મુંબઇ,તા. 6 એપ્રિલ 2021, મંગળવાર
દેશમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર કરોના હોટસ્પોટ બની ગયું છે. તેવામાં બોલીવૂડમાં પણ કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગઇકાલે અક્ષય કુમાર બાદ આજે કેટરીના કેફને પણ કોરોના થયો છે.
અભિનેત્રીએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ નડે આપી છે. કેટરીના કેફે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને લખ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. હું તરત જ આઇસલેશનમાં જતી રહી છું અને હવે હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ. મારા ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન અને પ્રોટકોલનું પાલન કરું છું.
સાથે જ તેણે લખ્યું કે મારી સાથે સપર્કમાં આવેલા લોકોને નિવેદન છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે. તમારા બધાના પ્રેમ અને સહકારનો આભાર માનું છું. સુરક્ષીત રહો અને પોતાનું ધ્યાન રાખો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કથિત રીતે કેટરીના કેફના બોયફ્રેન્ડ વિકી કૌશલને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sWqdSv
ConversionConversion EmoticonEmoticon