નડિયાદમાં સતત બીજા દિવસે 4 વાગ્યા પછીના બંધને મિશ્ર પ્રતિસાદ


નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં રાત્રી કરફ્યુનો કડક અમલ થઈ રહ્યો છે તો સતત બીજા દિવસે ૪ વાગ્યા પછીના સ્વૈચ્છીક બંધને અમુક વેપારીઓએ સહકાર નથી આપ્યો. બીજા દિવસે પણ ઘણા વિસ્તારોમાં અમુક દુકાનો સાંજે ૫-૩૦ સુધી ખુલ્લી જોવા મળી હતી.

કોરોનાના વધતા કેસો સામે નડિયાદ શહેરમાં રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે રાતે ૮ વાગ્યાથી બંધ જાહેર કરવામાં આવ્યો છે, પણ પાલિકાની અપીલના પગલે વેપારીઓએ ૪ વાગ્યાથી સ્વૈચ્છીક બંધ જાહેર કર્યો છે. 

જોકે ઘણા વેપારીઓ, દુકાનદારો અને નાના ધંધાવાળાઓ ૫-૩૦ વાગ્યા સુધી ચાલુ જોવા મળ્યા હતા. શહેરના સંતરામ રોડ, વાણીયાવાડ રોડ, ઉતરસંડા રોડ સહિત અનેક વિસ્તારોમાં દુકાન અને શો-રૂમ ખુલ્લાં જોવાં મળ્યાં હતાં. પાલિકા સભ્યો દુકાનો બંધ કરાવવા નીકળ્યા હોય તેવાં પણ દ્રશ્યો જોવા મળ્યા હતાં.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31XPXSC
Previous
Next Post »