નડિયાદમાં ખાણી પીણીની દુકાનો રાતે 9 વાગ્યા પછી બંધ કરવાના નિર્ણયનો વિરોધ


નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં રાતે ૯  વાગ્યા પછી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટરન્ટ બંધ કરાવવાના નિર્ણય સામે વેપારીઓએ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં રાતે દુકાનો બંધ કરવાનો સમય ૯ને બદલે ૧૦ કરવાની વિનંતી કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં કોરોનાના વધતા સંક્રમણને ખાળવા તંત્ર દ્વારા રાત્રીબજાર બંધ કરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ખાણીપીણાની દુકાનો અને લારીગલ્લા રાતે ૯ પછી બંધ કરાવી દેતા હોવાનું જોવા મળ્યું છે. આ સામે રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓએ આજે જિલ્લા અધિક કલેક્ટર રમેશ મેરજાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીને લીધે વેપારીઓએ ભારે હાલાકી ભોગવવાની આવી છે. થોડા મહિનાથી ફરી વેપાર શરૂ થયું છે. વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ખાણીપીણીની દુકાનો બંધ કરાવવાનો સમય રાતે ૯ને બદલે ૧૦ કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39GURYh
Previous
Next Post »