આણંદ : સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાના બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર હરેશ એલ. ધડકનું કોરોનાથી મોત નિપજતાં શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપ્યો છે. ડૉ. એચ.એલ. ધડુક કોરોનાથી સંક્રમિત થતાકરમસદની હોસ્પિટલમાં ૧૫ દિવસથીં સારવાર લઈ રહ્યાં હતાં. જ્યારે આજે તે કોરોના સામેનો જંગ હારી જતાં શૈક્ષણિક આલમમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે આણંદ જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને માર્ચ માસમાં જ કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૫૦ને પાર કરી જતા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ જિલ્લાની ખાનગી હોસ્પિટલો શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઈ રહી હોવાના અહેવાલ સાંપડયા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા અને વિજ્ઞાન ગુજરી આણંદ એકમના કારોબારી સભ્ય ડૉ. હરેશ એલ. ધડુક ૧૫ દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થતાં કરમસદની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા દરમિયાન આજે બપોરના સમયે કોરોનાથી તેમનું મોત નિપડયું હતું. ફેબુ્રઆરી માસની સરખામણીએ માર્ચ માસમાં કોરોનાના સંક્રમણમાં બમણી ગતિથી વધારો નોંધાયો છે. સમગ્ર ફેબુ્રઆરી માસમાં કુલ ૧૫૧કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં માર્ચ માસમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૩૫૦ને પાર કરી ગયો છે. તેમાંય ખાસ કરીને આણંદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. હોળી-ધૂળેટી પર્વ દરમ્યાન જિલ્લામાં કુલ ૩૩ કેસ નોંધાયા છે. સોમવારના રોજ જિલ્લામાં નોંધાયેલ ૧૬ કેસોમાં આણંદ શહેરના રાજોડપુરા નારાયણ હાઈટ્સ પાસે, ફેમીલી કોર્ટ પાસે, નાન્તીહાર એપાર્ટમેન્ટ, બાકરોલ, મંગળપુરા રોડ ઉપર આવેલ આસ્થા, ધર્મા પાર્ક, તુલસી ગ્રીન પાર્ક સોસાયટી, એનડીડીબી, આણંદ આકાશ વાટીકા, ગાંધી રોડ તેમજ વાસદ, કરમસદ, ખંભાત, પેટલાદ અને તારાપુર તાલુકાના પચેગામના કેસોનો સમાવેશ થાય છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ સોમવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૯૫૩૨ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.
જેમાં ૩૦૩૩ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૨૪ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૪ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૨૦ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ પાલિકાના મહિલા પ્રમુખ કોરોનામાં સપડાયા
આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આણંદ પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલને પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ સાંપડયા છે. તેઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PMVJDS
ConversionConversion EmoticonEmoticon