
આણંદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે. તેમાં પણ છેલ્લા બે માસ દરમ્યાન ૦ થી ૧૪ વર્ષ સુધીના કુલ ૨૧૭ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ સાંપડયા છે. જો કે નાના બાળકોના ફેફસાં વધુ સ્વસ્થ તેમજ મજબૂત હોઈ તેઓ જલ્દી રીકવરી મેળવતા હોવાનો મત તજજ્ઞા ર્ડાક્ટરોએ વ્યક્ત કર્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ છેલ્લા બે માસથી કોરોનાની બીજી લહેર સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ઘાતક બની છે. પ્રથમ લહેર દરમ્યાન ખાસ કરીને ૪૦ થી ૫૫ વર્ષના તેમજ સીનીયર સીટીઝનો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા. પ્રથમ લહેર દરમ્યાન સંક્રમિત થનાર લોકોમાં નાના બાળકોની સંખ્યા નહીવત જોવા મળી હતી. જો કે બીજી લહેર ઘાતક બનતા યુવાનો સહિત નાના બાળકોને પણ ઝપેટમાં લેતા નાગરિકોની ચિંતા વધવા પામી છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગત એપ્રિલ માસથી શરૂ થયેલ કોરોના સંક્રમણના પ્રથમ ૧૧ માસ દરમ્યાન એટલે કે માર્ચ-૨૦૨૧ સુધીમાં ૦ થી ૪ વર્ષના કુલ ૧૪ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તો બીજી તરફ ૫ થી ૧૪ વર્ષ વચ્ચેના ૪૮ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ સમયગાળા દરમ્યાન કુલ ૬૨ બાળકોએ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે ત્યારબાદ એપ્રિલ અને મે માસ દરમ્યાન આ આંકડામાં વધારો થતા ૦ થી ૪ વર્ષના ૪૧ અને ૫ થી ૧૪ વર્ષના ૧૭૬ મળી કુલ ૨૧૭ બાળકો કોરોનાગ્રસ્ત થતા આ આંકડામાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
આ અંગે તજજ્ઞા ર્ડાક્ટરોના વધુમાં જણાવ્યા મુજબ નાના બાળકોના ફેફસાં વધુ સ્વસ્થ તેમજ મજબૂત હોવાથી કોરોનાગ્રસ્ત થયા બાદ પણ રીકવરી જલ્દી આવે છે. જો કે છેલ્લા પંદર દિવસથી તાવ, શરદી અને ખાંસીની સમસ્યાના કેસો બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે.
મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો આવા સમયે ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવતો હોય છે.
જે બાબત ચિંતાજનક છે. હાલ કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે બાળકોને તાવ કે અન્ય કોઈપણ પ્રકારની બિમારીના લક્ષણો દેખાય તો તુરંત જ નજીકના દવાખાને બતાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
બાળરોગ નિષ્ણાત શું કહે છે ?
વધુમાં બાળરોગ નિષ્ણાંત ર્ડાક્ટરોના જણાવ્યા અનુસાર જો કોઈ બાળકને તાવ, શરદી, ખાંસી કે ઝાડા થાય તો તુરંત જ ર્ડાક્ટરની સલાહ લેવી. સાથે સાથે નાના બાળકને સ્તનપાન કરાવતી માતાઓએ હાથ ધોઈ, માસ્ક પહેરીને પોતાના બાળકને સ્તનપાન કરાવવું. ઉપરાંત પરિવારમાં કોઈપણ વ્યક્તિને શરદી, ખાંસી કે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તુરંત જ સારવાર શરૂ કરી અન્ય પરિવારજનો સંક્રમિત ન થાય તેની તકેદારી લેવા અપીલ કરાઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p1DJD9
ConversionConversion EmoticonEmoticon