(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 માર્ચ 2021, શુક્રવાર
રાજ કુમાર રાવએ આગામી ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે બોડી ટ્રાન્સફોરમેશન કરાવ્યું છે. અભિનેતાએ જોકે પોતાના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર કરતી વખતે બહુ તકલીફ પડી હતી. રાજ કુમારની તાજેતરમાં જ જાહ્વવી કપૂરની સાથેની ફિલ્મ રુહી થિયેટરોમાં રિલીઝ થઇ છે.પહેલા જ દિવસે આ ફિલ્મએ રૂપિયા ત્રણ કરોડની આસપાસ બોક્સ ઓફિસ કલેકશન કર્યું હતું.
રાજ કુમાર રાવે સોશિયલ મીડિયા પર પોતાના શારીરિક પરિવર્તન દર્શાવતા એક તસવીર શેર કરી હતી. જેમાં તેની સાથે લખ્યું હતુ ંકે, બધાઇ દોમાં શાર્દુલ ઠાકુર. શુદ્ધ શાકાહારી હોવાને કારણે તે કોઇ પણ પ્રકારનો સટેરોયડ લેતો નહોતો. તેના માટે આ પરિવર્તન મેળવવું સરળ નહોતું. પરંતુ તમે જ્યારે કોઇ સફળતતા મેળવવા ગંભીર હો છો ત્યારે કાંઇ અસંભવ લાગતું નથી. બધાઇ દો ફિલ્મ મારા દિલની બહુ નજીક છે.
બધાઇ દો ફિલ્મમાં રાજ કુમાર રાવ સાથે ભૂમિ પેડણેકર કામ કરી રહી છે. આ ફિલ્મમાં રાજ કુમાર રાવ એક દિલ્હી પોલીસવાળાની ભૂમિકામાં જોવા મળવાનો છે. જે પોલીસ થાણામાં એક માત્ર પોલીસ અધિકારી હશે. બીજી બાજુ ભૂમિ પેડણેકર એક પીટી ટીચરની ભૂમિકા ભજવતી જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bGZfIg
ConversionConversion EmoticonEmoticon