
- ટૂંકમાં શાનદાર રીતે લોન્ચિંગની ઘોષણા કરાશે
મુંબઇ : યશરાજ ફિલ્મસ આ વરસે પોતાના બેનરના ૫૦ વરસ પુરા કરવાની ઊજવણી ભવ્ય રીતે કરવાના હતા. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે આ શક્ય થયું નથી. પરંતુ તેમના બેનરને લઇને એક નવા સમાચાર છે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આદિત્ય ચોપરા, હવે યશરાજ ફિલ્મસનું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરશે.જેની ઘોષણા પણ શાનદાર રીતે કરશે. ઉલ્લેનીય છે કે, આદિત્ય આ વરસે યશરાજના ૫૦ વરસની ઊજવણી પ્રસંગે ભવ્ય રીતે કરવાના હતા. પરંતુ હવે તેમણે આ રૂપિયા રાહત કાર્યમાં વાપરી નાખ્યા છે. જોકે તેમણે ફિલ્મસનો નવો લોગો પણ રિલીઝ કર્યો હતો.
યશરાજ હાલ સલમાન ખાનની ટાઇગર થ્રી, શાહરૂખ ખાનની પઠાન, વિક્કી કૌશલની એક કોમેડી ફિલ્મ, રણવીર સિંહ સાથેની જયેશભાઇ જોરદાર,રણબીર કપૂરની એક પીરિયડ ફિલ્મ, અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજ,તેમજ સિદ્ધાંત ચતુર્વેદી સાથેની બંટી ઔર બબલી ટુ તેમજ અન્યો ફિલ્મો કરી રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yHulZR
ConversionConversion EmoticonEmoticon