- વિશ્વના વિજ્ઞાાનીઓ

સૂ ર્યનો પ્રકાશ એક સેકંડમાં ૨૯૯૭૯૨ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. જમીન પર દોડતા વાહનો, ઊડતા વિમાનો કે પક્ષીઓની ઝડપ માપવી સરળ છે. પરંતુ પ્રકાશની ગતિ માપવી મુશ્કેલ કામ છે. પ્રકાશના કિરણને પકડી શકાતુ કે રોકી શકાતું નથી. નરી આંખે તેની ગતિ દેખાતી પણ નથી. ઘણા વિજ્ઞાાનીઓએ પ્રકાશની ઝડપ માપવા પ્રયાસો કરેલા.
ઇ.સ.૧૬૭૬માં ઓલોસ રોમર નામના વિજ્ઞાાનીએ ગુરુના ઉપગ્રહોનો અભ્યાસ કરીને પ્રકાશની ગતિ ૨૧૪૦૦૦ કિલોમીટર પ્રતિ સેકંડ હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ ૧૮૪૯માં આર્માન્ડ ફિઝુ નામના વિજ્ઞાાનીએ પ્રથમ વાર પ્રયોગ કરીને પ્રકાશની ગતિ માપી. ફિઝુએ સામસામા બે અરીસા ગોઠવી વચ્ચે દાંતાવાળુ ચક્ર ફરતું રહે તેવી ગોઠવણ કરી. પ્રકાશનું કિરણ ચક્રના દાંતા વચ્ચેથી પસાર થઈ અરીસા પર પડે અને ત્યાંથી પરાવર્તિત થઈને સામા અરીસા પર પડે. ચક્ર ફરવાની ગતિ અને અરીસામાં દેખાતા પ્રતિબિંબની ગણતરી કરીને તેણે પ્રકાશની ઝડપ ૩૧૫૦૦૦ કિલોમીટર પ્રતિસેકંડ હોવાનું જાહેર કરેલું.
આર્માન્ડ ફિઝુનો જન્મ ઇ.સ.૧૮૧૯ ના સપ્ટેમ્બરની ૨૩ તારીખે પેરિસમાં થયો હતો. તેના પિતા ડોક્ટર અને પ્રોફેસર હતા. ફિઝુને પણ મેડિકલમાં ભણવા મૂકેલો પરંતુ નબળી તબિયતને કારણે તેણે અભ્યાસ છોડી ફિઝિક્સમાં ધ્યાન કેન્દ્રીત કર્યું. પ્રકાશ સંબંધી અભ્યાસ કરવામાં તે મશગુલ રહેતો. સતત ગતિશીલ વસ્તુની ફોટોગ્રાફી કરવાની શોધ તેણે કરેલી. પ્રકાશની ઝડપની શોધ કર્યા પછી તે પ્રસિધ્ધ થયેલી. ઇ.સ. ૧૮૯૬માં તેનું અવસાન થયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sw1Gn8
ConversionConversion EmoticonEmoticon