ઘઊં, કઠોળ સહિતના અનાજના ઉત્પાદન 9 ટકા સુધી ઘટશે


- આગામી ૧૫ વર્ષમાં શહેરી વિસ્તારોમાં 60 કરોડ લોકોનો ઉમેરો થશે

જળવાયુ પરિવર્તન ભારત માટે અનેક પડકારો ઉભી કરી શકે છે. ક્લાઇમેટ ચેન્જ પર યુનાઇટેડ નેશન્સ (આઈપીસીસી)ના વર્કિંગ ગુ્રપ-૨એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતમાં દરિયાઈ સપાટી વધવાથી લઇને ભુગર્ભજળના ઘટાડા સુધીના આ ગંભીર ખતરાને કારણે હવામાનમાં ગંભીર ફેરફાર થઇ શકે છે. અને પાક ઉત્પાદનમાં ઘટાડાથી લઇને ગંભીર આરોગ્ય પડકારો હોઈ શકે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત એવા દેશોમાં સામેલ થશે જે ક્લાઇમેટ ચેન્જની આર્થિક અસરોથી સૌથી વધુ પ્રભાવિત થશે. દરિયાની સપાટીમાં વધારો થવાની શુદ્ધ પાણીની અછતની સમસ્યા પણ સર્જાશે. ભારત એવા દેશોમાં સામેલ હશે કે જેની વસ્તી દરિયાના સ્તરમાં વધારો થવાથી પ્રભાવિત થશે. આ સદીના અંત સુધીમાં, ભારતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતી લગભગ ૩૫ મિલિયન વસ્તીને પૂરના જોખમનો સામનો કરવો પડી શકે છે. આ સદીના અંત સુધીમાં ૪.૫થી ૫ કરોડ લોકો પ્રભાવિત થશે.

ભારતની ઓછામાં ઓછી ૪૦ ટકા વસ્તી ૨૦૫૦ સુધીમાં જળવાયુ પરિવર્તન અને વધતી માંગને કારણે પાણીની અછતનો સામનો કરી શકે છે. હાલમા દેશના લગભગ ૩૩ ટકા લોકો આ સંકટનો સામનો કરી રહ્યા છે. એવો અંદાજ છે કે આબોહવા સંકટને કારણે ગંગા અને બ્રહ્મપુત્રા બંને નદીઓના કિનારે રહેતી વસ્તીને વધુ પૂરનો સામનો કરવો પડી શકે છે.

અહેવાલના તારણ મુજબ વૈશ્વિક તાપમાનમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે, વિશ્વને આગામી બે દાયકાઓમાં વિવિધ પ્રકારના ક્લાયમેટ ચેન્જના જોખમોનો સામનો કરવો પડી શકે છે.

એક તરફ દરિયાની સપાટીમાં વધારો અને બીજી તરફ જળ સંકટની સીધી અસર ભારતના કૃષિ ક્ષેત્ર પર પડશે. દેશમાં ઘઉં, કઠોળ, બરછટ અનાજ અને અનાજનું ઉત્પાદન ૨૦૫૦ સુધીમાં લગભગ ૯ ટકા ઘટી શકે છે. જો કાર્બન ઉત્સર્જન વધુ રહે તો દક્ષિણ ભારતમાં મકાઈના ઉત્પાદનમાં ૧૭ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. ''પાકના ઉત્પાદનમાં ઘટાડો ભારતમાં નોંધપાત્ર ભાવ વધારો તરફ દોરી શકે છે, જે ખાદ્ય સુરક્ષા અને આર્થિક વૃદ્ધિને નકારાત્મક અસર કરશે.

હવામાન પરિવર્તનની અસર દેશના લગભગ તમામ ભાગોમાં જોવા મળી રહી છે. પ્રકાશે કહ્યું, ''ઉત્તરમાં હિમાલય ક્ષેત્રથી લઇને દક્ષિણમાં દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને મધ્ય ભારત સુધી, આ પરિવર્તનની પ્રતિકૂળ અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે.'' આનાથી દેશનો કોઇ ભાગ સુરક્ષિત નથી. દેશના શહેરી વિસ્તારો ગ્રામીણ વિસ્તારો કરતાં આબોહવા પરિવર્તનની અસરો માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. આ ચિંતાજનક પણ છે કારણ કે આગામી ૧૫ વર્ષમાં શહેરી વિસ્તારોમાં ૬૦ કરોડ લોકોનો ઉમેરો થશે.

મેક્રો ઇકોનોમિક સ્તરે પણ ભારત માટે મુશ્કેલીઓ ઓછી થશે નહીં. જળવાયુ પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે દેશને પ્રતિ ટન કાર્બન ઉત્સર્જનમાં ૮૬ ડોલરનું નુકસાન થશે. ગયા વર્ષે, ભારતે આબોહવા પરિવર્તનની અસરને પહોંચી વળવા માટે વિશ્વના વિકસિત દેશો પાસેથી એક વિશેષ ભંડોળ બનાવવાની માંગ કરી હતી. જો કે, વિશ્વની વિકસિત અર્થવ્યવસ્થાઓ તરફથી નુકસાન અને નુકસાન સંબંધિત અલગ ફંડ બનાવવા માટે કોઇ ખાતરી આપવામાં આવી ન હતી. આ જોતાં ભારતે નિરાસા વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે, વિકસિત દેશોે ક્લાઇમેટ ચેન્જના લાંબા સમયથી ચાલી રહેલા ખતરા માટે જવાબદારી લેવી જોઇએ અને વિકાસશીલ દેશોને નાણાકીય સંસાધનો પૂરા પાડવા જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ClkOFdj
Previous
Next Post »