- પ્રેમાળ ઇશ્વર આ સનાતન સત્ય સમજવા આધિન થવા આપણા સર્વને તેમની સ્વર્ગિય કૃપા જ્ઞાાન ડહાપણ પમાડે એજ નમ્ર હૃદયની પ્રાર્થના સહુ શુભેચ્છા.
પ વિત્ર બાઈબલ જણાવે છે કે પ્રભુ ઇસુએ વધસ્તંભ ઉપર જે દુઃખો, કષ્ટો વેઠયા તે સબંધી આપણે વિચાર કરીએ તો માણસ ેંહર્ષ્ઠહર્જૈેજ બેહોશ બની જાય. સાનભાન ગુમાવી દે એવું એ ભયંકર કારમું દુઃખ જે માનવી ભાષામાં ના વર્ણવી શકાય. એવું અકથનીય અવર્ણિય દુઃખ પીડા તેઓ વધસ્તંભ ઉપર ભોગવી રહ્યા હતાં. રોમન સરકારનો કાયદો હતો કે જે ગુનેગારને વધસ્થંભે જડાવવામાં આવે તેને નગ્ન હાલતમાં જડાવવામાં આવતા. તેમને તદ્ન નગ્ન કરવામાં આવતા.
વાચક મિત્રો પ્રભુ ઇસુ આ નિયમથી મુક્ત ન હોતા. પ્રભુ ઇસુ તેમની ઉપર વિશ્વાસ કરનારને ઉદ્ધારના તારણના-ન્યાયપણાના વસ્ત્રો આપે છે તેમને નગ્ન હાલતમાં વધસ્તંભે જડાવવામાં આવ્યા. કેવું કરુણ ! કેવું દયાજનક ! માનવજાતની મુક્તિ માટે એમણે આ સર્વ કાંઈ મુંગા મોંએ સહન કર્યું. કેવા પ્રેમાળ મુક્તિદાતા પ્રભુઇસુ ! સવારના ૯ કલાકે તેમને વધસ્તંભે જડાવામાં આવ્યા અને બપોરના ૩ વાગ્યા સુધીમાં તેઓ વધસ્તંભ ઉપર ૬ કલાક ટીંગાઈ રહ્યા. તેઓ અગાઉ ૪ વાણી બોલ્યા છે અને હજુ તેમને બોલવાની ઇચ્છા છે પરંતુ ભયંકર તાપને લીધે તેમનું ગળુ સુકાઈ ગયું છે મોમાં સોસ પડે છે. હાથ પગમાં ખીલાના ઘા પડયા છે તેમાં ભયંકર પીડા થાય છે. ઘા માંથી લોહી વહી રહ્યું છે, ઉનાળાનો ભયંકર તાપ છે.
માખી, મચ્છર ઘા ઉપર બણબણ કરે છે. ચટકા ભરે છે. હાથ પગ હલાવી શક્તા નથી. એવું કારમું દુઃખ ! માનવ જાતના પાપોની મુક્તિ માટે તેઓ સહન કરી રહ્યા છે. તેમનું ગળુ સુકાઈ ગયું છે. તેમને આગળ બોલવું છે તેથી તેમને તરસ લાગે છે અને બૂમ પાડે છે. 'મને તરસ લાગી છે ' પવિત્ર બાઈબલ કહે છે સમરૂનના કૂવે પાણી ભરવા આવેલ બાઈ સાથે વાત કરતાં પ્રભુ તેને કહે છે આ કૂવાનું પાણી પીનારને ફરીથી તરશ લાગશે. પણ હું જીવન જળ છું. અને હું જે પાણી આપીશ તે પીનારને ફરી તરસ લાગશે નહીં. એ શમરૂની બાઈએ એ જીવનનું પાણી પીધું. આત્મિક રીતે તૃપ્ત થઈ અને સમરૂન શહેરના લોકોને એ જીવનના ઝરા પ્રભુ ઇસુ પાસે દોરી લાવી. શમરૂનીઓની આત્મિક તરસ છીપાવી. કેવા આનંદના સમાચાર !
વ્હાલાઓ આજે ૨૦૨૧ના વર્ષ બાદ પણ તેઓ વધસ્તંભ પર તરસ્યા છે અને બૂમ પાડે છે. મને તરસ લાગી છે. વ્હાલાઓ એ પ્રેમાળ પ્રભુની તરસ ક્યારે છીપાશે ? ત્યારે જ આપણે પ્રસ્તાવિક હૃદય તેમની પાસે આવીશું. આપણાં જીવનનું તેમને અર્પણ કરી દીધું, અને એ જીવનના જળ પીધા વિના જેઓ આત્મિક તરસ્યા છે. તેમનો નાશમાં જઈ રહ્યા છે. તેવા તરસ્યા આત્માઓને જીવનના ઝરા પાસે લાવીશું. ત્યારે જ તેમની તરસ છીપાશે.
પ્રેમાળ ઇશ્વર આ સનાતન સત્ય સમજવા આધિન થવા આપણા સર્વને તેમની સ્વર્ગિય કૃપા જ્ઞાાન ડહાપણ પમાડે એજ નમ્ર હૃદયની પ્રાર્થના સહ શુભેચ્છા.
હેપ્પી ગુડ ફ્રાઈડે.
હેપ્પી ઇસ્ટર.
- પાસ્ટર સદ્ગુણ ક્રિસ્ટી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rHhAcZ
ConversionConversion EmoticonEmoticon