- નવેમ્બર મહિનામાં ડાબા હાથે ફ્રેક્ચર થયા બાદ બીમારીની જાણ થઈ હતી
નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર
દિગ્ગજ અભિનેત્રી કિરણ ખેર મલ્ટીપલ માઈલોમા, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે તેનાથી પીડાઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલ મુંબઈ ખાતે તેમની સારવાર ચાલી રહી છે. 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચંદીગઢમાં સારવાર દરમિયાન તેમને મલ્ટીપલ માઈલોમા હોવાની જાણ થઈ હતી.
ત્યાર બાદ 4 ડિસેમ્બરના રોજ તેઓ સારવાર માટે મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ તેમને સપ્તાહમાં એક રાત હોસ્પિટલમાં વિતાવવી પડે છે. ઉપરાંત સતત તપાસ માટે હોસ્પિટલ જવું પડે છે. આ બીમારી તેમના ડાબા હાથથી જમણા ખભા સુધી ફેલાઈ ગઈ હતી. ડિસેમ્બરમાં તેમને મુબંઈ એરલિફ્ટ કરાયા ત્યારથી તેમની સારવાર ચાલુ છે.
કિરણ ખેર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ નથી થયા પરંતુ તેમને દરરોજ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ જવું પડે છે અને તેમની તબિયત સુધારા પર છે. આ બીમારીમાં લોહીમાં શ્વેતકણ સંબંધી મુશ્કેલી અનુભવાય છે. તેમાં કેન્સરના કોષ બોન મેરોમાં જમા થવા લાગે છે અને તંદુરસ્ત કોષને પ્રભાવિત કરે છે.
મલ્ટીપલ માઈલોમા વિશ્વના તમામ પ્રકારના બ્લડ કેન્સરમાં બીજા ક્રમે છે. પહેલા તેની કોઈ સારવાર નહોતી પરંતુ હવે તેનો ઈલાજ સંભવ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uaE1Zz
ConversionConversion EmoticonEmoticon