ઉકેલી આપતા. તેમણે ભગવત દર્શનને હસ્ત કમલવત્ બનાવ્યું.
શ્રી રામકૃષ્ણ પરમહંસના ઈ.સ. ૧૮૮૬ના લીલા-સંવરણ પછી તેમના ભક્તોની સંખ્યા દિન-પ્રતિદિન દેશ તેમજ વિદેશમાં વધતી ગઈ. એમનાં સેવા કાર્યોપર 'અનેક સ્થળોએ' શ્રીરામ કૃષ્ણ મીશન નામની સંસ્થા સ્થપાયી જે વર્ષોથી એકધારી લોકોનાં સેવાકીય-કલ્યાણકારી કાર્યોમાં સદા પ્રવૃત્ત છે. આ બધા કેન્દ્રો-મઠ-આશ્રમો દ્વારા ધર્મ-અધ્યાત્મ, માનવ આરોગ્ય અને સ્વાસ્થ્ય, રાહતકાર્યો, વિવિધ સંશોધન, શિક્ષણ, વિદ્યાકીય, સાંસ્કૃતિક શાખાઓનું સંવર્ધન અને માનવ વિકાસના શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ જગતને બોધ આપતા કે, દરેક મનુષ્યની અંદર જીવનનાં અર્કસમાન ધર્મ વિદ્યામાન છે. આ અંતરની ધર્મ વિભાવના જેટલી વધુ અભિવ્યક્ત થાય તેટલી જ માનવીની જગ-કલ્યાણ કરવાની ભાવના પ્રબળ બનતી હોય છે. અધ્યાત્મિક અનુભૂતિ બાદ ધર્મનો અભિભાવ થાય છે. જેવી અંદરની ધાર્મિક લાગણી હશે તેટલી જ સત્ય અને પ્રેમની ઉપલબ્ધિ થશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t3TDx6o
ConversionConversion EmoticonEmoticon