
મુંબઇ, તા. 16 એપ્રિલ 2021, શુક્રવાર
યંગસ્ટર્સમાં ભારે લોકપ્રિય કાર્તિક આર્યનની કરણ જોહરની ફિલ્મ નિર્માણ કંપની ધર્મા પ્રોડક્શનમાંથી કાયમ માટે છુટ્ટી થઈ ગઈ છે.
બોલીવૂડમાં હાલમાં આ જ મુદ્દો જોર શોરથી ચર્ચાઈ રહ્યો છે. કાર્તિક આર્યનને કરણ જોહરે પોતાની આગામી ફિલ્મ દોસ્તાના-2 માટે સાઈન કર્યો હતો. આ ફિલ્મ કરણની જ અગાઉની ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. જોકે આ ફિલ્મ બને તે પહેલા જ કાર્તિકની તેમાંથી કરણે હકાલપટ્ટી કરી છે.
ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા એક વ્યક્તિએ એક ન્યૂઝ ચેનલને જાણકારી આપતા કહ્યુ હતુ કે, કરણે ભવિષ્યમાં ક્યારે પણ કાર્તિક સાથે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

દોસ્તાના 2નુ શૂટિંગ પણ શરુ થઈ ગયુ હતુ. તેના શૂટિંગના 20 દિવસ થઈ ગયા છે. આમ છતા હવે કરણે કાર્તિક સાથે કામ નહીં કરવાનુ નક્કી કર્યુ છે. આ માટે કાર્તિકની અનપ્રોફેશનલ વર્તણૂંક જવાબદાર છે. ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને પણ મતભેદ સર્જાયા હતા. કાર્તિકને દોઢ વર્ષે સ્ક્રિપ્ટમાં ખામી દેખાઈ હતી અને તે તેમાં બદલાવ કરવા માંગતો હતો.
કાર્તિકના આવા વલણના કારણે હવે ધર્મા પ્રોડક્શન તેની સાથે ક્યારેય કામ નહીં કરે. જોકે સત્તાવાર રીતે કરણ જોહરની ધર્મા પ્રોડક્શને આ વાતની જાહેરારત નથી કરી અને કાર્તિકની જગ્યા કોણ લેશે તે પણ કહ્યુ નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aiWsUG
ConversionConversion EmoticonEmoticon