
નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના કેસોમાં ભારે ઘટાડો નોંધાયો છે. જિલ્લાના દૈનિક કોરોના કેસોનો આંકડો ૪૨ દિવસ પછી ૫૦થી નીચે ગયો છે. શુક્રવારે જિલ્લામાં ૩૬ જ કેસ આવતા જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસો ૯૯૨૬ થયા છે. ઉપરાંત શુક્રવારે જિલ્લામાં મ્યુકરમાઈકોસિસનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
જિલ્લામાં અત્યાર સુધી ૯૫૨૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ચૂક્યા છે. સાંજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨૮મી મેના રોજ નોંધાયેલા ૩૬ કેસોમાંથી ૧૮ કેસો નડિયાદમાં, જ્યારે ઠાસરામાં પાંચ, કઠલાલમાં ૪, વસોમાં ૩, મહેમદાવાદમાં ૨, માતરમાં ૨, તેમ જ કપડવંજ-મહુધામાં એકં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
સરકારી યાદી પ્રમાણે શુક્રવારે સાંજ સુધી ૩૫૩ દર્દી સારવાર હેઠળ છે, તેમાંથી ૧૧૫ની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે, જ્યારે ઉપર ૨૦૮ દર્દીઓ ઓક્જિન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
ઉપરાંત ૩૦ દર્દી વેન્ટિલેટર-બાયપેપ ઉપર છે. જ્યારે ૨૧ દર્દીની સારવાર હોમ આઈસોલેશનમાં થઈ રહી છે. શુક્રવારે જિલ્લામાં ૧૧૩૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ૧૨૮૪ જેટલા સેમ્પલના રિઝલ્ટ હજી પેન્ડિંગ હોવાનું જણાવાયું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RWNIxj
ConversionConversion EmoticonEmoticon