- જેમાં અન્ય કોઇ ફિલ્મનું શૂટિંગ કરવાની મંજૂરી નહીં
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ કફોડી થતી જાય છે. દિવસે દિવસે કોરોનાના દરદીઓમાં અગણિત વધારો થઇ રહ્યો છે. આવી ચિંતાજનક સ્થિતિમાં પણ અમિતાભે પોતાની આવનારી ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી દીધી છે.
અમિતાભની આવનારી ફિલ્મ ગુડબાયની નિર્માત્રી એકતા કપૂર છે, જે કારકિર્દીમાં પહેલી વખત બોલીવૂડના મહાનાયક સાથે કામ કરી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલનું છે. અમિતાભે ૪ એપ્રિલ રવિવારથી આ ફિલ્મનું શૂટિંગ મુંબઇના ચાંદીવલી સ્ટુડિયોમાં શરૂ કરી દીધું છે. જે માં તેમની સાથે દક્ષિણ ભારતની અભિનેત્રી રશ્મિકા મંદાના કામ કરી રહી છે.
અમિતાભે બ્લોગ પર જણાવ્યું હતુ ંકે,મુંબઇમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. પરંતુ મેં નિર્માતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. શૂટિંગ દરમિયાન શૂટિંગ સ્થળ પર ત્રણ-ચાર વખત રિંગ્સ સેનેટાઇઝ કરવામાં આવે છે. અમારા આ પ્રોજેક્ટ માટે જ આખો સ્ટુડિયો બુક કરવામાં આવ્યો છે. સ્ટુડિયો બહુ મોટો હોવાથી ઘણી જગ્યા ખાલી છે, પરંતુ કોરોના વાયરસને કારણે બગડેલી પરિસ્થિતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સમય હતો જ્યારે આ સ્ટુડિયોમાં એક સાથે ૧૦-૧૦ ફિલ્મોના શૂટિંગ થતા હતા.
ઉલ્લેખનીય છે કે, ચાંદીવલી સ્ટુડિયો મુંબઇના અંધેરી પૂર્વમાં આવેલો છે. જ્યાં વધુ પડતા શૂટિંગ સિરીયલોના કરવામાં આવતા હોય છે. બિગ બીએ વધુમાં શેર કર્યું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એક પણ ફિલ્મ એવી નથી જેના એક પણ દ્રશ્યોનું શૂટિંગ આ સ્ટુડિયોમાં થયું ન હોય,
અમિતાભે વધુમાં જણાવ્યું હતુ ંકે, મારી સાત હિંદુસ્તાની ફિલ્મથી લઇને મારી કોઇને કોઇ ફિલ્મના દ્રશ્યો આ સ્ટુડિયોમાં ફિલ્માવામાં આવ્યા છે. કાશ્મીર હોય અથવા તો દુનિયાની કોઇ પણ લોકેશનનું દ્રશ્ય દિગ્દર્શકને પસંદ ન આવે તો એ સીનને ચાંદીવલીના સ્ટુડિયોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39HXvgE
ConversionConversion EmoticonEmoticon