પહેલો સગો પડોશી .


- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી

- મમ્મીની આખમાં ઘેરી નિરાશા જોઈ એણે જ રાજેશને ટપાર્યો : 'મમ્મીની ઇચ્છા છે તો ડોક્ટરને કન્સલ્ટ કરવામાં જાય છે શું ? આપણી ગફલતમાં રોગ વધી જાય તો ?'

અ ડધી રાતે, સવાર પડયું જાણી બેઠા થઇ ગયેલા.

શકરાભાઈને પપ્પાને રાજેશે (જયેશે) પાછા સુવાડી દીધા. શાણીબહેન ઉજાગરાભરી આંખે સવારે ઉઠયા ત્યારે એમનું મન ચિંતાથી ઘેરાયેલું હતું : એમની ઇચ્છા પતિની માંદગી, એમનું દર્દ કયા પ્રકારનું છે તે જાણવાની ભયભરેલી ચિંતા હતી.

દીકરાને એમણે બીતા બીતા વિનંતીના રૂપમાં કહ્યું : 'રાજેશ ! આપણે કોઈ ડોક્ટરને બોલાવીએ તો ? નિદાન તો થાય !' મને એમની બહુ ચિંતા રહે છે.'

રાજેશ પણ એના પપ્પા શકરાભાઈ જેવો સમાજમાં નહિ ભળનારો, પોતાની રીતે જીવનારો જીવડો હતો.

એને પોતાના અંગતકામ સિવાય બીજા કોઈ પણ કામ કરવાનો કંટાળો હતો.

મમ્મીની વાત મંજરીને વાજબી લાગી હોવા છતાં, પપ્પાને માટે વિઝિટ પર ડોક્ટરને બોલાવવાનું તેને અપરુચિકર લાગ્યું.

મમ્મીની આખમાં ઘેરી નિરાશા જોઈ એણે જ રાજેશને ટપાર્યો : 'મમ્મીની ઇચ્છા છે તો ડોક્ટરને કન્સલ્ટ કરવામાં જાય છે શું ? આપણી ગફલતમાં ક્યાંક રોગ વધી જાય તો ?'

રાજેશે પત્ની સામે જરા ડોળા કાઢ્યા, પણ જાણ્યું કે મમ્મી બહુ ગભરાયેલાં છે. એણે એક જાણીતા M.B.B.S. ડૉક્ટરને ફોન જોડયો.

અડધા કલાકે ફોન લાગ્યો અને પોણા કલાક પછી ડૉ. ચિતાનિયા આવ્યા.

શાણીબહેનને મોટી રાહત થઈ. સખત બીમારીમાં ડોક્ટરનું આવવું તો ભગવાન આવ્યા જેવું લાગે એ ઘરઘરનો અનુભવ છે.

ડૉ. ચિંતાનિયાયે તાવ માપ્યો, બી.પી. તપાસ્યુ પણ એને ખાસ કશું જાણવા જેવું લાગ્યું નહિ. શકરાભાઈ એની સાથે એકી ટશે જોતા રહ્યા હતા. શાણીબહેનનો જીવ આશંકાથી ઘેરાયેલો હતો. ડોક્ટર બે શબ્દો દિલાસાના કહે તે માટે તેમની આંખો કાનરૂપે મંડાઈ રહી હતી.

ડોક્ટરે નિદાન ગોળગોળ આપતાં કહ્યું : 'આમ તો અત્યારે ઠીક લાગે છે, પણ કદાચ મગજના સેલ, જ્ઞાાનતંતુ કદાચ તકલીફ હોય એમ એમના હાવભાવ પરથી જણાય છે. કોઈ ન્યુરોલોજિસ્ટને બતાવી જુઓ એટલે ક્લીયર પીકચર મળશે.

શાણીબહેન ભાગી પડયાં. ન્યુરોલોજિસ્ટ કયો ડોક્ટર, કોણ એનું નામ પણ જાણે ? રાજેશમાં તો એવા કશા વેતા નહિ !'

એ ખુરશીમાં ફસડાઇ પડયાં. એમની હાલત જોઇને મંજરીને પણ મૂંઝારો થઇ આવ્યો.

એને એક વિચાર આવ્યો કે કદાચ વિશાલભાઈને ન્યુરોલોજિસ્ટ વિશે કંઇ ખબર હોય !

રાજેશે તરત વાત તોડી પાડી. વિશાલ તો સિવિલ એન્જિનીયર છે. એની ક્યાં ડોક્ટરીલાઈન છે. એ ક્યાંથી ડૉક્ટરોને ઓળખે ?

શકરાભાઈનું નિદાન પકડાતું ન હોવાથી બધાં જ ગભરાટમાં હતાં. પરી તો વીલીવીલી ફરતી હતી. એ કશું જ બોલતી નહોતી. દાદા સાથે જોતાં રડું રડું થઇ જતી હતી.

મમ્મીની આંખમાં આંસુ જોઈ પરી પણ રડી પડી.

આંખ લૂછ્યા ને બહાને એ ઓટલા પર આવી અને ત્યાં જ એ અચાનક ડૂસકે ચડી ગઈ. એનાં આંસુ જોવા ઘરમાં કે બહાર કોણ નવરું હતું ?

ઓફિસના સમયે વિશાલ એમના ઘર પાસેથી નીકળ્યો : અચાનક એની નજર પરીને ડૂસકા ભરતી રડતી જોઈ.

એકદમએ દોડી આવ્યો : 'પરી ! પરી ! બેટા ! શું થયું ? પરી મોટેથી રડી પડી. વિશાલે એને સોડમાં લીધીં. થાબડી.'

એમનો અવાજ સાંભળી મંજરી બહાર દોડી આવી. એની આંખો ય સૂઝેલી હતી. રડતી આંખે એણે પપ્પાની ન સમજાય એવી માંદગીની વાત કહી અને ઉમેર્યું કે એક ડાક્ટર કહે છે કે ન્યુરોલિજિસ્ટનો કેસ છે. મમ્મી કે પપ્પા એવા કોણ ડોક્ટરને ઓળખે ?' કહે છે કે પપ્પાના જ્ઞાાનતંતુ પર અસર છે ! તરત ઘરમાં દોડયો. શકરાભાઈની પાસે પહોંચી ગયો.

એને ય કેસ જરા વિચિત્ર લાગ્યો. શકરાભાઈ એની સામે જોઈ રહ્યા હતા.

વિશાલે એમની સામે જોઈ હાથ હલાવ્યો. સ્માઇલ આપ્યું.

શકરાભાઈ સહેજ સચેત થતા લાગ્યા. તેમણે વિશાલ સામે હાથ ઊંચો કર્યો. વિશાલે બધી વિગત આંટી અને મંજરી પાસે જાણી લીધી. એમનો કેસ સાવ સિરીયસ ના લાગ્યો. પણ એ ક્યાં ડોક્ટર હતો ?

એણે કહ્યું : 'ભાભી ! ચિંતા ન કરશો. અન્કલને જરૂર સારુ થઇ જશે. મારું અંતર સાક્ષી પૂરે છે.'

શાણીબહેને ભાવવિભોર થઇ હાથ જોડયો.

વિશાલને ય કોઈ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરની જાણ નહોતી. એની તો લાઈન જ જુદી હતી ને ?

પણ પગથિયાં ઉતરતાં એના હૃદયમાં સહજે ચમકારો થયો. વિભા ડોક્ટર હતી. એને કોઇક ન્યુરોલોજિસ્ટનો તો પરિચય કદાચ હોય.

એણે તાબડતોબ ફોન જોડયો. 'વિભા ! હું વિશાલ તારું અર્જન્ટ કામ પડયું છે. એક તાકીદનો અંગત કેસ છે. ફોન પર વિગત આપતાં જ વિભા સ્કૂટર પર દસેક મિનિટમાં જ આવી ગઈ.

વિશાલને નિરાંત થઇ. એણેય અન્કલની સ્થિતિ જરા ઝીણવટથી જોઈ. શકરાભાઈએ ન જાણે કેમ એને જોઇને બે હાથ જોડયા. એ સચેત લાગ્યા.

વિભાએ વિશાલ સાથે બહાર જઇને મંત્રણા કરી લીધી. 'વિશાલ ! ડૉક્ટર જયસ્વાલ ન્યુરોના એકસ્પર્ટ સર્જન છે. એની પોતાની હોસ્પિટલ છે એ વિઝિટ પર તો ના આવે, પણ અન્કલને એમની ખાનગી હોસ્પિટલે તપાસ કરાવવી લઇ જવાય તો ? વિભા સહજે અટકી... 'તો. પણ અન્કલને કેવી રીતે લઇ જવાય ?' વિશાલ પણ મૂંઝાયો.

અચાનક વિભા કહે : 'એમ્બ્યુલન્સમાં લઇ જવાય... જો આન્ટી માને તો !'

વિશાલની મુક્તિભરી સમજાવટથી શાણીબહેન સંમત થયાં. મંજરી પણ જરા મૂડમાં આવી.

વિશાલે શકરાભાઈને હિંમત આપતાં પૂરી સમજાવટથી તૈયાર કર્યા. શકરાભાઈ વિશાલ પર વિશ્વાસ મૂક્તા હોય તેમ એનો હાથ પકડી રહ્યા.

વિભાની ડોક્ટર લાઈનમાં પરિચિતતા બહુ કામ લાગી. શકરાભાઈને એમ્બ્યુલન્સમાં ડોક્ટર જયસ્વાલની હોસ્પિટલમાં લઇ જવાયા. ડોક્ટરે એમના ટેસ્ટના રિપોર્ટ જોયા એમને બરાબર ચકાસ્યા.

વિભા સાથે મેડિકલ ભાષામાં થોડીક ગુફતેગો કરી.

વિભાના મુખ પર સંતોષ જણાયો. એમણે દવા પણ લખી આપી અને કહ્યું આ દવા મોટા કેમિસ્ટને ત્યાં જ મળશે પણ જરૂરી છે.

વિભા જરા ખુમારીથી બોલી : 'અરે, ગમે ત્યાંથી લાવીશ. જયસ્વાલે શકરાભાઈને જરા હલહલાવી કહ્યું : 'અન્કલ ! ગભરાવવા જેવું ખાસ નથી. તમે ઓલરાઇટ થઇ જશો. ટેન્શન ના કરશો. આનંદમાં રહેજો.'

વિશાલ અન્કલને લઇ ઘેર આવ્યો. અડધા કલાકમાં વિભા પણ ડોક્ટરે સૂચવેલી ટેબ્લેટ લઇ આવી.

શકરાભાઈને ઘેર લાવ્યા પછી એ મૂડમાં આવવા લાગ્યા. વિશાલને હાથની ઇશારત કરી પાસે બેસાડયો. વિશાલને હાશ થઇ ગઈ.

બધાના જીવમાં જીવ આવ્યો વિભા અડધા કલાકમાં ટેબ્લેટ લઇ આવી.

અન્કલને તકિયે અઢેલીને બેસાડયા અને ટેબ્લેટ એણે જાતે ગળાવી. અન્કલની સાથે થોડી ત્રુટક વાતચીત પણ કરી. એને વિશ્વાસ બેઠો કે હવે તબિયતમાં સુધારો જણાશે જ.

મંજરીની આગ્રહ છતાં એણે ચા કે એવું કશું જ લીધું નહિ. 'મારે હજી તો ડયુટી  પર જવાનું છે એમ કહેતી એ વિદાય થઇ ગઈ.' વિશાલ સાંજ સુધી એમની પાસે જ રહ્યો

ફેન્ટાનો બેત્રણ વાર ફોન આવ્યો મંજરીએ જ વિવેક કર્યો : 'વિશાલભાઈ, તમે હવે જાવ. પપ્પાને ઠીક લાગે છે ભગવાન રક્ષા કરશે. શાણીબહેને ય મૂંગા આશીર્વાદ વરસાવ્યાં.'

રાતે ય વિશાલે બે ત્રણ વાર મંજરી ભાભીને ફોન પર અન્કલના સમાચાર પૂછ્યા.

અન્કલ દૂધ પીને નિરાંતે સૂતા હતા એમના મુખ પર શાંતિ દેખાતી હતી છતાં ચિંતામાં મોડી રાત સુધી બધા જાગતા રહ્યાં. મળસ્કે ઉંઘ આવી ગઈ સહુ નીરાત નિરાંતે વીતી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32qK4NP
Previous
Next Post »