ભૂલ કરવાને અપરાધ નથી માનતી નાઓમી સ્કોટઃ


બ્રિટિશ  અભિનેત્રી  નાઓમી  સ્કોટે અગાઉ  એક ઈન્ટરવ્યૂમાં  કહ્યું હતું  કે જો  તમારાથી  કોઈ ભૂલચૂક  થાય  તોય તમને તેનો  વસવસો કરવાની જરૂર નથી.

નાઓમીએ  તાજેતરના  એક ઈન્ટરવ્યૂમાં  પોતાની આ વાતને  બળ આપતી હોય એ  રીતે પોતાના વર્ષ ૨૦૧૫ ના એક  અનુભવને  સંભારતા કહ્યું હતું  કે તે વખતે તે લિજન્ડરી  ડાયરેક્ટર રિડલી સ્કોટની  ફિલ્મ 'ધ માર્ટિન' માં કામ કરી રહી હતી.  તેમાં  તેના ભાગે થોડાં  સંવાદો  અને  દ્રશ્યો  આવ્યાં હતાં.  પરંતુ એ દ્રશ્યો  એડિટ કરી દેવામાં આવ્યાં અને  ફિલ્મમાં  દર્શાવવામાં  ન આવ્યાં. આમ છતાં તેણે ક્યારેય  એ બાબતનો  અફસોસ નથી કર્યો.  તેને આ ફિલ્મમાં  કામ કરીને  ઘણું શીખવા મળ્યું એમ વિચારીને  તેણે સંતોષ માન્યો હતો.

'અલ્લાદ્દીન'  ની આ અદાકારાએ  ઉમેર્યું  હતું કે  તમને જે  પ્રસંગે  કે બાબતે  પાછા પાડવામાં આવ્યા હોય તેના વિશે ચોક્કસ  વાત કરવી જોઈએ.  આમ  કરવાથી તમે  જે અસલામતીનો  સામનો કર્યો  હોય છે તે તમને યાદ રહે છે.  તે વખતે  તમને એમ પણ લાગ્યું  હશે કે જમીન માર્ગ આપે તો તમે તેમાં સમાઈ જાઓ.   મને પણ  ૨૦૧૫માં  કરેલી   ફિલ્મ વખતે આવું જ લાગ્યું હતું.  મારા દ્રશ્યો  ફિલ્મમાંથી   એડિટ કરી  નાખવામાં આવ્યા હતાં. પરંતુ હવે મને એમ લાગે છે કે  ભૂલ કોઈનાથી  પણ થઈ શકે.  ભૂલ કરવી ગુનો નથી.  તમારી દરેક  ચૂક તમને કાંઈક  શીખવી જાય  છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gbYf1l
Previous
Next Post »