ટિસ્કા ચોપરાને લાગ્યું દિગ્દર્શનનું ઘેલું

- સામાન્ય રીતે અભિનેત્રીઓ પાસે કામ ન હોય ત્યારે તેઓ નિર્માણ કે દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવે છે. પરંતુ મારી પાસે કામનો દુકાળ નહોતો. 'તારે જમીં પર', 'કિસ્સા', 'રહસ્ય' જેવી ફિલ્મોમાં જોવામ મળેલી ટિસ્કા ચોપરા કહે છે કે મેં દિગ્દર્શન ક્ષેત્રે આવવાનો મારો નિર્ણય લીધો છે


'તા રે જમીં પર' ફિલ્મથી લોકપ્રિયતાના શિખરો સર કરનાર અભિનેત્રી ટિસ્કા ચોપરાએ પહેલી વખત દિગ્દર્શિત કરેલી શોર્ટ ફિલ્મ 'રૂબરૂ'ને સુંદર પ્રતિસાદ મળ્યો અને હવે તે ફીચર ફિલ્મનું ડાયરેક્શન કરવાના મૂડમાં છે. 

અદાકારા કહે છે કે મેં વર્ષ ૨૦૧૬માં શોર્ટ ફિલ્મ 'ચટણી' પર કામ શરૂ કર્યું ત્યારે મને દિગ્દર્શનમાં મઝા પડવા લાગી. આ ફિલ્મની હું સહલેખિકા અને નિર્માત્રી પણ હતી. મેં તેમાં અભિનય પણ કર્યો હતો. સમગ્ર ફિલ્મ બનાવવામાં મેં ભાગ લીધો ત્યારે મને ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં રસ પડવા  લાગ્યો. તેથી મેં દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કર્યું. વાસ્તવમાં તે વખતે જ મને ખ્યાલ આવ્યો કે મને ફિલ્મ સર્જનના અભિનય સિવાયના પાસાંમાં પણ રસ પડે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ટિસ્કાએ 'રૂબરૂ'માં વય સ્ક મહિલાની ભૂમિકા ભજવી છે. તે કહે છે કે હું જ્યારે તેનું દિગ્દર્શન કરી રહી હતી ત્યારે હું પહેલી વખત દિગ્દર્શનના પ્રેમમાં પડી હતી. આ કામ કરતી વખતે મને જરાય થાક ન લાગતો. હું એકદમ સ્ફૂર્તિથી દિવસભર કામ કરી શક્તી. સવારના પણ મારી આંખ ઉઘડે એટલે મને એમ થતું કે હું ઝટ સેટ પર પહોંચું. 

અદાકારા વધુમાં કહે છે કે સામાન્ય રીતે અભિનેત્રીઓ પાસે કામ ન હોય ત્યારે તેઓ નિર્માણ કે દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવે છે. પરંતુ મારી પાસે કામનો દુકાળ નહોતો. 'તારે જમીં પર', 'કિસ્સા', 'રહસ્ય' જેવી ફિલ્મોમાં જોવામ મળેલી ટિસ્કા ચોપરા કહે છે કે મેં દિગ્દર્શન ક્ષેત્રે આવવાનો મારો નિર્ણય લીધો તેનું એકમાત્ર કારણ એ હતું કે હું આ કામ માણી રહી હતી.મને તેમાં ખૂબ મોજ  પડતી હતી. મેં સારા રોલના અભાવમાં આ કામ હાથ ધર્યુ છે એવું બિલકુલ નથી. 

ટિસ્કાની બંને શોર્ટ ફિલ્મો હટકે હતી. અને તે કહે છે કે હું જે ફીચર ફિલ્મનું દિગ્દર્શન કરીશ તે પણ અસામાન્ય જ હશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lbqGgC
Previous
Next Post »