એક મનોગત રોગ : 'ઉદાસી' અને આયુર્વેદ


- આરોગ્ય સંજીવની - જ્હાન્વીબેન ભટ્ટ

આજે એક એવા સાયકોસોમેટીક ડીસઓર્ડર વિશે વાત કરવા જઇ રહી છું કે, જેનો અનુભવ દરેક વ્યક્તિએ જીવનમાં ક્યારે ને ક્યારે તો કર્યો જ હશે. 'ઉદાસી'ને સામાન્ય શબ્દોમાં સમજીએ તો તેનો અર્થ 'હતાશા' થાય છે. આધુનિક સાયન્સમાં તેને ' ઘીૅિીજર્જૈહ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

જ્યારે કોઇને કોઈ કારણોસર વ્યક્તિનાં સ્વભાવમાં/કામકાજમાં અને જીવનમાં બદલાવ આવી જાય છે અને પછી તે ખૂબ લાંબો સમય સુધી રહે તો તેને ઉદાસી રોગ કહેવામાં આવે છે. દરેક લોકોની ઉંમર અને પરિસ્થિતિ મુજબ આ રોગ અલગ અલગ વ્યક્તિને અલગ-અલગ રૂપે અસર કરતો જોવા મળે છે.

- ઉદાસી રોગનાં લક્ષણોની વાત કરીએ તો આ રોગનાં લક્ષણોમાં

(૧) માનસિક લક્ષણો

(૨) શારિરીક લક્ષણો

એમ બંને પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.

- માનસિક લક્ષણો :

(૧) વિષાદ/તીવ્ર ઉદાસી કે શોક

(૨) ગમતી પ્રવૃત્તિમાં મન ન લાગવું.

ઉપરનાં બે લક્ષણો મુખ્યરૂપે જોવા મળે છે. આ ઉપરાંત આ રોગમાં,

(૧) બોલવું - ચાલવું ઓછું થઇ જવું.

(૨) ખૂબ રડવું આવવું.

(૩) અપરાધની ભાવના મેં કંઇ ખોટું કર્યું છે તેવું લાગવું.

(૪) લઘુતાગ્રંથિ થવી

(૫) નિરાશા થવી

(૬) વાત-વાતમાં ચિડાઈ જવું,

વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે.

આ ઉપરાંત ઘણાં દર્દીઓમાં ઉદાસી રોગ એ હદે ઘર કરી જાય છે કે, તેમને,

(૧) આપઘાતનાં વિચારો આવે છે, અથવા તેઓ આપઘાતની કોશિશ કરે છે.

(૨) તેમનું વર્તન અવિચારી થઇ જાય છે.

(૩) યાદશક્તિ ઘણી ઓછી થઇ જાય છે.

(૪) એકાગ્રતાનો અભાવ અને નિર્ણય લેવામાં તકલીફ પડે છે.

- ઉદાસી રોગનાં શારિરીક લક્ષણોની વાત કરીએ તો :

(૧) ભૂખ લાગતી નથી.

(૨) અશક્તિ અને ખૂબ થાક લાગે છે.

(૩) જાતીયવૃત્તિ ઓછી થઇ જાય છે.

(૪) મન વગર કારણે નેગેટીવ વિચાર્યા કરે છે.

(૫) ઘણીવાર ખૂબ જ માથાનો દુ:ખાવો કે ગેસની ફરીયાદ રહ્યાં કરે છે.

કોઈ પણ રોગીમાં ઉદાસીરોગનાં માનસિક લક્ષણો જો લાંબો સમય સુધી ચાલે એટલે કે, ૧૫ દિવસ કે તેથી વધુ સમય સુધી આવા લક્ષણો સતત દેખાય તો નિષ્ણાત વૈદ્ય કે તબીબનો સંપર્ક કરવો જોઇએ.

ઉદાસ રહેવું, જલ્દી ગુસ્સે થઇ જવું, કામકાજ અને વાતચીતમાં મન ના લાગવું, ઊંઘ બરાબર ન આવવી, ભૂખ ન લાગવી, વજનમાં અચાનક અણધાર્યા ફેરફારો થવાં, મરી જવાનાં વિચારો આવવા વગેરે આ રોગનાં મુખ્ય લક્ષણો તરીકે જોવા મળે છે.

- સારવાર :

- આ રોગ કોઈ પણ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઇ શકે છે.

- ઉદાસી રોગ હળવા કે સામાન્ય લક્ષણો ધરાવતો હોય તો માત્ર વાત-ચીતથી પોતાના મિત્રો, કુટુંબીજનો કે નિષ્ણાત વૈદ્ય આમાં સહાયક થઇ શકે છે.

- આ ઉપરાંત આયુર્વેદમાં બતાવેલ યમ-નિયમ, ધ્યાન, પ્રાણાયામ વગેરેથી પણ આરોગને દૂર કરવામાં ખૂબ મદદ મળી શકે છે.

- યોગાસનો, સ્વસ્થ અને સમતોલ આહાર ઇશ્વરમા શ્રદ્ધા, મનગમતું વાંચન, મનગમતી પ્રવૃત્તિ, નૃત્ય, સંગીત, નવી સર્જનાત્મક કલ્પનાઓ વગેરે પણ આ રોગમાં સહાયક બની શકે છે.

- ઔષધિય સારવાર :

આ રોગ માટે આયુર્વેદમાં ઘણી ઔષધો બતાવેલ છે, જે મગજના રસાયણોને સમતોલ કરવામાં ખૂબ મદદ કરે છે.

જેમ કે, બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, સર્પગંધા, વગેરે જેવા ઔષધો મગજના રસાયણોને બેલેન્સમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આયુર્વેદનાં પંચકર્મમાં બતાવ્યા પ્રમાણે 'નસ્ય' અને 'શિરોધારા' પણ આ રોગમાં ખૂબ જ સારું પરિણામ આપે છે.

આયુર્વેદનાં કોઈ પણ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ વગર ન કરવા ખાસ સૂચન છે, કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ-અલગ હોય છે. અને અલગ અલગ ઔષધ દરેક વ્યક્તિને સમાન ફળદાયી સાબિત થતા નથી.

છેલ્લે 'ઉદાસી' રોગના ર્નિમૂલન માટે 'હકારાત્મક વિચારો' અને આયુર્વેદીક ઔષધો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેમાં બે મત નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a7LLE9
Previous
Next Post »