
નડિયાદ
નડિયાદ શહેરના મિલરોડ પર ક્રિકેટ અંગેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. બોલાચાલી ઉગ્ર બનતા સામાસામી પથ્થરમારોની ઘટના ઘટી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર નડિયાદ મીલરોડ ઉપર આવેલા મજૂરગામમાં અંગત અદાવતને લઇ ઝઘડો થયો હતો. મજૂરગામમાં રહેતા નીકલંઠભાઇના પત્ની બુધવારની મોડી રાતે પસાર થઇ રહ્યા હતા તે સમયે ઝઘડો ચાલતો હતો. જેથી નીલકંઠભાઇએ જણાવેલ કે અહી ગાળો બોલશો નહીે,તેમ કહેતા અન્ય વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પથ્થર અને લાકડીઓ વડે નીલકંઠભાઇ પર હુમલો કર્યો હતો. જેથી નીલકંઠભાઇ ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ નડિયાદ શહેર પોલીસને થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fNRq4p
ConversionConversion EmoticonEmoticon