અમેરિકન પોપ સિંગર રિહાના ફરી એક વખત ચર્ચામાં


- ન્યૂયોર્કની સડકો પર કર્યા વિરોધ-પ્રદર્શન

મુંબઇ : અમેરિકન પોપ સિંગર રિહાના ફરી એક વખત ચર્ચામાં આવી છે. હવે તે અમેરિકામાં ચાલી રહેલા અમેરિકન-એશિયન સાંપ્રદાયિક આંદોલનમાં પોતાનું સમર્થન દેખાડતી નજરે ચડી છે. 

હાલમાં જ રિહાનાની થોડી તસવીરો જોવા મળી રહી છે. જેમાં પોપસ્ટાર ન્યૂયોર્ક શહેરમાં એશિયન સમુદાયના પ્રતિ નફરત દેખાડનારા વિરોધ કરી રહી છે. તસવીરમાં રિહાના પોતાના હાથમાં લીલા અને ગુલાબી રંગના પ્લે કાર્ડ પકડીને જોવા મળી રહી છે. જેના પર મોટા-મોટા અક્ષરોમાં લખ્યું છે કે, એશિયાઇ મૂળના વિરુદ્ધ નફરત ફેલાવાનું બંધ કરો. 

તો વળી ગ્રીન રંગના એક પ્લે કાર્ડમાં લખ્યું છે કે, હેટ રેસિઝમ અગેઇન્સ્ટ ગોડ. ચહેરા પર માસ્ક પહેર્યું હોવાથી રિહાનાની ઓળખ મુશ્કેલથી થઇ રહી છે. તેની સાથે તેની સહાયક ટીના ટ્રોન્ગ પણ જોવા મળે છે. આ આંદોલનમાં ૧૦,૦૦૦થી પણ વધુ એશિયાઈ-અમેરિકન સ્ટોપ-એશિયન-હેટ રેલી માટે ન્યુયોર્કમાં એકત્રિત થયા હતા. 

ઉલ્લેખનીય છ ે કે  રિહાના આ પહેલા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યાથી ચર્ચામાં હતી. તેણે થોડા સમય પહેલા જ પોતાનું લંડન સ્થિત ઘર  અધધધ કિંમતમાં વેચી નાખ્યું છે. જેની કિંત ૨૭. ૫ મિલિયન પાઉન્ડસ હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s0W6aZ
Previous
Next Post »