
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 16 એપ્રિલના આપણે સ્નેહરશ્મિની 11મી જયંતિ ઉજવીશું અને 17 એપ્રિલના જ વિશ્વભરમાં 'હાઇકુ પોએટ્રી ડેની ઉજવણી કરવામાં આવશે
- 17 એપ્રિલ: હાઇકુ કાવ્ય દિવસ
- સ્નેહરશ્મિ
ક વિતા અને કવિઓનું વિશ્વ જ નિરાળું હોય છે. શબ્દોની ગૂંથણી દ્વારા જડ-ચેતનની લાગણીઓની વાચા આપવાની એમની આવડત અદ્વિતિય છે. કવિતા નામના વટવૃક્ષમાં આવેલી વિવિધ વડવાઇ પૈકીની એક એટલે હાઇકુ. પ્રાચિન કાળમાં વિશ્વના વિવિધ દેશમાં રાજદરબાર ભરાતા. જેમાં વિદ્વાનો, તજજ્ઞાોની સાથે કવિઓને પણ આગવું સ્થાન અપાતું હતું. આરબ દેશના રાજદરબારમાં કવિઓ ગઝલ-મુક્તક કહેતા જ્યારે તેવી જ રીતે જાપાનના રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતાં. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ૫-૭-૫-૭-૭ની શ્રુતિ રહેતી. તેમાંથી ૧૭મી સદીમાં બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું સ્વરૂપ સર્જ્યું તેને હાઈકુ કહેવાય છે. પ્રારંભમાં તે હોક્કુ ત્યારબાદ હાઈકાઈ અને તેમાંથી અંતે નામ થયું હાઈકુ. ૫-૭-૫ શ્રુતિવાળું હાઇકુ નામનું આ કાવ્યસ્વરૂપ ખૂબ જ જટિલ છે. ટૂંકમાં કહેવામાં આવે તો કાવ્યનું જે સર્જન અણુમાં વિરાટનું દર્શન કરાવે તે હાઈકુ. હાઈકુના જનક એવા બાશોના મતે-જ્યારે સંવેદનશીલ મન જડ-ચેતન પદાર્થોમાં કોઇ અદ્વિતિય ભાવ અનુભવે, કોઇ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે તે પણ ૫-૭-૫ના શબ્દોની ગોઠવણમાં જ ત્યારે હાઈકુનો જન્મ થાય છે.
ગઝલના શેર કરતાં પણ હાઈકુ વધુ લઘુ સ્વરૂપ છે. હાઈકુ અને તાન્કા બંને જાપાની કાવ્ય પ્રકાર છે. જાપાની ભાષામાં અક્ષર આખ બોલાય છે, એવું ગુજરાતીમાં નથી. જેના કારણે જાપાની ૧૭ અક્ષરો બરાબર ગુજરાતી ૧૭ અક્ષરો એવું સમિકરણ અહીં કામ લાગે તેમ નથી. આમ, ગુજરાતી ૧૭ અક્ષરમાં હાઈકુ લખવું વધારે કસોટી કરનારું છે. હાઈકુનું બંધારણ ૫-૭-૫ અક્ષરોનું હોય છે. કેટલાક કવિઓ ૪-૯-૪નું બંધારણ રાખીને ૧૭ અક્ષરનો તાળો મેળવી આપે છે અને તેને હાઈકુમાં ખપાવી દે છે. પરંતુ ૧૭ અક્ષર તેનું બાહ્ય બંધારણ છે અને વિસ્મય-ચમત્કૃતિપૂર્ણ પ્રાગટયથી તેનું આંતરિક બંધારણ નીખરે છે. હાઈકુના બંધારણમાં ૫-૭-૫ની વધ-ઘટ ક્ષમ્ય તો નથી જ. લઘુકાવ્ય કરતાં પણ હાઈકુનું સ્વરૂપ અલગ છે. હાઈકુમાં કશું પણ બોધાત્મક ન હોય. પ્રકૃતિનું શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે જ બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઉઠે તે અર્થ પ્રતિપાદિત કરે. ટૂંકમાં કહીએ તો, ૫-૭-૫ના શબ્દ બંધારણથી જે શબ્દચિત્ર રચાયું તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિનો જે રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય તેવી અનૂભૂતિ થવા લાગે તો ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું કહી શકાય.
આપણી ભાષામાં સોનેટ-ગઝલ જેવા કાવ્ય પ્રકારો વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળીને પાંગર્યા. એ જ રીતે ૨૦મી સદીના પ્રારંભે કવિ સ્નેહરશ્મિના હાથે હાઈકુ ગુજરાતી ભાષામાં પાંગર્યું. યોગાનુયોગ છે કે, ૧૬ એપ્રિલના આપણે સ્નેહરશ્મિની ૧૧મી જયંતિ ઉજવી અને ૧૭ એપ્રિલના જ વિશ્વભરમાં 'હાઇકુ પોએટ્રી ડેની ઉજવણી કરવામાં આવે છે. સ્નેહરશ્મિનો હાઈકુસંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬નાં પ્રગટ થયો હતો અને તેને આજે પણ ગુજરાતી હાઈકુવિશ્વમાં ધુ્રવ તારો સમાન ગણવામાં આવે છે. આ ઉપરાંક રાજેન્દ્ર શાહ, ઉશનસ્, પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ જેવા કવિઓએ પણ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યું.
કેટલાક સુંદર હાઈકુના વિશ્વની શબ્દયાત્રા
હિંમશિખરે
ફૂટે પરોઢ: અહો
સૂર્ય હાઇકુ
-સ્નેહરશ્મિ
ઉડી ગયું ક
પંખી કૂંજતુંઃ રવ
હજીયે નભે
-સ્નેહરશ્મિ
પવન કરે
વાત બેવડ વળી
ડાળીઓ હસે
-પન્ના નાયક
શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા...
-પન્ના નાયક
કાલે ખેતરે
ગાડું, ને આજે ત, લો
ખેતર ગાડે
-ઉશનસ્
ફરતી પીંછી
અંધકારની દીપ
નહીં રંગાય.
-સ્નેહરશ્મિ
દેવદર્શને
ગયો મંદિરે: જુએ
વેણીના ફૂલ
-સ્નેહરશ્મિ
ઝાપટું વર્ષી
શમ્યુ, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
-સ્નેહરશ્મિ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a7K21R
ConversionConversion EmoticonEmoticon