અર્જુન કપૂર 20 કરોડનો વિલા ખરીદી મલાઈકાનો પડોશી બન્યો


- કપૂર હવે મુંબઈના બાંદરાના પરાંમાં 81 માળના સ્કાય વિલામાં ૨૫મા માળે રહેવા જશે 

મુંબઇ : અર્જુન કપૂરે બોલીવૂડમાં ફિલ્મ ઇશ્કઝાદેથી ડેબ્યુ કર્યું હતું. તે રિયલ લાઇફમાં પણ ઇશ્કઝાદેથી ઊણો નથી ઊતરતો. તેણે બોલીવૂડમાં ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. જોકે તે મોટા ભાગે ચર્ચામાં મલાયકા અરોરા સાથેના સંબંધને કારણે જ રહે છે. આ પ્રેમી યુગલ વારંવાર ડેટ પર તેમજ વેકેશનમાં પણ સાથે જોવા મળે છે. હવે આ સંબંધમાં નવો વળાંક એ આવ્યો છે કે, અર્જુન પ્રેમિકા મલાયકાનો પડોશી થઇ ગયો છે. 

અર્જુન કપૂરે મુંબઇના બાંદરા પશ્ચિમમાં એક આલિશાન સ્કાય વિલા ખરીદ્યું છે. અર્જુનનું આ નવું આશિયાનું હવે  તેની પ્રેમિકા મલાયકાના ઘરની સામે જ છે. તેણે ૨૫મા માળે ફ્લેટ લીધો છે. જેમાં ૮૧ સ્કાય વિલા છે. તેણે જ્યાં ઘર ખરીદ્યું છે કે, તે ૮૧ ઓરિએટ નામની બિલ્ડિંગના પ્રોજેક્ટનો હિસ્સો છે. અહીંથી મુંબઇની સુંદરતા જોવા મળે છે. તેમજ તેમાં ગોલ્ફ એરિયા પણ છે. અભિનેતાના ઘરની કિંમત લગભગ રૂપિયા ૨૦ કરોડ હોવાનું કહેવાય છે. 

અર્જુને એકઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતુ ંકે, તે સંબંધોના માન અને પોતાની સાથીને સમ્માન આપવાનું માને છે. તેમજ તેને પોતાના અંગત જીવન વિશે વાતો કરવી પસંદ નથી. તેના અનુસાર દરેકને પોતાની અંગત લાઇફ હોય છે. તેમજ દરેકનો પોતાનો એક ભૂતકાળ હોય છે. 

અર્જુન કપૂરે ફિલ્મોમાં જોઇએ તેટલી સફળતા મેળવી નથી. તેણે સલમાન ખાનની એક સમયની ભાભી સાથે અંગત સંબંધ રાખીને બોલીવૂડના ઘણા માંધાતાઓ સાથે દુશ્મની વહોરી લીધી છે. તેને સલમાનની નજીકના લોકો કામ આપવા રાજી થતા નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34p2M9D
Previous
Next Post »