- "જ્ઞાાન વેંચવા લાગ્યું ત્યારથી આ જગતમાં દુ:ખનો પ્રવેશ થયો છે." આ તેની વ્યાસપીઠનું સનાતન વાક્ય રહેતું
જે વી રીતે જુદા જુદા પ્રકારનાં ફૂલોના આકાર, સ્વરૂપ, સુગંધ, રંગ અને ઉપયોગીતા ભિન્ન ભિન્ન હોવા છતાં બધા ફૂલોમાં ગુલાબના ફૂલનું સ્થાન વિશિષ્ટ છે એ જ રીતે કથાકારોમાં રામચંદ્ર ડોંગરેજી મહારાજનંઉ સ્થાન શિરમોર અને વિશિષ્ટ રહ્યું છે.
કથાકાર તરીકેની તેમની વિશિષ્ટતાઓ અજોડ છે. અન્યને કહેવું છે તે સૌ પ્રથમ પોતાના જીવનમાં ધારણ કર્યા બાદ જ બીજાને ઉપદેશ આપવો આ ન્યાયે તેની કથની અને કરણી એક જ હતી. "સાદા જીવન ઉચ્ચ વિચાર" આ સિધ્ધાંત તેનાં લીટીમાં ભળી જવાની તેના વિચાર, વાણી, વર્તન અને વ્યવહારમાં સંપૂર્ણ એક સૂત્રતા જોવા મળતી. આને કારણે તેમનું વ્યક્તિત્વ પૂજ્ય, પ્રાંત:સ્મરણીય, પુણ્યશ્લોક અને "શંત શિરોમણી"ની ઓળખ પ્રસ્તાપિત કરતું રહ્યંુ.
સાહિત્ય જગતમાં કહેવાય છે - શિલ તેવી શૈલી શાસ્ત્રના કઠીન સૂત્રો સરળ ભાષામાં સદૃષ્ટાંત લોક ભોગ્ય શૈલીમાં રજૂ કરવાની તેમની શૈલી બેનમૂન હતી તેથી જ અશિક્ષિતથી માંડી પી.એચ.ડી સુધીના સર્વ શ્રોતાઓ તેના લાગણી સભર વાણીના પ્રવાહમાં તણાઈ જઈને મંત્રમુગ્ઘ બની જતા. જેથી કરીને કથાના પાત્ર-પ્રસંગો શ્રોતા ઓની નજર સમક્ષ તાદૃશ થઈ ઉઠતા ! ભાવાવેશમાં આંખમાં ઝળઝળીયા સાથે મારો લાલો શબ્દો જ્યારે તેમના મૂખમાંથી પ્રગટ થતાં ત્યારે એ શબ્દોની અસર સીધી શ્રોતાજનોના હૃદય પર ચોટ મારતી.
પરિણામે જાણે લાલા શ્રીકૃષ્ણને કથાનું શ્રવણ કરાવી રહ્યા હોય એવંું અદ્ભૂત આધ્યાત્મિક વાતાવરણ ખડું થતું.
વ્યાસપીઠ પર લાલાની સામે હાથ જોડેલા રાખી આંખ ઉંચી કર્યા વગર જ્ઞાાનગંગામાં ભાવીકોને તે રસતરબોળ બનાવી શક્તા જરા પથ અતિશયોક્તિ વગર કરી શકાશે કે પૂ. ડોંગરેજી કળયુગના શુકદેવજી હતા. કથામાં તેઓ કહેતા, "વક્તા શુકદેવજી જેવો અને શ્રોતા પરિક્ષીત જેવો હોય તો કથાનું પરિણામ જોઈ શકાય, વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું સુયોગ્ય નિર્માણ શકય બને. એ પણ ખાસ કહેતા" કથા મનોરંજન માટે નથી પણ મરણ સુધારવા માટે છે." સંગીત જેવા કોઈ પણ માધ્યમ વગર માત્રને માત્ર કથા પ્રસ્તુત કરતા કે વગર આમંત્રણના લાખો શ્રોતાઓ એકઠા થઈ જતા આવી મા શારદાની કૃપાશક્તિ તેઓને વરેલી હતી. "જ્ઞાાન વેંચવા લાગ્યું ત્યારથી આ જગતમાં દુ:ખનો પ્રવેશ થયો છે." આ તેની વ્યાસપીઠનું સનાતન વાક્ય રહેતું.
તેમનું જીવન અયાચક અને અકિંચન એવું કે રૂપિયાનો સ્પર્શ પણ તેને વર્જીત હતો. ! અરે, એટલે સુધી કે પત્નીનું શ્રાદ્ધ કર્મ કરાવનાર બ્રાહ્મણને દક્ષિણા આપવા પૈસા નહોતા તેથી પોતાના ગળાની માળા તેને વટાવવી પડેલી ! કથા વિરામના દિવસોમાં નડિયાદ સંત રામ મંદિરના મહંત અને માલસરના માધવદાસના સંગમાં તેનો નિવાસ રહેતો. બ્રહ્મલીન થયા બાદ પણ કથા જગતના આકાશમાં યાવતચંદ્ર દિવા કરૌ "ધૃવતારક"નું સ્થાન પ્રાપ્ત કરી ગયા.
પ્રાત: સ્મરણીય, પુણ્યશ્લોક પ.પૂ.ડોંગરે મહારાજની અન્ય વિશેષતાઓ પણ તેને "સત શિરોમણી"ના સ્થાન માટે યોગ્ય ઠરાવે છે જેમ કે - જિંદગીમાં તેઓએ ક્યારેય સીવેલા કપડાં ધારણ ધર્યા ન હોતા. પ્રાત: ૪ વાગે ઉઠી ૧૦૮ સૂર્યનમસ્કાર કરવા મૌન ધારણ કરવું. સવારે ૯ વાગ્યા સુધી પૂજા કરવી. પૂજા બાદ મંદિર દર્શન કરી કથા પ્રારંભ કરવાનો નિયમ વ્યાસપીઠ પર સ્થાન ગ્રહણ કરતા પહેલા બ્રાહ્મણોની પૂજા કરી તેને યથાશક્તિ દક્ષિણા આપતા.
રંગ અવધૂત મહારાજની આજ્ઞાાથી પાદરામાં જીવનની પ્રથમ કથા કરી. છેલ્લા ૪૦ વરસથી ગુજરાતમાં દર વરસે ર૦ જેટલી કથા કરતા. વ્યાસ પુત્ર શુકદેવજીએ જ્યાં કથા કરી હતી તે ઉ.ભારતમાં શુકતાલ ગામે આયુષ્યની છેલ્લી કથા કરી. અંત સમયે જીવનભર ધારણ કરેલ સફેદ વસ્ત્ર, જનોઈ અને શિખા વગેરેનો ત્યાગ કરી ભગવા ધારણા કર્યા. ૫૦૦ ઉપરાંત અન્નક્ષેત્રો ઉભા કરનાર હનુમાનના પરમભક્ત ડોંગરેજીએ આર્થિક ઉપાર્જનને જીવનનું ધ્યેય બનાવ્યું ન હતું ! પૂના શહેરમાં એક ઓટલા પર બેસીને મરાઠી ભાષામાં પ્રથમ કથા કરી હતી. સંયમનું અસ્ત ધારાવ્રત કેળવ્યું હતું.
સંવત ૧૯૮૨માં ફાગણ સુદ -ર તા. ૧૫-૨-૧૯૨૬ના આ પૃથ્વી પર અવતરનાર ડોંગરેજી ૮ નવેમ્બરે ૧૯૯૦ના રોજ સવારે ૯/૩૭ વાગ્યે બ્રહ્મલીન થયા.
તેમની અંતિમ ઈચ્છા મુજબ નર્મદાના જળમાં જળ સમાધિ આપવામાં આવી.
પૂજ્યશ્રીની અંતિમ "અમૃતવાણી" થી એમના સૌ શ્રોતાજન ભક્તો અને વૈષ્ણવો વતી શ્રદ્ધાંજલિ સાથે તેમના ચરણ કમળ માં કલમ વિરામ આપીએ.
પૂ. ડોંગરેજી મહારાજનો અંતિમ સંદેશ જીવનમાં વિષયાનંદ કરતા ભજનાનંદ શ્રેષ્ઠ છે. અંત સુધી ભગવાનનું સ્મરણ થાય, સંધ્યાપૂજા થાય એમાં જ જીવનની સાર્થકતા છે.
- જય શ્રીકૃષ્ણ
- હરસુખલાલ સી. વ્યાસ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l2MQkW
ConversionConversion EmoticonEmoticon