
કઠલાલ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામથકમાં ૪ વાગ્યાથી સ્વૈચ્છીક અપીલની અસર જોવા મળી ન હતી. તાજેતરમાં જ સ્થાનિક તંત્રએ ૪ વાગ્યાથી વેપારીઓને સ્વૈચ્છીક બંધ પાળવા અપીલ કરી હતી, તેમ છતાં આજે ૪-૩૦ વાગ્યા પછી પણ શહેરનાં બજારો ખુલ્લાં જોવાં મળ્યાં હતાં.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામથકમાં ૪ વાગ્યાથી સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ બિનઅસરકારક રહી હોવાનું જોવા મળ્યું છે. કોરોના મહામારીના સમયમાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારના ૮ વાગ્યાથી રાત્રી કરફ્યુના નિર્ણય પછી ઘણાં શહેરોમાં ૪ વાગ્યાથી સ્વૈચ્છીક બંધ પાળવાની અપીલ સ્થાનિક સત્તા દ્વારા કરવામાં આવી છે. કઠલાલ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા સ્થાનિકો વેપારીઓ અને દુકાનદારોને ૪ વાગ્યા પછી બજાર બંધ રાખવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી. જોકે શનિવારે સાંજ સુધી દુકાનો ખુલ્લી રહી હતી. નગરના બજારોમાં સ્વૈચ્છીક બંધની અપીલની કોઈ અસર થઈ હોય તેવું જોવા મળ્યું ન હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fWUhtu
ConversionConversion EmoticonEmoticon