ખેડા જિલ્લામાં કોરોનાનો ફરી અજગરી ભરડો : નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા


નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો જારી છે. આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધારે કેસો નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૬ કેસોમાંથી ૮ કેસો એકલા મહેમદાવાદ તાલુકામાં નોંધાયા છે. આજે જિલ્લાના વડામથક નડિયાદમાં ૭,મહેમદાવાદમાં-૮,કઠલાલમાં-૫,મહુધામાં-૩,ઠાસરામાં-૫ અને કપડવંજમાં એક કેસ નોંધાતા કુલ ૨૬ કેસો નોધાયા  છે. જિલ્લામાં છેલ્લા દસ મહિનામાં  મળેલા કુલ કેસોનો આંકડો ૩,૮૧૯ પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લામાં આજે કુલ-૨૧૯  સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે  જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૧૦૬ દર્દીઓ સારવાર હેઠળ છે.વેન્ટીલેટર પર એક દર્દી,ત્રણ દર્દી બાયપેપ  પર જ્યારે  ૧૦૨ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. 

ખેડા જિલ્લામાં આજે હેલ્થ કેર વર્કર-૧૪, ફ્રન્ટલાઇન વર્કર-૨૨, સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી કે તેથી વધુ )-૪૧૯૨, ૪૫ થી ૫૯ વર્ષ(બિમારી ધરાવતા)-૪૩૯૧- લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો. નડિયાદ શહેરમાં તથા તાલુકામાં નોંધાયેલા કેસ  પુરુષ ઉં.વ.૪૪ મધર મેરી પાર્ક નડિયાદ, મહિલા ઉં.વ.૭૧ વ્યાસ ફળીયુ પીજ ભાગોળ નડિયાદ, મહિલા ઉં.વ.૪૭ જિલ્લા પંચાયત સ્ટાફ ક્વાટર્સ નડિયાદ, પુરુષ ઉં.વ.૨૩ આનંદ નગર મિશન રોડ નડિયાદ, પુરુષ ઉં.વ.૩૦ લક્ષ્મીપુરા વડતાલ તા નડિયાદ, પુરુષ ઉં.વ.૭૩ બહુચર માતાજીના મંદિર પાસે કેરીયાવી તા નડિયાદ, પુરુષ ઉં.વ.૩૬ સુભાષ બંગ્લોઝ નડિયાદનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસોમાં પુરુષ ઉં.વ.૨૩ શર્માફળી, સરસવણી તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૫૦ શર્માફળી, સરસવણી તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૫૨ શર્માફળી, સરસવણી તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૨૦ શર્માફળી, સરસવણી તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૬૪ ચારણના મૂવાડા તા મહેમદાવાદ, મહિલા ઉં.વ.૫૫ ચારણના મૂવાડા તા મહેમદાવાદ, પુરુષ ઉં.વ.૪૩ ચારણના મૂવાડા તા મહેમદાવાદ,

મહિલા ઉં.વ.૫૦ સિંહુજ ચોકડી પર તા મહેમદાવાદ, કિશોર ઉં.વ.૧૫ લસુન્દ્રા તા કઠલાલ, પુરુષ ઉં.વ.૩૦ ભાવસારવાડ કઠલાલ, પુરુષ ઉં.વ.૫૬ વિમલ પાર્ક સોસાયટી કઠલાલ, મહિલા ઉં.વ.૨૭વિમલ પાર્ક સોસાયટી કઠલાલ, મહિલા ઉં.વ.૫૨ વિમલ પાર્ક સોસાયટી કઠલાલ, પુરુષ ઉં.વ.૩૮ નંદગામ તા મહુધા, પુરુષ ઉં.વ.૨૪ નંદગામ તા મહુધા, મહિલા ઉં.વ.૫૬ પ્રજાપતિવાસ કડી તા મહુધા, મહિલા ઉં.વ.૬૦ નગરવાડી ઠાસરા, મહિલા ઉં.વ.૪૫ તારભાઇનો બાગ તા ઠાસરા, પુરુષ ઉં.વ.૨૭  કપડવંજનો સમાવેશ થાય છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39qcz2i
Previous
Next Post »