કપાસિયાની ભાવ વૃદ્ધિના પગલે સીડ ઉત્પાદકો તથા ખેડૂતો સામસામા આવ્યા


- ઉભી બજારે ઃ દિલીપ શાહ

- બિયારણના ભાવ નહિં વધશે તો કૃષી ક્ષેત્રે  સીડ  રીસર્ચમાં  નવું ઈન્વેસ્ટમેન્ટ ઘટી જવાની બતાવાતી ભીતિ

દેશમાં તાજેતરમાં  કપાસિયા તથા  કપાસિયા તેલની બજારમાં ટૂકાગાળામાં  ખાસ્સી  ભાવ વૃદ્ધી  જોવા નળી છે.  શોર્ટ સપ્લાય જેવી સ્થિતિ વચ્ચે બજાર ઉછળતી  રહી છે. કોટન વોશ્ડના ભાવ ઉત્પાદક મથકોએ વધી ૧૦ કિલોદીઠ રૂ.૧૩૦૦ની સપાટી વટાવી  ઉંચામાં  તાજેતરમાં  રૂ.૧૩૫૦થી  ૧૩૫૫ સુધી ટ્રેડ   થતા જોવા મળ્યા છે. મુંબઈ  બજારમાં  કપાસિયા તેલના ભાવ ઉંચકાઈ રૂ.૧૪૦૦ તરફ ધસતા જોવા  મળ્યા છે.   ભાવ ઉંચામાં  રૂ.૧૩૭૦થી  ૧૩૭૫ સુધી ટ્રેડ થયા  હતા. દરમિયાન,કેન્દ્ર સરકારે  આ પૂર્વે  આશરે  છ વર્ષ  અગાઉ ૨૦૧૫માં  કોટન સીડ  પ્રાઈસ (કન્ટ્રોલ)  ઓર્ડર ઈસ્યુ કર્યો હતો અને  ત્યારબાદ તાજેતરમાં  ૬ વર્ષ  પછી પ્રથમ  વાર આ ઓર્ડર  હેઠળ દેશમાં  કોટન  સીડ-કપાસિયાના  મિનિમમ સેલ પ્રાઈસ (એમએસપી)માં  વૃદ્ધી કરી હોવાનું  બજારના સૂત્રોએ  જણાવ્યું હતું.   

આવા ભાવ તાજેતરમાં સરકારે પાંચ ટકા  વધાર્યા છે, તથા  ૪૫૦ ગ્રામના  પેકેટના  ભાવ બોલગાર્ડ-ટુ સીડના  આવા ભાવ  રૂ.૭૬૭ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે  બોલગાર્ડ-વન સીડના  આવા ભાવ  પેકેટદીઠ  રૂ.૬૩૫ રહ્યા છે. દેશમાં  દર વર્ષે  આશરે  વાર્ષિક સરેરાશ પાંચથી સાડા પાંચ કરોડ આવાપેકેટો વેંચાતા હોવાનું આ ક્ષેત્રના  જાણકારોએ  જણાવ્યું  હતું. જોકે આ  ભાવ વૃદ્ધીના  મિશ્ર  પ્રતિસાદ સામે આવ્યા છે.  સરકારે ભાવ  વધારતાં   કોટન સીડના  ઉત્પાદકોએ  સ્વાગતનો  સૂર ઉચ્ચાર્યો  છે સામે  ખેડૂત વર્ગ  દ્વારા સરકારના આ પગલા  સામે નારાજગી  બતાવવામાં  આવી છે.   કપાસિયાના  ભાવ વધતાં   કોટનનો  ઉત્પાદન ખર્ચ   ઉંચો જશે  એવી ગણતરી   ખેડૂતોએ દર્શાવી છે.  જોકે  જાણકારોના જણાવ્યા મુજબ  પાંચ એકરના ખેતર માટે   ખેડૂતો જો  દસ પેકેટ  કોટનસીડ  ખરીદે તોકુલ વધારાનો ખર્ચ  માંડ રૂ.૨૦૦ જેટલો આવે તેમ છે. 

જોકે ઓલ  ઈન્ડિયા   કિસાન સભાએ સરકાર  દ્વારા   કોટન સીડના  ભાવમાં કરવામા ં આવેલી  વૃદ્ધી સામે   વિરોધ દર્શાવ્યો  છે. આવી ભાવ વૃદ્ધીના પગલે  ઉત્પાદન  ખર્ચ  વધશે એવું કિસાનોના પ્રતિનિધિઓએ  ભીતિ દર્શાવી છે.  જોકે નેશનલ સીડ   એસોસિએશન  ઓફ ઈન્ડિયા એનએસએઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ  હકીકતમાં  આવા સીડના  ભાવવધારી  પેકેટદીઠ  રૂ.૮૧૦ કરવાની  જરૂર હતી  તેના બદલે  સરકારે માત્ર પાંચ  ટકાની  વૃદ્ધી કરી છે. આવી સીડ વેલ્યુ કમ્પોનન્ટ ૨૦૧૬માં  રૂ.૭૫૧ હતી તે ૨૦૨૦માં  રૂ.૭૩૦ થઈ હતી અને  તાજેતરમાં  તેમાં માત્ર  પાંચ ટકાનો જ વધારો  કરવામાં આવ્યો છે.  એ જોેતાં હકીકતમાં આવો ભાવ વધારો હજી   વધુ કરવાની જરૂરત હતી  એવું  એનએસએઆઈના   સૂત્રોએ જણાવ્યું  હતું.   સરકારે ઓછામાં ઓછી ૧૦ ટકાની ભાવ વૃદ્ધી  કરવી જરૂરી હતી એવું ફેડરેશન ઓફ સીડ  ઈન્ડસ્ટ્રી  ઓફ ઈન્ડિયાના  સૂત્રોએ જણાવ્યું હતું.

દેશના સીડ ઉત્પાદકોના જણાવ્યા   મુજબ સીડના ભાવ  વધશે નહીં  તો આ  ક્ષેત્રે નવું  ઈન્વેસ્ટમેન્ટ  ઘટી જશે તેમ જ  રિસર્ચ ક્ષેત્રે પણ પીછેહઠ  થશે જેની પ્રતિકૂળ  અસર  આખરે કપાસની  ખેતીમાં હેકટરદીઠ પેદાશ પર પડશે  અને તેના પગલે  ખેડૂતોની  નફાકારકતા પણ  ઘટશે એવી  થીયરી જાણકારો બતાવી  રહ્યા છે.   કપાસની  ખેતીમાં  હેકટર દીઠ  પેદાશ-ઉત્પાદકતા  વિશ્વના અન્ય   ઉત્પાદક દેશોની સરખામણીએ    ભારતમાં નોંધપાત્ર  ઓછી રહી છે  એ જોતાં  ઘરઆંગણે  કપાસ-રૂનું  ઉત્પાદન વધારવા  આવી  હેકટરદીઠ  ઉત્પાદકતા વધારવી જરૂરીહોવાનું   મંતવ્ય જાણકારો  બતાવી રહ્યા હતા.    દેશમાં ટેક્સટાઈલ ક્ષેત્રમાં  રૂની  વધતી માગને   જોતાં ઘરઆંગણે રૂનું વાર્ષિક  ઉત્પાદન  જે હાલ  ૩૭૦ લાખ ગાંસડી આસપાસ રહ્યું છે તે  વધારીને   ૨૦૨૭ સુધીમાં   વાર્ષિક ૫૭૦ લાખ ગાંસડી સુધી લઈ જવાની   આવશ્યકતા છે. દેશમાં ઉત્પાદન નહિં વધશે તો આયાત વધારવી  પડશે,  એવીગણતરી જાણકારો  બતાવી રહ્યા છે.   

ખેતીમાં વપરાતા  ખાતર,  જંતુનાશક  દવાઓ વિ.ના  ભાવ  વધ્યા છે.  તો પછી  સીડના- બિયારણના   ભાવ શા માટે   વધારવા નહિં જોઈએ? એવો પ્રશ્ન સીડ ઉત્પાદકો દ્વારા પૂછાઈ  રહ્યો છે  જેેનો ખેડૂત વર્ગ  વિરોધ કરતો થયો છે.  હકીકતમાં  સીડના ભાવ  પરથી ભાવ નિયંત્રણ-પ્રાઈસ કન્ટ્રોલ  દૂર કરવા જેવી  માગ પણ અમુક   સીડ  ઉત્પાદકો   હવે  કરવા માંડયા  છે.  દરમિયાન,   મહારાષ્ટ્રમાં  બિનકાયદેસરના ઈલીગલ  વાવેતર વધ્યાની  ચર્ચા પણ  સંભળાઈ છે.   મહારાષ્ટ્રમાં  હર્બીસાઈડ-ટોલરન્ટ બીટી કોટનનું   વાવેતર  આગળ ઉપર વધી  ૫૦ ટકાની   ઉપર જવાની  શક્યતા  જાણકારોમાં   ચર્ચાતી થઈ છે.  મહારાષ્ટ્ર  ઉપરાંત  ગુજરાત તથા તેલંગણાના કપાસ ઉગાડતા   ખેડૂતોમાં  પણ આ પ્રકારનો   અભિગમ  જોવા   મળ્યો છે.  જોકે કપાસ ઉગાડતા ખેડૂતો આ  પ્રકારનું   વાવેતર કરે એ  સરકારને   પસંદ નથી  છતાં આવું  વાવેતર  દેશના  રૂ ઉત્પાદક વિવિધ  રાજ્યોમાં  વધી રહ્યું છે એ પણ  એકહકીકત છે.  આવા વાવેતર માટે સરકારે દંડ તથા  કેદની જોગવાઈ  કરી છે છતાં  ખેડૂતો તેને નજર અંદાજ કરતા થયા છે.  જોકે સીડ  ઉત્પાદકો  આનો વિરોધ કરતા દેખાયા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s9qJLF
Previous
Next Post »