દિગ્દર્શક અનુરાગ કશ્યપની એન્જિયોપ્લાસ્ટી કરાઈ


- છાતીમાં દુખાવાની ફરિયાદ થવાથી તબીબી તપાસમાં હાર્ટમાં બ્લોકેજ હોવાનું જણાયું

મુંબઇ : દિગ્દર્શક અનુરાગ કશ્યપની છાતીમાં હળવો દુખાવો ઉપડયો હતો. આ પછી તેણે મુંબઇમાં પોતાની એન્જિયોપ્લાસ્ટિ કરાવી છે. જોકે હવે તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે. 

૪૮ વર્ષીય અનુરાગ કશ્યપના પ્રવકતાએ દિગ્દર્શકની એન્જિયોપ્લાસ્ટિના સમાચાર આપ્યા બતા. તેણએકહ્યું હતું કે, અનુરાગને છાતીમાં દુખાવો થતા તેમણે પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના હાર્ટમાં બ્લોકેજ છે. ડોકટરોએ તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવાની સલાહ આપી હતી. આ પછી તેમણે મુંબઇની એક જાણીતી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. 

પ્રવકતાએ વધુમાં કહ્યું હતુ ંકે, ડોકટરોએ તેમને એક અઠવાડિયાનું આરામ કરવાની સલાહ ાપી છે. તેથી આ પછી જ તેઓ ફરી કામ પર લાગશે. 

અનુરાગની ફિલ્મોની વાત કરીએ તો તે એકતા કપૂર અને અનુરાગ દોબારા ફિલ્મ માટે ફરી સાથે  કામ કરવાના છે. આ ફિલ્માં તાપસી પન્નુ મુખ્ય રોલમાં છે. આ એક નવા યુગની થ્રિલર ફિલ્મ બનશે. જેનું શૂટિંગ માર્ચ મહિનામાં થઇ ગયું છે અને હવે પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tj3Ych
Previous
Next Post »