
- મંદિરના કુલ રૂ. 1500 કરોડના પ્રોજેક્ટ સામે ચાર ગણી રકમ એકત્ર થઈ
- અત્યાર સુધી રૂ. 5457 કરોડની ગણત્રી થઈ, સમર્પણ અભિયાનની ગણતરી બાકી
અ યોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ હાલ મંદિર બનવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. મંદિરના બાંધકામ માટે દેશભરમાંથી દાનનો ધોધ અયોધ્યા તરફ વળી રહ્યો છે. જેના કારણે મંદિરના અથવા તો ભગવાન રામ લલ્લાના બેંક એકાઉન્ટ છલકાઈ રહ્યા છે.
ઉપલબ્ધ લેટેસ્ટ ડેટા મુજબ અયોધ્યા રામ મંદિરના ત્રણ બેંક એકાઉન્ટમાં અત્યાર સુધી દાન પેટે રૂ. ૫૪૫૭ કરોડ જમા થયા છે. જો કે, ૪૪ દિવસ ચાલેલા નીધિ સમર્પણ અભિયાન દ્વારા જે ડોનેશન એકત્ર થયું છે તે હજુ સુધી ગણતરીમાં લેવાયું નથી. જો આ આંકડો દાનની રકમમાં ઉમેરાશે તો તે વિક્રમી સપાટીએ પહોંચી જશે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં દાન અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી. જે મુજબ અત્યાર સુધી મળેલી રૂ. ૫૪૫૭.૯૪ કરોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકમાં જમા કરાયેલ છે. ગણતરીનું કામ હજુ ચાલુ જ છે. ઘણા ચેક હજુ ક્લીયર થયા નથી. બીજી તરફ ભાવિકો હજી પણ ડિજિટલ માધ્યમો થકી દાન કરી રહ્યા છે. આ ઉપરાંત નીધિ સમર્પણ અભિયાનનું ભંડોળ પણ ગણતરીમાં લેવાનું બાકી છે. આમ અંતિમ આંકડો વિક્રમી સપાટીએ પહોંચી જશે. હાલ ઓડિટ કાર્ય ચાલી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મંદિર બાંધકામના ડોનેશન જુંબેશ અને ઓડિટ હેતુસર પારદર્શિતા માટે સોફ્ટવેર કંપની દ્વારા એક ફૂલપ્રુફ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં એક એક પૈસાનો હિસાબ મળી રહેશે. તેમજ ગેરરીતિ પણ નહી આચરી શકાય.
ટ્રસ્ટને અત્યાર સુધી કૂપન દ્વારા રૂ. ૨૨૫૩.૯૭ કરોડ અને ડિજિટલ માધ્યમ થકી રૂ. ૨૭૫૩.૯૭ કરોડનું દાન મળ્યું છે.
ટ્રસ્ટ ટદ્વારા ગત તા. ૧૫ જાન્યુઆરીએ નીધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું હતું. જે તા. ૨૭ ફેબુ્રઆરીએ પૂર્ણ થયું હતું. દેશભરના ભાવિક ભક્તોને આ અભિયાનમાં ડિજિટલ માધ્યમ, ચેક અથવા કૂપન દ્વારા દાન આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા દાન માટે રૂ. ૧૦, રૂ. ૧૦૦ અને રૂ. ૧૦૦૦ની કૂપન ઇસ્યુ કરાઈ હતી.આ કૂપન પૈકી ટ્રસ્ટને રૂ. ૧૦૦૦ની કૂપન થકી રૂ. ૨૨૫.૪૬ કરોડ, રૂ. ૧૦૦ની કૂપન થકી રૂ. ૩૭૨.૪૮ કરોડ અને રૂ. ૧૦ની કૂપન થકી રૂ. ૩૦.૯૯ કરોડનું દાન મળ્યું હતું. આ ઉપરાંત રસીદો જારી કરીને ડોર ટુ ડોર કેમ્પેઇનમાં રૂ. ૧૬૨૫.૦૪ કરોડની રકમ દાન પેટે એકત્ર કરાઈ હતી.
ઉપલબ્ધ આંકડા મુજબ ૭૪ રામભક્તોએ રૂ. ૧ કરોડ અને તેથી વધુ ૧૨૭ ભક્તોએ રૂ. ૫૦ લાખથી વધુ, ૧૨૩ ભક્તોએ રૂ. ૨૫થી ૫૦ લાખ વચ્ચે, ૯૫૦ ભક્તોએ રૂ. ૧૦થી ૨૫ લાખ વચ્ચે અને ૩૧૬૬૩ ભક્તોએ રૂ. ૧થી ૫ લાખ વચ્ચેનું દાન રામલલ્લાના મંદિરના નિર્માણ માટે કર્યું છે. આમ, અયોધ્યા ખાતે મંદિરના કુલ રૂ. ૧૫૦૦ કરોડના પ્રોજેક્ટ સામે ચાર ગણી રકમ એકત્ર થઇ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2ccMJ
ConversionConversion EmoticonEmoticon