
- દેવોએ કહ્યું કે રામ અમારા યે માલિક છે, વિઘ્ન પણ તેમની ઇચ્છાથીજ કરવાનું છે, એથી રામજીને કંઈ સુખ-દુઃખ થવાનું નથી. તેઓ તો આનંદ સ્વરૂપ છે
મ હાત્માઓ કહે છે કે કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને ગમતું નથી, દશરથરાજાના સુખને પણ કાળની નજર લાગી. દેવો કહે રામચંદ્ર રાજા થશે તો પછી રાવણને કોણ મારશે ? રાક્ષસોના ત્રાસને કોણ નિવારશે ? માટે રાજ્યાભિષેકમાં વિઘ્ન આવે તેવું કંઈક કરવું જોઈએ. તેમણે વિઘ્નની દેવી વિઘ્નેશ્વરીને પ્રાર્થના કરી. દેવોએ કહ્યું કે મા રામજીના રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો અને વિઘ્નેશ્વરી દેવી ચમક્યાં. તે કહે છે કે -રામના રાજ્યાભિષેકમાં ? રામ તો મારા માલિક છે.
દેવોએ કહ્યું કે રામ અમારા યે માલિક છે, વિઘ્ન પણ તેમની ઇચ્છાથીજ કરવાનું છે, એથી રામજીને કંઈ સુખ-દુઃખ થવાનું નથી. તેઓ તો આનંદ સ્વરૂપ છે. દશરથજીને દુઃખ થશે, પણ તેમને સદગતિ મળવાની છે. દેવોના હિત માટે તમારે આ કામ કરવાનું છે. તો યે વિઘ્નેશ્વરીનું મન માનતું નથી, અંતે તે તૈયાર થયા અને 'ભલે જાઉં' કહીને ઉપડયાં.
પણ જવું ક્યાં ? ઝાડ કાપવા કુહાડી જોઈએ પણ હાથા વગરની કુહાડી ના ચાલે, હાથો તો જોઈએ જ. વિઘ્નેશ્વરીએ વિઘ્ન ઉભું કરવા એવો હાથો શોધવા માંડયો. શોધતાં શોધતાં તેમની નજર કૈકેયીની દાસી મંથરા પર પડી. મંથરા કૈકેયીની વહાલી દાસી હતી, ને પિયરથી તે પોતાની સાથે તે લાવેલી. કૈકેયી તેનું ખૂબ માન રાખતી. વિઘ્નેશ્વરી દેવીએ મંથરાને હાથો બનાવવાનું નક્કી કર્યું.
મંથરા કૈકેયીના મહેલની અગાસી પર લટાર મારવા નીકળી છે, અને તેણે જોયું તો નગર શણગારાતું હતું, ત્યાં તેને સામેના કૌશલ્યાના મહેલની અગાસી પર તેમની દાસીને જોઈ એટલે તેને શહેર કેમ શણગારાય છે ? તેનું કારણ પૂછયું. આ પ્રશ્ન સાંભળી કૌશલ્યાની દાસી હસી પડી અને કહે છે કે તને ખબર નથી ? કાલે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો છે, દેખ મને કૌશલ્યા માએ મોતીની માળા વધાઈમાં આપી. આમ કહી ' તને કંઈ નહિ' કહી એણે ડીંગો દેખાડયો. કૌશલ્યાની આ દાસીએ મંથરાના મનમાં સુતી પડેલી ઇર્ષ્યાની આગને પ્રજ્વલિત કરી મૂકી. અને એ નાનકડી ચિનગારી આખા ગામને બાળી મુકવા તૈયાર થઈ ગઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gg12qn
ConversionConversion EmoticonEmoticon