કાર્તિક આર્યનના હાથમાંથી શાહરૂખની ફિલ્મ જતા બીજો ઝાટકો લાગ્યો


- આ પહેલા અભિનેતાની કરણ જોહરના કેમ્પમાંથી હકાલપટ્ટી થઇ ચુકી છે

મુંબઇ : બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદનો પગપેસારો થઇ ચુક્યો છે. બોલીવૂડના ટોચના માંધાતાઓ ઊગતા કલાકારો તેમની તરફેણમાં ન હોય તો પછાડવાના પૂરા પ્રયાસ કરતા હોય છે. જેના માટે  કાર્તિક આર્યનનું ઉદાહરણ પુરતું છે. તેને કરણ જોહરની ફિલ્મ પછી અન્ય એક ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, કાર્તિક શાહરૂખ ખાનના પ્રોડકશનના બેનર હેઠળ બનનારી ફિલ્મમાંથી  કાઢી મુકવામાં આવ્યો છે. ફ્રેડી નામની આ ફિલ્મમાં કાર્તિક અને કેટરિના સાથે કામ કરવાના હતા. આ ફિલ્મમાંથી તેને દૂર કરવાનું કારણ દોસ્તાના ટુ ફિલ્મ  સાથે થયું હતું તે જ છે. કાર્તિકે ફ્રેડી ફિલ્મની સ્ક્રિપ્ટમાં બીજી વખત બદલાવ કરવાની માંગણી કરી હતી. અભિનેતાએ ફિલ્મ સાઇન કરતા પહેલા સ્ક્રિપ્ટ બરાબર વાંચી હતી, સમજી હતી જોઇતા બદલાવ પણ કરાવ્યા હતા.

પરંતુ  પછીથી તેણે સ્ક્રિપ્ટમાં બદલાવ કરવાની વાત કરી હતી, જ  ે નિર્માતાને પસંદ નહોતું. જોકે આ વખતે કાર્તિકે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નહોવાથી નિર્માતાને કોઇ નુકસાન થયું નથી. જ્યારે દોસ્તાના ટુ વખતે તો અભિનેતાએ ે૨૦ દિવસનું શૂટિંગ પણ કર્યું હતું. 

સોશિયલ મીડિયાના પોર્ટલે દાવો કર્યો હતો કે, કાર્તિકે સાઇનંગ એમાઉન્ટની ફી રૂપિયા બે કરોડ પાછા આપી દીધા છે. હવે આ ફિલ્મ માટે અન્ય અભિનેતાની શોધ ચાલુ છે. સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા થઇ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે, જાણીબુઝીને કાર્તિકને ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે. તે આઉટસાઇડર હોવાથી તેને આ કિંમત ચુકાવવી પડી રહી છે. જ્યારે  એક ચોક્કસ વર્ગનું કહેવંા છે કે, કાર્તિક સાથે સ્વ. સુશાંત સિંહ રાજપૂત સાથે થતી હતી તેવી વર્તણૂક થઇ રહી છે. 

કહેવાય છે કે, કાર્તિકને આ ફિલ્મમાંથી બિનધંધાકીય વર્તણૂકને કારણે દૂર કરવામાં આવ્યો છે. જ્યારે કાર્તિકના પ્રશંસકો કરણ જોહર અને શાહરૂખ ખાન પર વ્યંગ કરી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3urVOeJ
Previous
Next Post »