ડીસ્કોમ્સની નાણાંકીય તંદુરસ્તી સોલારની સાથે સંકળાયેલી


લાંબા સમયથી ડીસ્કોમ્સ નાણાંકીય રીતે સંઘર્ષ કરી રહી છે. તેઓ નબળા ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રકચર, અનિયમિત વ્યસ્ત માગ પદ્ધતિ, વીજ ચોરી અને બીલીંગ બિનકાર્યક્ષમતાને કારણે ઊંચી ખોટનો સામનો કરી રહી છે. રેગ્યુલેટરી અસ્કયામતોમાં થઇ રહેલો વધારો, વિલંબિ ટરિફ વધારા અને રાજ્યના નાણાંનું ધીમું ડીસ્બર્સમેન્ટ આ ચિંતામાં ઔર વધારો કરી રહ્યું છે.

જો કે તેમના દેવામાં ૨૦ કરોડનો ઘટાડો થયો હોવાથી હજુ પણ થોડી આશા જાગી છે. આ પરિસ્થિતિ એવું દર્શાવવા જઇ રહી છે કે કેન્દ્રિય અંદાજપત્ર ૨૦૨૧માં જાહેર કરાયેલ તરલતા યોજના ફક્ત તેના ખર્ચ-આવક વચ્ચેના તફાવતને ધીમે ધીમે ડામવામાં જ નહીં પરંતુ દેવામાં થઇ રહેલા સંચિત વધારાને ડામવામાં મદદ કરશે.

વધુમાં રિઇમ્બર્સમેન્ટમાં વધારો કરવામાં સહાય કરવા માટે આરપીઓ (રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન્સ) લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે ડીસ્કોમ સારો સંકેત છે. ઇન્સ્ટિટયુટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સિયલ એનાલિસીસ દ્વારા પ્રકાશિત કરાયેલા તાજેતરના અભ્યાસને જોતા ડીસ્કોમ્સની નાણાંકીય તંદુરસ્તી ભારતમાં સોલારની સફળતા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.

જ્યારે ઔદ્યોગિક ગ્રાહકો સોલાર અપનાવે ત્યારે યુટિલીટીઓને વીજ માગ કિંમત સાથે ઘટશે. ત્યારબાદ ડીસ્કોમ્સે વ્યસ્ત લોડ પર ખર્ચાળ વીજળી ખરીદવાની જરૃર પડશે નહીં. ડીસ્કોમ્સે આત્મખોજ કરવાની અને વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો પરની આવક નિર્ભરતા ઘટાડવાની જરૃર છે.

તેઓએ એવી મિકેનીઝમ શોધવાની જરૃર છે જેથી તેઓ તેમના નાણા ડાયરેક્ટ બેનીફિક ટ્રાન્સફર્સ (ડીબીટી) અથવા અન્ય કોઈ રીતે પાછા મેળવી શકશે તેવી ખાતરી હોય. તેઓએ એવી પોલિસી અપનાવવાનો પ્રારંભ કરવો જોઇએ જે સોલાર રૃફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન્સમાં વૃદ્ધિની તરફેણ કરતા હોય અને ક્રોસસબસિડીમાં ઘટાડો કરવામાં મદદ કરતા હોય.

અનેક રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ મધ્યસ્થી એજન્સીની સખ્તાઈનો સામનો કરી રહ્યા છે જેઓ ઓછા ટેરિફને કારણે સોલાર પ્રોજેક્ટસ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વીજળી માટે ગ્રાહકો શોધવામાં કપરા સમયનો સામનો કરી રહ્યા છે. વધુમાં ડીસ્કોમ્સે વધારાના બેન્કિંગ ચાર્જીસ, ક્રોસ સબસિડી ચાર્જીસ વગેરેલાદવાનો સહારો લીધો છે અને બિનઆકર્ષક અને આર્થિક રીતે પોસાય તેવા ન હોય તેવા રોકાણકારોની સાથે પીપીએ કરી રહ્યા છે.

સોલાર ઉત્પાદકો સાથે મેળવી શકાય તેવા અન્ય પણ ફરજ પાડતા કારણો છે. ઉદાહરણ તરીકે, સોલાર વપરાશકારો ફક્ત તેમના વીજ વપરાશનો હિસ્સો જ શેર કરે છે તેવું નથી પરંતુ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, તેથી નેટ મીટરીંગ એક બોજ તરીકે દેખાઈ રહ્યું છે. આમ છતાં અન્ય લાભો જેમ કે નેટવર્ક પર ઓછો લોડ, લાંબા ગાળા સુધીના ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓછો નિભાવ ખર્ચ રહેલા છે. પરંતુ આ બાબતને ઘણી વખત ધ્યાનમાં લેવામાં આવતી નથી. રિઇમ્બર્સમેન્ટમાં વધારો કરવામાં મદદ રહે તે માટે આરપીઓ (રિન્યુએબલ પરચેઝ ઓબ્લિકેશન્સ) ટાર્ગેટને પહોંચી વળવા ડીસ્કોમ્સ સાથે સારો સંકેત ધરાવે છે.

હવે ભારત જ્યારે સોલાર પાવર ક્રાંતિના માર્ગે છે ત્યારે એક સાથે થવાનો સમય આવી ગયો છે અને રાષ્ટ્રની ઉર્જા જરૃરિયાતોને અગ્રસ્થાને મુકવાની સાથે એક સાથે કાર્ય કરવા માટે નવીન માર્ગો શોધવાની જરૃરિયાત છે. ડીસ્કોમ્સ સામે સોલાર એનર્જી ઉત્પાદકોને એક સંકટ તરીકે નહીં પરંતુ એક સાથીદાર તરીકે ગણવાનો સમય આવી ગયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ajq6sY
Previous
Next Post »