આણંદ : આણંદ જિલ્લામાં ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન આણંદ શહેરમાંથી ૧૮ વર્ષીય યુવતી, ઉમરેઠ તાબે રઘાપુરાની ૨૫ વર્ષીય યુવતી અને કાસોર તાબે વિજયપુરાની ૧૮ વર્ષીય યુવતી રહસ્યમય રીતે લાપત્તા થઈ હોવાના ત્રણ અલગ-અલગ બનાવ અનુક્રમે આણંદ શહેર, ખંભોળજ અને ભાલેજ પોલીસ દફતરે નોંધાયા છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરના લોટીયા ભાગોળ નાના અડધની ધર્મશાળા પાછળ ડબગરવાડમાં રહેતા તેજપાલભાઈ ડબગરની પુત્રી એક્તા (ઉં.વ.૧૮) ગત તા.૫મી એપ્રિલના રોજ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થઈ હતી. તેણીની આસપાસના વિસ્તાર તેમજ સગાસંબંધીમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આ બનાવ અંગે બ્રીજેશભાઈ રમેશભાઈ ડબગરે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીની સઘન શોધખોળ આરંભી છે.ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના શીલી તાબે રધાપુરા પ્રાથમિક શાળા નજીક રહેતા વિનુભાઈ પ્રતાપસિંહ ગોહેલની પુત્રી હિરલબેન (ઉં.વ.૨૫) ગત તા.૫મી એપ્રિલના રોજ ઘરેથી ક્યાંક ચાલી જઈ ગુમ થઈ હતી. જે મોડી સાંજ સુધી પરત પરત ન ફરતા ચિંતિત બનેલ પરિવારજનોએ તેણીની આસપાસના વિસ્તાર સહિત સગાવ્હાલાઓમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવ અંગે તેણીના પિતા વિનુભાઈ પ્રતાપસિંહ ગોહેલે ખંભોળજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થવાના અન્ય બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાસોર તાબે વિજયપુરામાં સંતરામ મંદિર પાછળ ઈન્દિરા નગરીમાં રહેતા રંગાબેન બળવંતસિહ ગોહેલની દિકરી ભાવનાબેન (ઉં.વ.૧૮) ગત તા.૪ એપ્રિલના રોજ ઘરેથી ક્યાંક ચાલ્યા જઈ લાપત્તા થઇ હતી.
તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી આવી ન હતી. આ બનાવ અંગે રંગાબેને ભાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર યુવતીની શોધખોળ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fQtDlX
ConversionConversion EmoticonEmoticon