
- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- છત્તીસગઢમાં આપણાં લશ્કગરી દળો સામે હિંસક જંગ ખેલી રહેલા માઓવાદી ગેરીલા સૈનિકોની જાણવા જેવી રણનીતિ
- ભારતીય સુરક્ષાદળના ભડવીર જવાનો શારીરિક-માનસિક રીતે કસાયેલા હોવા છતાં તેમજ યુદ્ધ માટેની આકરી લશ્કનરી તાલીમ પામ્યા? હોવા છતાં સશસ્ત્ર સંઘર્ષમાં ગેરીલા સૈનિકો ફાવી કેમ જાય છે?
છત્તીસગઢના સુકમા જિલ્લારમાં આવેલાં ગાઢ જંગલોનું કો’ક અજ્ઞાત સ્થંળ કે જેનું સરનામું પરંપરાગત નકશામાં શોધ્યું જડે નહિ. સવારના પાંચ વાગ્યા છે. ચારેય તરફ નીરવ શાંતિનો સંચાર છે—અને ત્યારે ઊંચી કંપસંખ્યા નાં ધ્વાનિતરંગો વડે વાતાવરણને ચીરી નાખતી લાંબી, કર્કશ વ્હિસલ બજે છે. કેનવાસના ભાંગ્યા્-તૂટ્યા તંબૂમાં તંદ્રાધીન યુવક-યુવતીઓ ચાબુક ખાધેલા ઘોડાની માફક ઊભા થઈ જાય છે અને હડી કાઢીને વ્હિસલના અવાજ તરફ પહોંચે છે. પંદરથી પાંત્રીસ વર્ષના એ સૌ યુવક-યુવતીઓ ભૂતપૂર્વ ચીની શાસક માઓ ઝેદોંગ પ્રેરિત સામ્યવાદી વિચારસરણી ધરાવતા તેમજ ખુદને કોમરેડ તરીકે ઓળખાવતા નક્સલી guerrilla/ ગેરીલા/ છાપામાર સૈનિકો છે. વ્હિસલરૂપી મોર્નિંગ અલાર્મ બજ્યા પછી તેઓ પ્લેાટૂન (પલટણ) કમાન્ડાર પાસે શિસ્તાબદ્ધ ખડા રહી જાય છે અને કોમરેડને લશ્ક્રી અંદાજમાં સલામ કરી હાજરી પુરાવે છે.
આ ઔપચારિક વિધિ સંપન્નિ થયા પછી સૌ કોમરેડ તેમને આગલી રાત્રે સોંપાયેલાં કાર્યો જેવાં કે, પીવાનું પાણી ભરી લાવવું, સવારનો નાસ્તો બનાવવો, જમીન પર ખોડેલા તંબૂનો સંકેલો કરવો વગેરે આટોપવામાં પરોવાઈ જાય છે. દરેકનો ઝપાટો એટલો કે એકાદ કલાકના નજીવા સમયમાં તો પરવારી ગયા પછી પ્રત્યેછક કોમરેડ તંબૂ, પાથરણાં, ધાબળાં, ખાધાખોરાકીનો સામાન પીઠ પર લાદી તેમજ ઇન્સાતસ અને AK-47 જેવી રાઇફલ્સ ખભે ભરાવી પગપાળા કૂચ શરૂ કરી દે છે. બારથી પંદર કિલોગ્રામનો બોજો ઉપાડીને ગાઢ જંગલમાં દિવસભર ચાલતા રહેવું અને દરમ્યા ન વીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કાપી નાખવું તેમને માટે સામાન્યે બાબત છે. સૂર્ય ઢળ્યા પછી વનમાં વળી કોઈ અજ્ઞાત સ્થીળે ડેરો નાખીને રહેવાનું અને પોહ ફાટતાં નવી દિશામાં કદમ માંડવાના!
આ ક્રમ છત્તીસગઢના માઓવાદી નક્સલીઓ માટે રોજિંદો છે. જંગલમાં પેટ્રોલિંગ માટે નીકળતી સ્થાીનિક પુલિસની તથા સેન્ટ્રોલ રિઝર્વ પુલિસ ફોર્સ/ CRPFની સશસ્ત્રા ટુકડીની અડફેટે ચડી ન જવાય એ માટે નક્સલી ગેરીલા (છાપામાર) સૈનિકો કોઈ એક સ્થRળે દસેક કલાકથી વધુ સમય પસાર કરતા નથી. આમ છતાં દોઢસો-બસ્સોા કોમરેડ્સની બનેલી પલટણને ક્યારેક તો આપણા સંરક્ષણ દળના સશસ્ત્રગ જવાનોનો ભેટો થાય છે—અને ત્યાીરે ખેલાતી લોહીની હોળી એવી ભયંકર હોય કે ન પૂછો વાત. માતેલો સાંઢ લાલ કપડું જોઈને વીફરે તેમ ભારતીય સુરક્ષાકર્મીઅોને જોતાંવેંત ભડકતા માઓવાદી છાપામાર સૈનિકો તત્કાપળ જલ્લા દના રોલમાં આવી જાય છે. ઇન્સાકસ તથા AK-47 જેવી રાઇફલ્સલ વડે કરાતો હુમલો એટલો ઝડપી અને પ્રચંડ હોય કે ઘણી વાર ભારતીય જવાનોને પ્રતિકાર કરવાનો મોકો જ ન મળે.
એપ્રિલ ૩, ૨૦૨૧ના રોજ છત્તીસગઢમાં સુકમા જિલ્લાુના જંગલોમાં એવું જ બન્યુંડ. સશસ્ત્ર ગેરીલા સૈનિકો CRPF જવાનોની ટુકડીને ત્રણ બાજુથી ઘેરી વળ્યા. ગોળીઓની એટલી તીવ્ર બોછાર વરસાવી કે જવાનો વળતો જવાબ આપી ન શક્યા. આપણા બાવીસ સપૂતો વીરગતિ પામ્યાવ.
અગાઉ એપ્રિલ, ૨૦૧૭માં સુકમા ખાતે જ ૩૦૦ માઓવાદી સૈનિકોએ CRPFના ૨૬ જવાનો પર જાનલેવા હુમલો કર્યો હતો. ફરજ પરસ્તે જવાનો પ્રત્યે આક્રોશનો ભારેલો અગ્નિ૨ જાણે બુઝયો બુઝાતો ન હોય તેમ જલ્લાોદોએ તેમનાં મોઢાં રાઇફલના કૂંદા મારી મારીને વિકૃત કરી દીધાં. કેટલાકનું ગળું તીક્ષ્ણ છરી વડે કાપી નાખ્યું, તો અમુક જવાનોનાં અંગોનું વિચ્છેદન કરીને જંગાલિયતની હદ વટાવી દીધી.
આવા તો બીજા સેંકડો બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે, કારણ કે માઓવાદી વિચારસરણીના નક્સલીઓ વિરુદ્ધ આપણા અર્ધલશ્કારી દળોનો જંગ આજકાલનો નથી. કમ સે કમ સાડા ચાર દાયકાથી તે ચાલી રહ્યો છે. ૧૯૯૭થી લઈને આજ દિન સુધીમાં લગભગ ૩,૪૦૦ જવાનો નક્સલી છાપામાર સૈનિકોનો ભોગ બની ચૂક્યા છે. ૧૯૯૭ પહેલાંનાં વર્ષોનો મૃત્યુ,આંક જુદો ગણવાનો, જે નાનોસૂનો તો હોય નહિ.
આ સંદર્ભે એક સ્વાનભાવિક સવાલ થાય કે સેન્ટ્રલલ રિઝર્વ પુલિસ ફોર્સ/ CRPF જેવા સુરક્ષાદળના ભડવીર જવાનો શારીરિક-માનસિક રીતે કસાયેલા હોવા છતાં તેમજ યુદ્ધ માટેની આકરી લશ્ક રી તાલીમ પામ્યાશ હોવા છતાં સશસ્ત્ર સંઘર્ષમાં ગેરીલા સૈનિકો ફાવી કેમ જાય છે? શા માટે આપણે આટઆટલા જવાનોનો ભોગ આપવાનો થાય છે? પૂર્વાપરના સંબંધ સાથે જવાબ તપાસીએ.
■■■
નક્સલવાદનો ઉદ્ભવ આજથી સાડા પાંચ દાયકા પહેલાં પશ્ચિમ બંગાળના નક્સલબાડી નામના ગામે થયો—અને તે માટે નિમિત્ત બનેલું કારણ ત્યાંના જમીનદારો દ્વારા ખેતમજૂરોનું અમાનુષી શોષણ હતું. ખેતરોમાં કાળી મજૂરી કરનાર ગરીબ, અબુધ લોકોને સાવ મામૂલી રકમ આપનાર પૈસાપાત્ર જમીનદારોની જોહુકમી સામે કેટલાક સામ્યવાદી આગેવાનો મેદાને પડ્યા. ખેતમજૂરોને થતા ઘોર અન્યાય સામે પહેલાં તેમણે અવાજ ઉઠાવ્યો અને પછી સામ્યવાદી ચીને વાયા નેપાળ નક્સલબાડી મોકલાવેલાં શસ્ત્રો ઉઠાવ્યાં. નેપાળના માર્ગે ચીનથી માત્ર શસ્ત્રો જ નહિ, પણ guerrilla warfare/ ગેરીલા યુદ્ધનીતિનું પણ આગમન થયું હતું. (જો કે વર્ષો અગાઉ શિવાજી મહારાજ તે નીતિ અખત્યાrર કરી ચૂક્યા હતા.) દુશ્મુન પર ઓચિંતી ઘાત લગાવવી, ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ તબાહી સર્જવી અને શત્રુ વળતો પ્રહાર કરવા માટે હોશ સંભાળે તે પહેલાં નાસી છૂટવું એ ગેરીલા યુદ્ધની રણનીતિ છે.
આજે જાણીને નવાઈ લાગે કે યુદ્ધની આવી પ્રણાલીના પ્રસારક ચીનના સામ્ય વાદી નેતા માઓ ઝેદોંગ હતા. સંપન્ની ખેડૂત કુટુંબમાં જન્મે લા માઓનું લશ્કતરી બેકગ્રાઉન્ડો શૂન્યક હતું. રણનીતિ તેઓ ભણ્યા નહોતા. બલકે, તેઓ રાજનીતિના માણસ હતા. ચીનની એકેય લશ્કગરી અકાદમીનાં પગથિયાં તેઓ ચડ્યા નહોતા. લશ્કડરી દાવપેચ સમજવા-સમજાવવા માટે આટઆટલી ગેરલાયકાતો હોવા છતાં માઓએ ૧૯૩૭માં ‘On Guerrilla Warfare’ શીર્ષક હેઠળ છાપામાર હુમલાની રણનીતિનું પુસ્તઓક લખ્યુંા. ચીન ત્યા’રે જાપાની હકૂમત તેમજ જોહુકમી હેઠળ હતું. દેશની પ્રજાને વિના લશ્કઓરી તાલીમ લીધે પણ સૈનિક બનાવવાના આશયે માઓએ લખેલા પુસ્ત કની લાખો નકલો વેચાઈ. વખત જતાં ગેરીલા દાવપેચનો ફેલાવો બીજા એશિયાઈ દેશોમાં થયો.
ઉદાહરણ તરીકે, વિયેતનામના સ્થાુનિકોએ તો ગેરીલા રણનીતિથી અમેરિકન સૈન્ય ને વિયેતનામ યુદ્ધમાં (૧૯પપથી ૧૯૭પ) ખોખરું કરી નાખ્યું. અમેરિકાના અત્યાહધુનિક આયુધો વિયેતકોંગ કહેવાતા ગેરીલા સૈનિકોની છાપામાર ઘાત સામે સૂરસૂરિયાં સાબિત થયાં. દિમાગમાં ધધૂકતો જ્વાળામુખી અને જીભ પર ધગધગતા અંગારા લઈને ફરતા અમેરિકાના ફાયરબ્રાન્ડત મિજાજના તથા આખા બોલા લશ્ક રી સેનાપતિ જનરલ જ્યોર્જ પેટનના શબ્દોર અક્ષરશઃ સાચા પડ્યા. શબ્દોલ આમ હતાઃ ‘Wars may be fought with weapons, but they are won by men.’
ભાવાર્થઃ યુદ્ધો ભલે આધુનિક આયુધો વડે ખેલાતાં હોય, પણ આખરે જીત તો રણભૂમિમાં પરાક્રમો કરનાર યોદ્ધો અપાવે છે.
■■■
ચીન પછી મ્યાાનમાર, વિયેતનામ, નેપાળ જેવા દેશોમાં પ્રસરેલી ગેરીલા રણનીતિનું આપણા દેશમાં આગમન સાડા પાંચ દાયકા પહેલાં થયું. નક્સલબાડીમાં ઉદ્ભાવેલા નક્સલવાદના પગલે રીતસરનો લોહિયાળ જંગ શરૂ થયો, જેમાં પહેલો ભોગ જમીનદારો બન્યા અને ત્યાર પછી ભ્રષ્ટ પુલિસ અધિકારીઓનો તેમજ રાજકારણીઓનો વારો આવ્યો. પૈસાની લાલચે જમીનદારોની તેમજ રાજકારણીઓની તરફેણમાં અને શ્રમિકવર્ગની વિરુદ્ધમાં કાનૂની ચુકાદો આપનાર ન્યાયાધીશોને ઠાર મરાયા. બ્લેક માર્કેટિંગ કરતા વેપારીઓ, લાંચરુશવત વડે તગડા સરકારી કોન્ટ્રાક્ટ મેળવતા ઠેકેદારો, ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક પાણીના ભાવે આંચકી ત્યાં ઔદ્યોગિક એકમો સ્થાપનાર ઉદ્યોગપતિઓને પણ નક્સલીઓએ મોતભેગા કર્યા.
ક્રાંતિની આગના ભડકા વર્ષોવર્ષ વધતા રહ્યા અને છેવટે તેણે દાવાનળનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આજે દાવાનળ ભારતનાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોને ઘેરી વળ્યો છે, જ્યાંના નક્સલગ્રસ્ત જિલ્લાઓમાં સશસ્ત્ર ગેરીલાઓનું રાજ ચાલે છે. જોરજુલમ અને ધાકધમકી વડે તેઓ લખલૂટ નાણાં મેળવે છે. ખંડણી, હપતા, કમિશન વગેરે થકી નક્સલવાદી સંગઠનોને મળતી આવકનો વાર્ષિક આંકડો રૂપિયા ૨૦૦૦ કરોડ જેટલો છે.
સાડા પાંચ દાયકા પહેલાં પીડિત ખેતમજૂરોને ન્યાય અપાવવાના આશયે નક્સલબાડી ગામે શરૂ થયેલી ક્રાંતિ સાવ વિપરીત ફાંટે વળી તેની સૌથી માઠી અસર આપણા CRPF જેવા સુરક્ષાદળોના જવાનોએ ભોગવવાની થઈ છે, જેમના માથે સરકારે નક્સલોને દાબમાં રાખવાનો કાર્યભાર નાખી દીધો છે. આ સૈનિકોને નક્સલો પોતાના કટ્ટર શત્રુ ગણે છે, એટલે ‘દેખો ત્યાં મારો’ના ધોરણે તેમને ખતમ કરી દે છે. આ માટે નક્સલીઓએ અપનાવેલી પેંતરેબાજી સમજવા જેવી છે.
■■■
આરંભમાં જણાવ્યું તેમ સશસ્ત્ર નક્સલીઓ ગાઢ જંગલોમાં બંજારા જેવું ખાનાબદોશ જીવન વીતાવે છે. જંગલના ખૂણેખૂણાથી તેઓ વાકેફ છે. બલકે, એમ કહેવું પડે કે વનનો નકશો તેમના દિમાગમાં છપાઈ ચૂક્યો છે. (આ લાભ CRPFના જવાનોને મળી શકતો નથી.) આથી જંગલમાં કયા રસ્તાા સલામત છે અને ક્યાં CRPFની પેટ્રોલ ટુકડીનો ખતરો એ નક્સલીઓ પાકા પાયે જાણે છે. આપણા જવાનોને ગુમરાહ કરવા માટે તેમણે જંગલમાં અનેક ઠેકાણે પૂતળાં ઊભાં કર્યાં છે. પૂતળાનો દેખાવ હૂબહૂ કોઈ સૈનિક જેવો હોય. હાથમાં ડમી રાઇફલ પણ ખરી! ઝાડી-ઝાંખરા પાછળ જ્યાં તે ઊભું કરેલું હોય એ તરફ જવાના માર્ગે નક્સલીઓ જમીનમાં ઊંડા ખાડા રચી અંદર લાકડાના અણિયાળા ભાલા ખોડી દે અને ત્યાનર બાદ ખાડાને સૂકી, બટકણી ડાળો તેમજ પાંદડાથી ઢાંકી દે. ગેરીલા યુદ્ધની પરિભાષામાં આવા ખાડા spiked pits તરીકે ઓળખાય છે. સ્પા ઇક એટલે કાંટા અને પિટ = ખાડો.
વનમાં પેટ્રોલિંગ માટે નીકળેલી CRPF ટુકડીનું ધ્યાાન એકાદ પૂતળા તરફ જાય અને રખે કેટલાક જવાનો તે દિશામાં આગળ વધે ત્યાCરે ન બનવાકાળ બને છે. જવાનના શારીરિક વજનથી સૂકી ડાળો ભાંગી પડતાં જવાન સ્પા ઇક્ડ પિટમાં જઈ પડે, જ્યાં ખોસેલા અણિયાળા ભાલા કાં તો તેને ગંભીર રીતે જખમી કરે અથવા તેનો જાન લે. આ કરપીણ દૃશ્યવના પ્રત્યણક્ષ સાક્ષી બનતા અન્ય જવાનો માનસિક રીતે હચમચી જાય છે. દિવસો સુધી એ દૃશ્યા તેમને ભૂલ્યુંક ભુલાતું નથી. ગેરિલા વોરફેરની એ રણનીતિ છેઃ દુશ્મ નના મનમાં પોતાની ધાક બેસાડી દો!
ઘણી વાર ગેરીલા સૈનિકો પૂતળાની ઇર્દગિર્દ Improvised Explosive Device/ IED કહેવાતા બોમ્બાની બિછાત પણ કરી દે છે. સપાટીથી થોડા સેન્ટિvમીટર નીચે જમીનમાં ઓઝલ રહેતા આવા બોમ્બે પર કોઈ જવાનનો પગ પડે ત્યાણરે એટલો જોરદાર વિસ્ફો/ટ થાય કે આસપાસના અમુક મીટર દાયરામાં ઊભેલું કોઈ જીવતું બચવા ન પામે.
દુશ્મમનથી છુપાતા ફરવું, પણ પોતે દુશ્મએનને સતત શોધતા રહી લાગ મળ્યે તેને ખતમ કરી દેવો એ યુદ્ધની ગેરીલા પેંતરાબાજીનો નિયમ છે. માઓવાદી સૈનિકોએ તે અપનાવ્યો છે. જંગલમાં અહીંથી તહીં ભટકતી તેમની પલટણ CRPFના કાફલાની નજરે ન ચડે, પણ પલટણના અમુક કોમરેડ કાફલા પર સતત નજર રાખે છે. યોગ્યફ લાગ મળે કે તરત સેંકડો ગેરીલા આપણા મુઠ્ઠીભર જવાનોને ઘેરો ઘાલી સશસ્ત્રે હલ્લોફ બોલાવે. ગણતરીની મિનિટોમાં આટોપાઈ જતો છાપામાર અટેક કર્યા પછી ‘મારો અને ભાગો’ નીતિ મુજબ જંગલમાં નાસી છૂટતાં પહેલાં તેઓ આપણા જવાનોની રાઇફલો અને કારતૂસો ધાપી જવાનું ચૂકતા નથી.
દુશ્મંનની હિલચાલ અંગે રજેરજની જાણકારી છાપામાર યુદ્ધ પ્રણાલીની પ્રાથમિક આવશ્યતકતા છે, કેમ કે શત્રુ પર હુમલો ક્યાં અને ક્યારે કરવો તે આવી બાતમીને આધીન છે. માઓવાદી નક્સલીઓએ તે માટે સ્થાતનિક આદિવાસીઓને નાણાંના પ્રલોભને ફોડી પોતાના બાતમીદાર બનાવ્યા છે. ભારતીય સુરક્ષાદળની એકાદ ટુકડી કોઈ ગામમાંથી પસાર થાય ત્યાતરે બાતમીદાર તે અંગેની જાણકારી ગેરીલા પ્લેયટૂન કમાન્ડટરને પહોંચતી કરી દે છે. ઇન્ટેીલિજન્સ નું આવું નેટવર્ક આપણું સુરક્ષાદળ પૂરતા પ્રમાણમાં સ્થાાપી શક્યું નથી. પરિણામે ‘જાણે તે જીતે’ ઉક્તિ મુજબ માઓવાદી નક્સલીઓ હંમેશાં CRPF કરતાં એક ડગલું આગળ રહે છે.
આ બધા અને આવા બીજા ઘણાબધા દાવપેચ લડાવી જાણતા માઓવાદી ગેરીલાઓ સામે બાથ ભીડવા શું આપણા જવાનો કાબેલ નથી? નિઃશંક તેઓ સક્ષમ જ હોય! મિઝોરમમાં આવેલી ગેરીલા વોરફેર સ્કૂ લમાં દેશના ચુનંદા જવાનોને જંગલ યુદ્ધના પેંતરા શીખવવામાં આવે છે. નક્સલો સામે લડવા માટે CRPFનું તો કોબ્રા નામનું ખાસ કમાન્ડોં દળ છે. આમ છતાં (એપ્રિલ ૩, ૨૦૨૧ના રોજ છત્તીસગઢના સુકમા ખાતે બન્યુંા તેમ) આપણા જવાનોએ વારંવાર નક્સલોનો ભોગ બનવું પડે છે.
આની પાછળ એક વ્યૂભહાત્મેક કારણ જવાબદાર છેઃ ગેરીલા વોરફેરમાં સરપ્રાઇઝનું તત્ત્વ જંગનું પરિણામ બદલી દેતું હોય છે. દુર્ભાગ્યેણ એ તત્ત્વ નક્સલ સેનાના પક્ષે છે. આ ખોટની કિંમત દેશના જવાનોએ પોતાનું લોહી રેડીને ચૂકવવાની થાય છે. તકદીરનો ખેલ કે તેમણે આર્થિક સમૃદ્ધિ આપતા નોકરી-ધંધા અપનાવવી લેવાને બદલે રાષ્ટ્ર સેવામાં ઝંપલાવ્યું અને દેશની આંતરિક સુરક્ષા માટે જીવતાજીવત તો ઠીક, વીરગતિ પામ્યાક પછી પણ દેશબાંધવો માટે તેઓ ગુમનામ રહી ગયા. આ અજાણ્યા જવાઁમર્દોને તેમની સેવા બદલ યાદ ન રાખીએ અને તેમના પ્રત્યેર કૃતજ્ઞતા ન રાખીએ તો પ્રજા તરીકે આપણે નમાલા ગણાઈએ.
છેલ્લેે એક માનભરી સલામ સેન્ટ્ર લ રિઝર્વ પુલિસ ફોર્સ/ CRPFના એ બાવીસ સદ્ગાત જવાનોને કે જેઓ એપ્રિલ ૩, ૨૦૨૧ના રોજ છત્તીસગઢમાં માઓવાદી સંગઠન દ્વારા કરાયેલા ઓચિંતા હુમલામાં વીરગતિ પામ્યાર. આવી દુખદ ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તેવી અંતરમનની લાગણી સાથે જય હિંદ! જય હિંદ કી સેના! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a29R35
ConversionConversion EmoticonEmoticon