આણંદ જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર : ડઝનથી વધુ પોઝિટિવ કેસ


- આણંદ, વિદ્યાનગર, બોરસદ, ખંભાતમાં વાઇરસ વધુ વકર્યો : અત્યાર સુધીમાં કુલ ૩૦૬૯ દર્દી નોંધાયા

આણંદ


આણંદ જિલ્લામાં માર્ચ માસ દરમ્યાન કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જિલ્લામાં માર્ચ માસ દરમ્યાન કુલ ૪૧૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. અત્યાર  સુધીમાં આણંદ જિલ્લામાં કોરોનો પોઝીટીવ દર્દીઓનો આંક ૩૦૬૯ ઉપર પહોંચ્યો છે. આણંદ જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણને લઈ તંત્રની ચિંતા વધવા પામી છે.

સમગ્ર ફેબુ્રઆરી માસ દમ્યાન કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયા બાદ માર્ચ માસની શરૂઆતથી જ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાયો હતો અને સરેરાશ પ્રતિદિન ૧૩ થી ૧૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. સમગ્ર માર્ચ માસ દરમ્યાન ફક્ત ૪ દિવસો દરમ્યાન જ કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા સીંગલ ડીજીટમાં નોંધાઈ છે જ્યારે અન્ય તમામ દિવસોમાં પ્રતિદિન ૧૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં વકરી રહેલ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ ચિંતા અનુભવી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલ કોરોનાના સંક્રમણને લઈ વહીવટી તંત્રએ ગ્રામજનોને ખાસ સતર્કતા દાખવવા અનુરોધ કર્યો છે. બુધવારના રોજ પણ આણંદ જિલ્લામાંથી કોરોના ૧૮ કેસ મળી આવ્યા હતા. જેમાં આણંદ ખાતે ૮, વિદ્યાનગર ખાતેથી ૨, બોરસદ ખાતેથી ૨ તેમજ વડોદ, ખંભાત, મહેળાવ, બોરીયા, અગાસ આશ્રમ, દેવા ખાતેથી કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ બુધવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૪૦૫૮૩ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૦૬૯ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૧૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૦૯ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpEFM8
Previous
Next Post »