- અભિનેત્રી જહાન્વી કપૂર કહે છે, મને અત્યાર સુધી જે વૈવિધ્યપૂર્ણતા મળી છે તેનો હું રોમાંચ અનુભવું છું અને હું તેને એક્સપ્લોર કરવા ઉતાવળી બની છું.
અ ન્ય અભિનેત્રીની વાત છોડો, નવું વર્ષ જ્હાન્વી કપૂર માટે અનેકવિધ આનંદની યોજના લાવી રહ્યું અને તેની સીધી અસર જ્હાન્વીની કારકિર્દી અને ફિલ્મો પર થશે. એટલું નહીં, ગયા વર્ષે તેને જે બ્રેક લાગી છે, એની અસર પણ દૂર થઈ જશે. જો કે ધારણાં કરતાં જ્હાન્વી કપૂરે સંપૂર્ણપણે અવળું કરવું પડશે. આવું થશે તો જ તેને અકલ્પનીય સફળતા મળશે. ૨૦૧૮માં 'ધડક' ફિલ્મ આવી, એ પછી તેણે વેબ-એન્થોલોજી ગોસ્ટ સ્ટોરીઝમાં ધ્યાન કેન્દ્રીત કર્યું અને એ પછી ગુંજન સકસેનાની જીવની પરથી બનેલી ફિલ્મ 'ગુંજન સક્સેના ઃ ધ કારગિલ ગર્લ' ફિલ્મ ૨૦૨૦માં આવી. હવે પછી જે તેની નવી ફિલ્મો આવી રહી છે, તેમાં કાર્તિક આર્યન સાથે 'દોસ્તાના-૨' આ પછી 'ગુડ લક જેરી' અને કરણ જોહરની 'તખ્ત' આવે છે. અહીં આપણે જ્હાન્વી કપૂર સાથે વાતો કરી તેની આગામી યોજના અંગે વિગતો જાણીએ.
જ્હાન્વી કપૂર કહે છે, મને અત્યાર સુધી જે વૈવિધ્યપૂર્ણતા મળી છે તેનો હું રોમાંચ અનુભવું છું અને હું તેને એક્સપ્લોર કરવા ઉતાવળી બની છું. ઐસા નહીં હૈ કી કોન્સિયસલી નહીં, વો ભી તો આર્ટ હી હૈ. મારી અપેક્ષા અને લક્ષ્ય એ ખરેખર ખૂબ સરસ છે, અને આનંદ આપે છે. ગીતો ગાવા સાથે નૃત્ય કરવામાં ઘણો આનંદ આવે છે, પણ દિવસના અંતે તો આ પ્રોજેક્ટો મને પણ આનંદ આપતાં બની રહે, એવું હું ઇચ્છું છું. મેં જે પાત્રો ભજવ્યા હશે એ જોવાનું મને ગમશે. મને એવા પાત્રો ઘણાં ગમે છે, જે મેં ભજવ્યા છે અને મને તેમાં પડકાર જોવા મળે છે. તેઓ પણ મને પડકાર આપે છે એ મારા તરફથી પણ તેને એવો જ પડકાર હોય છે.
'ગુંજન સકસેના' પછી તારા મગજમાં એવો વિચાર આવ્યો હતો કે પ્રોજેકટસની પસંદી વખતે તારી પાસે સુંદર ચહેરાં ઉપરાંત સારી પ્રતિભા છે એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું, મારી પાસે સારો એવો અનુભવ છે અને લોકો જ્યારે ઇચ્છે ત્યારે તમને કોઈ પણ સ્લોટમાં ગોઠવી દે છે. તેમાં ય 'ધડક' પછી તો ખાસ. જો લોકોને એ વાતની ખબર હોય કે હું કોઈ પણ કામ કરવા સક્ષમ હોઉં, ત્યારે તેઓ ઘણાં ગૂંચવણભર્યા હોય છે. જોકે મને એ વાતની ઘણી ખુશી છે કે વાસ્તવમાં એ ફિલ્મે ઘણો સારો બિઝનેસ કર્યો હતો. રિલિઝ પછી આવા મિક્સ રિએક્શન પણ મળ્યા હતા. આ પછી જ, 'ગુંજન' પછી મને કેવા પ્રકારની ઓફર મળવા લાગી તે હું માપવા લાગી. મારી આસપાસ આવા લેખકોનું પીઠબળ પણ છે. મહિલા કેન્દ્રીત રોલ્સમાં જો લોકો તમને અમુક ચોક્કસ લાઇટમાં જોવા ઇચ્છતા હોય તો તેઓ જરૂર તમને એ પ્રકાશમાં જોઈને જ રહે છે. હું તો માત્ર નવી બાબતો શોધવાના જ પ્રયત્ન કરું છું.'
અત્યારે ચાલી રહેલી દોટ અંગે તેણે જણાવ્યું, હું માત્ર મારા ફોક્સ પર ધ્યાન કેન્દ્રીત રાખું છું. મારી ક્ષમતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં પ્રેમ ધરાવું છું. હું મોટા ભાગે તકની રાહ જોતી રહું છું, જેથી કરીને હું સારી કામગીરી કરી શકું છું. જુદાં જુદાં લોકો માટે પરિપૂર્ણતાનો અર્થ જુદો જુદો હોય છે. બોક્સ-ઓફિસના આંકડાનો કોઈ અર્થ રહેતો નથી, એવું મારું માનવું છે. જો તમે જાણતા હો તો તમે જાણો, અને તમે જાણો એ પણ એક એવોર્ડ જ છે અને એવી લાગણી કે જે દ્વારા દર્શાવાય છે કે દર્શકોને તમારા પ્રત્યે પ્રેમ છે. જો તમને ખબર પડે તો તમે જાણો છે. જ્યારે તે પોતે તમે જ હો છો, જેમ કે તે મારી પોતાની માતા (સદ્ગત અભિનેત્રી શ્રીદેવી) હોય. તમે એવું અનુભવશો કે તમે તેમની સાથે સંકળાયેલા છો.
હું માનું છું કે હવે એવી બાબતો વધુ રહી નથી, પેહલે એક હી રાસ્તા થા કી યહી કરના હૈં (જેનરના સંદર્ભમાં) હવે તમને વધુ રોલ્સ મળે છે તમે તમારી જર્ની પોતે કંડારી શકો છો. હું તો માનું છે કે કલાકારો માટે તો આ સ્વાતંત્ર્યનો સમય છે.
આમ કરીને જ્હાન્વી કપૂરે તેની વાતોનું સમાપન કર્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37rkewm
ConversionConversion EmoticonEmoticon