આંતર-રાજ્ય ખરીદી માટે ''સી'' ફોર્મ હેઠળની મહત્વની બાબતો


- વેચાણવેરો : સોહમ મશરુવાળા

GST કાયદો લાવવાથી ભારતમાં નવો ઉદય થશે તેવી સૌને અપેક્ષા હતી. GST કાયદામાં જડબેસલાક જોગવાઇના લીધે વેપારીઓને ટટળવું પડે છે. માનનીય સર્વોચ્ચ અદાલતે પણ નોંધ્યું કે GST કાયદાના અમલીકરણ કરવામાં નાગરિકો માટે સરળતાને બદલે તેનાથી વિપરીત પરિસ્થિતિ ઉદ્ભવી છે. જેનાથી GST કાયદાનો ઉદ્દેશ જ સમાપ્ત થઇ ગયો છે. વિવિધ રાજ્યોમાં ઈ-વે બિલ માટે અલગ જોગવાઇ છે. વેપારીને એક રાજ્ય વેરા કાયદા હેઠળ જે રાજ્યમાંથી સપ્લાય કરતો હોય તેટલા તમામ રાજ્યોમાં GST કાયદા હેઠળ નોંધણી નંબર લેવો પડે છે. વળી પાછુ દરેક નોંધણી નંબરના પત્રકો ભરવાના અને ડીમ્ડ સપ્લાય બાબતનો ભય સતાવતો રહેવાનો. ખેર પ્રજાએ રાજા કહે એ પ્રમાણે કરવાનું છે. GST કાયદા હેઠળ આજ રોજ પણ પેટ્રોલીયમ પ્રોડકટસ, ગેસ, માનવ વપરાશ માટેના દારૂની બાકાત રાખવામાં આવ્યા છે. સ્વાભાવિક છે પેટ્રોલીયમ પ્રોડકટસનો વપરાશ માલના ઉત્પાદનમાં થવાનો જ છે. આવી ખરીદી ગુજરાત રાજ્ય બહારથી કરવામાં આવે ત્યારે વેપારી સી Form આપતા અને વ્યવહાર ચાલતા. રાજ્ય સરકારે કાયદામાં જોગવાઇ ના હોવા છતાં અને કોઇ બાદ્ય ન હોવા છતાં (ફોર્મ આપવાની સુવિધા બંધ કરી દીધી હતી. આજના લેખમાં તારીખ ૨૮-૩-૨૦૨૧થી (ફોર્મ સામે ખરીદી બાબતે ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી છે.

કલમ ૮(૩) (b) કેન્દ્રીય કાયદો

જેટલા વેપારી પાસે ગુજરાત વેટ કાયદા તથા કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી નંબર હતો તે તારીખ ૧-૭-૨૦૧૭થી રદ બાતલ ગણાય નહિ. જ્યાં સુધી તેને રદ કરવાની અરજી ન કરવામાં આવે તારીખ ૨૮-૩-૨૦૨૧ પહેલા ઉત્પાદન તથા ફેર વેચાણ માટે થઇ શકતા હતા. સ્વાભાવિક છે કે દરેક રાજ્ય વેપારીને સી ફોર્મ આપવા બંધાયેલ હતી. આપણે સૌ વાકેફ છે કે GST કાયદો આવ્યા પછી સી ફોર્મ ખાતા પાસેથી લેવા લોઢાના ચણા ચાવવા જેવું છે. વેપારી પાસે માનનીય વડી અદાલતના શરણે થવા સિવાય કોઇ વિકલ્પ રહેતો ન નહતો. GST કાયદો આવ્યો તેની સાથે કેન્દ્રીય કાયદા (CST ACT 1956) હેઠળ માલની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો જેના લીધે GST માંથી બાકાત કરેલ માલ એટલે કે, પેટ્રોલીયમ પ્રોડકટસ તથા દારૂનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે કેન્દ્રીય કાયદા હેઠળ કોઇ બાદ્ય નથી તો શું વેપારી  C Form સામે ઉત્પાદન કે ફેર વેચાણ માટે ખરીદી કરી શકે કે કેમ ?

આ વિષે તકરાર રહેતી જેમાં છેવટે માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા રેમકો સિમેન્ટ લીમીટેડ (SLP ૧૫૭૮૫-૧૫૭૮૮-૨૦૨૦)ના કેસમાં તારીખ ઔ૨૪-૩-૨૦૨૧ના રોજ આદેશ પસાર કર્યો જેમાં માનનીય મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આપેલ ચૂકાદો જેના એમ ઠરાવેલ કે GST કાયદા હેઠળ સમાવેશ માલના ઉત્પાદન માટે ખરીદ C ફોર્મ સામે થઇ શકે છે. તે નિર્ણયને  યથાવત રાખ્યો.

આમ તારીખ ૨૮-૩-૨૦૨૧ પહેલાંના વ્યવહાર માટે રાજ્ય સરકાર C  ફોર્મ આપવા બંધાયેલ છે.

બજેટનો સુધારો

ફાઇનાન્સ બિલ ૨૦૨૧માં કેન્દ્રીય વેચાણ વેરા અભિનિયમ હેઠળ  (Central Sales Tax Act 1956) ની કલમ ૮(૩)(b) સુધારો કરવામાં સુચવેલ જેમાં C ફોર્મ સામે ખરીદી ઉપર પાબંધી મૂકવામાં આવી છે. આ સુધારાના લીધે હવે C ફોર્મ ફેર વેચાણ માટે માલ ખરીદ હોય જેનો સમાવેશ માલ ખરીદનારના નોંધણીના દાખલામાં ઊલ્લેખ હોય તેના જ માટે આપી શકાશે તથા કેન્દ્રીય કાયદાની કલમ ૨ (d) હેઠળ નિર્દેષ્ટ માલના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં માલનો ઉપયોગ કરવાના હેતુ માટે જ C ફોર્મ સામે ખરીદી કરી શકાશે. આમ ઉત્પાદન કેન્દ્રીય કાયદા હેઠળ થશે તો C ફોર્મ અપાશે અને GST કાયદા હેઠળ જે માલનું ઉત્પાદન થતું ગણાશે તેના માટે C ફોર્મ આપી શકાશે નહિ. ફાઇનાન્સ બિલ ૨૦૨૧ને માનનીય રાષ્ટ્ર્પતિ દ્વારા તારીખ ૨૮-૩-૨૦૨૧ના રોજ મંજૂરી આપવામાં આવેલ છે. જેને પગલે તારીખ ૨૮-૩-૨૦૨૧થી C ફોર્મ સામે રાહતના દરે GST કાયદા હેઠળ ઉત્પાદન માટે જરૂરી માલની આંતર રાજ્ય ખરીદી કરી શકાશે નહિ. આ સુધારાના લીધે ઉત્પાદનનો ખર્ચ વધવાનો. ગેસની આંતર રાજ્ય ખરીદી ઉપર પણ સરકાર દ્વારા C ફોર્મ ન આપવા માટે કવાયત શરૂ છે. વેપારીએ ફેર વેચાણ કરતી વખતે ખૂબ કાળજી લેવાની છે. તે ખરેખર C ફોર્મ આપી શકાય કે કેમ ?

આ સુધારાને ચાલતે ગેસની ફરજીયાત ગુજરાત રાજ્યમાં લોકલ ખરીદી કરવાનો વારો આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ ૫-૯-૨૦૧૭ના રોજ રેમીસનની સ્કીમ જાહેર કરેલ છે. જેમાં ઈલેક્ટ્રીક સીટી અને ફર્ટીલાઇઝર સિવાયના ઉત્પાદન માટે ગેસની ખરીદી ૧૫% વેટના બદલે ૬% વેટ ભરીને થઇ શકશે. આમ વેપારીને ઉત્પાદનમાં ૯% જેટલો વેરો બચત થયો ગેસની ખરીદી ઉપર. આયાત કરેલ ગેસ ઉપર ઉત્પાદનમાં વાપરવા માટે પાબંધી કેન્દ્રીય કાયદા હેઠળ નડતી નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wKHy2V
Previous
Next Post »