- ઠાસરા અને વસોમાં બબ્બે જ્યારે ખેડા અને મહુધામાં એક-એક કેસ નોંધાતા લોકો અને તંત્રમાં ચિંતા ફેલાઈ
ખેડા જિલ્લામાં આજે કોરોનાના ૩૦ કેસો નોધાયા છે.જિલ્લાના વડામથક નડિયાદમાં ૨૪, ઠાસરા અને વસોમાં બે-બે ,જ્યારે ખેડા અને મહુધામાં એક-એક કેસ નોંધાતા કુલ ૩૦ કેસો નોધાયા છે.જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩, ૯૨૫ પર પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં આજે કુલ-૪૩૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૧૪૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
વેન્ટીલેટર પર એક દર્દી,ત્રણ દર્દી બાયપેપ પર જ્યારે ઓક્સિજન પર ૩૮ દર્દી ૧૦૭ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.
ખેડા જિલ્લામાં આજે ફ્રન્ટ લાઇન વર્કર-(પ્રથમ ડોઝ)-૨૭૦૬,હેલ્થ કેર વર્કર(બીજો ડોઝ )-૪, ફ્રન્ટલાઇન વર્કર(બીજો ડોઝ )-૨, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૮૬૧૭, ૪૫ થી વધુ ૮૪૦ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sOl9PW
ConversionConversion EmoticonEmoticon