ઠાસરા તાલુકામાં વાવાઝોડાથી 23 ગામોમાં 50 જેટલા મકાનો ધરાશાયી


ઠાસરા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વાવઝોડામાં તબાહ થયેલાં ઘરમકાનો માટે ૨૩ ગામોમાં સહાય જાહેર કરવામાં આવી છે. આ ગામના ૫૦થી વધુ લોકોને સવા બે લાખ રૂપિયા જેટલી રકમની સહાય ચૂકવવામાં આવશે.

મળતી વિગતો પ્રમાણે ગત અઠવાડિયે ત્રાટકેલા વાવાઝોડામાં ઠાસરા તાલુકાના ૨૩ ગામોમાં ભારે અસર વર્તાઈ હતી અને નુકસાની નોંધાઈ હતી. આ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સર્વે પૂરો થયા પછી નુકસાની માટે સહાયની મોજણી શરૂ કરવામાં આવી છે. ઠાસરા તાલુકાના ૨૩ ગામોમાં કુલ ૫૩ લોકોએ તેમના ઘર-મકાન ગુમાવ્યા હતા.આ ૨૩ ગામોમાં કુલ ૩ જેટલા ઝુંપડા અને ૫૦ જેટલા મકાનો વાવઝોડાને લીધે ધરાશાઈ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ૫૩ કેસો મળીને તંત્ર તરફથી કુલ ૨,૧૨,૬૦૦ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી  છે. ઠાસરા તાલુકામાં વણોતી, કોટલીડોરા, જાખેડ, માસરા, મલાઈ, પીપલવાડા, પીલોલ, રસુલપુર(ઠા), ઉંબા, શાહપુરા, એકલવેલું, કાલસર, બોરડી, મોરઆમલી, ઓઝરાળા, ચંદાસર, કોતરિયા, અકલાચા,  ભદ્રાસા, ગોળજ, ઢુણાદરા, રાણીયા અને નેશ વગેરે ગામોમાં સહાયપાત્ર રકમ ચૂકવવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fquh96
Previous
Next Post »