- આસપાસના ખેતમજૂરોની સમયસૂચકતાથી ચાલક બચી ગયો : યુવાન સાસરીમાં જતો હતો ત્યારે અકસ્માત નડયો
ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામ પાસે આજે મુખ્ય મહીકેનાલમાં એક ઈકો વાન ખાબકી હતી. સદભાગ્યે આસપાસના ખેતમજૂરોની સમયસૂચકતાને લીધે ચાલકનો આબાદ બચાવ થયો છે.
ઠાસરા તાલુકાના મરઘાકુઈમાં રહેતા એક ભાઈ પોતાની ઈકો ગાડીમાં કોસમ તેમની સાસરીમાં જઈ રહ્યા હતા. બપોરે ૩ઃ૩૦થી ૩ઃ૫૦ની વચ્ચે અંઘાડી સીમવિસ્તારમાં તેમની ગાડીની સામે કંઈક આવી જતાં તેમણે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી સીધી કેનાલમાં જઈ ખાબકી હતી.
આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો તરત દોડી આવ્યા હતા. ખેતમજૂરોની સમયસૂચકતાને લીધે ગાડીમાંથી ચાલકને જીવતો બચાવી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના ગામોમાંથી લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bjHNtj
ConversionConversion EmoticonEmoticon