હોળી ઉજવી .


- સિંહ મહારાજ આવ્યા બધાને ટપકું કર્યું ને પછી બધા એકબીજા પર રંગો નાખવા લાગ્યા. લાલપીળું પાણી પીંચકારીથી નાખવા લાગ્યા

દે ડકાઓના ડ્રાઉં ડ્રાઉં ચકલી કાબરની ચી... ચી... કરી દેતી હતી. તૈયાર થઈ ઉભેલા મોરઢેલ નૃત્ય કરતા ન હતા. જંગલી ભેંસો ને ગેંડા ધસમસતા નદી કિનારે આવે ને પાણી પીને જતા હતા. સિંહ, વાઘ, ચિત્તો, આજે ત્રાડ પાડતા નથી. મગરો નદીમાંથી ડોક્યું કરી પાછા પાણીમાં જતા રહેતા હતા. કાલુ રીંછ તેમજ સસલા ખિસકોલી આમથી તેમ આંટા મારતા હતા.

સૂર્યનારાયણ પોતાની રીત પ્રમાણે ઉગ્યો, આજે શાંતિવનમાં થોડી થોડી ચહલપહલ થતી હતી બધા તૈયાર થઈ બેઠા હતા.

આજે વહેલી સવારે હાથી પ્રધાને કાપડી મેદાન સાફ કર્યા જ કરતા હતા. બધા પાસે ચારેકોર ટેબલો મુકાવ્યા પછી નદીમાંથી થોડીક ડોલ ભરાવી મુકી પોતાની સુંઢ ડોલવતા ઝીણી આંખે બધું જોઈ કામ કરાવતો હતો.

ટાઇમ થવા આવ્યો એટલે બધા તૈયાર થઈ કાપડી મેદાનમાં આવવા માંડયા.

થાળીમાં લાલ પીળો નીલો જેવા રંગો મુક્યા... ડોલમાં રંગીન પાણી કર્યું સાથે પીંચકારી મુકાવી.

સિંહ મહારાજ દસ વાગ્યે આવવાના હતા.

ચંપુ વાદર ઉતાળવો થઈ ઝાડ પર લટકતો જતો હતો ત્યાં 'અરે ! ચંપુ ઉતાવળે ક્યાં આવ્યો.'

અરે ! ચંપુ તું અહિં કેટલા વખત પછી દેખાયો ! આપણે સાથે ફરતા રખડતા તું ભુલી ગઈ કે શું ? તું ક્યાં હતી. ચંપુએ પૂછ્યું -

અરે ભગવાન આટલા બધા સવાલ પૂછ્યું. કોરોનાને લીધે ઘરમાં જ ભરાય રહી હતી. થોડો થયો એટલે નીકળી આવી. આમ તું ક્યાં જાય છે! નમુ વાનરીએ પૂછ્યું.

આજે કાપડી મેદાનમાં રંગ નાખવાનો પીંચકારી મારવાનો પ્રોગ્રામ છે. સિંહ મહારાજ ઉદઘાટન કરવાનો છે. ચાલ તું પણ મઝા આવશે... ચંપુ વાનરે કહ્યું.

ચાલ ત્યારે હું પણ આવું... બંને ઝાડે લટકતા કાપડી મેદાનમાં આવ્યા.

સિંહ મહારાજ આવ્યા બધાને ટપકું કર્યું ને પછી બધા એકબીજા પર રંગો નાખવા લાગ્યા. લાલપીળું પાણી પીંચકારીથી નાખવા લાગ્યા. દોડાદોડી પકડાપકડી ઘણી જ ચહલપહલ થઈ ગઈ બધાં જ રંગાય ગયા.

ચંપુએ નમુ વાનરીને રંગી નાંખી તો તેણે પણ ચંપુને પીંચકારી મારી રંગી નાંખ્યો. પછી નદીએ નહાયને કમુજિરાફની વાડીમાં ગયા ત્યાંથી કેળાની લુમ લઈ એક જાડ પર બેસી ખાવા લાગ્યા.                

- રવીન્દ્ર પાનવાળા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pu7f7a
Previous
Next Post »