બનાસકાંઠામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોનો બહિષ્કાર કરાતા ખેડામાં વિરોધ


નડિયાદ : ખેડા જિલ્લામાં બનાસકાંઠાની ઘટનાના પડઘા સાંભળવા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના સમાજનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર થવા મામલે ખેડા જિલ્લા અધિક કલેક્ટરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સામાજિક એકતા જાગ્રતિ મીશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં પીડિતોના ન્યાય માટે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી માટે માગણી કરવામાં આવી છે.

ખેડા જિલ્લા અધિક કલેક્ટરને આજે સામાજિક એકતા જાગ્રતિ મીશન દ્વારા આવેદનપત્ર આપીને બનાસકંાઠાની ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં નલાસર ગામે ગ્રામજનોએ અનુસૂચિત જાતિના સમાજનો બહિષ્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સામે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયેલા પીડિતો અને સામાજિક એકતા જાગ્રતિ મીશનના સંયોજકની ધરપકડ કરવામાં આવી હોવાનું  અને આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે. જો પીડિતોને ન્યાય નહીં મળે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R5G1nS
Previous
Next Post »