સુજલામ સુફલામ કેનાલમાં ડૂબી જતાં ફતાજીના મુવાડાના બે ભાઇઓનાં મોત

- સીમ વિસ્તારમાં ઢોર ચરાવવા ગયેલા યુવાન કેનાલના પાણીમાં તણાયા ઃ કલાકોની જહેમત બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા

બાલાસિનોર,બાયડ


બાયડ તાલુકાના ફતાજીના મુવાડા ગામનાબે ભાઇઓના બાલાસિનોરના લુહારનામુવાડાની સીમમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ડુબી જવાથી મોત નિપજતાં પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. એકનો મૃતદેહ ત્રણ કિલોમિટર દૂર અરવલ્લીના બાયડ તાલુકામાંથી મળી આવ્યો હતો જ્યારે બીજાની લાશ બાલાસિનોર તાલુકામાંથી મળી આવતા બન્નેના અલગ અલગ જગ્યાએ પીએમ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

બાયડ તાલુકાના ફતાજીના મુવાડા ગામના જગદીશસિંહ અરવિંદસિંહ ઝાલા (ઉ.વ. ૧૮) અને તેના પિતરાઇ ભાઇ રોહિતસિંહ વિજયભાઇ ઝાલા બાલાસિનોર તાલુકાના લુહારના મુવાડા ગામની સીમમાં ઢોર ચરાવવા ગયા હતા. જો કે ગામની સીમમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં જગદીશસિંહ ઝાલા રોહિત ઝાલા કોઈ કારણોસર કેનાલમાં પડતા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. અને બન્નેના ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યા હતા. જેમા જગદિશસિંહનો મૃતદેહ બાયડ તાલુકામાં ત્રણ કિલોમિટર દૂર મળી આવ્યો હતો. જ્યારે રોહિતના મૃતદેહને શોધી કાઢવા તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ બોલાસિનોર તાલુકામાંથી મળી આવતા પોલીસે તેનો કબજો લઇ પીએમની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે સુજલામ સુફલામ કેનાલ પર સંરક્ષણ દિવાલના અભાવે લોકોના ડૂબી જવાથી મૃત્યુંનો સીલસીલો યથાવત રહ્યો છે. અગાઉ છ મહિના પહેલા કાક ભત્રિજાના ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટના બની હતી. રમેશસિંહ પ્રતાપસિંહ ઝાલાએ બાયડ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દોડી આવી લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી ધરવામાં આવી હતી. ફતાજીના મુવાડા ગામના યુવાનના મોતથી પંથકમાં શોકની લાગણી જન્મી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c1mbSf
Previous
Next Post »