રણવીર સિંહ : 'હું સંપૂર્ણપણે એન્ટરટેનર બનવા ઇચ્છુ છું'

- હું ગુણવત્તાભર્યા મનોરંજનમાં શ્રધ્ધા ધરાવું છું અને હું મારી જાતને કોઈ ટેગમાં બાંધવા નતી માગતો અથવા તો સિનેમાની મારી બ્રાન્ડની કોઈ વ્યાખ્યા પણ નથી બાંધવા માગતો.


બ રાબર એક એક દાયકા પહેલાં, જ્યારે ૨૦૧૦માં તેની પહેલી ફિલ્મ 'બેન્ડ, બાજા ઔર બારાત' આવી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ એક્ટર એક દિવસ બોલીવૂડના પાંચ હીરોમાં સ્થાન પામશે. 'લુટેરા' (૨૦૧૩), 'ગલિયો કી રાસલીલા-રામલીલા' (૨૦૧૩), 'બાજીરાવ મસ્તાની' (૨૦૧૫), 'દિલ ધડકને દો' (૨૦૧૫), 'પદ્માવત' (૨૦૧૮), 'સિમ્બા' (૨૦૧૮) અને 'ગલીબૉય' (૨૦૧૯) જેવી ફિલ્મોમાં રણવીર સિંહે જે અભિનય ક્ષમતા બતાવી છે એને કારણે તેનો સિતારો ઊંચે ને ઊંચે ચડતો ગયો. ૩૫ વર્ષના આ કલાકારે ઇન્ડસ્ટ્રીમાં તેની સ્થિતિ મજબૂત કરી દીધી છે. 'હું સંપૂર્ણપણે એન્ટરટ્રેઈનર તરીકે યાદ રહેવા માગું છું અને વર્સેટાઈલ એક્ટર બનવા માગું છું. મારું શરીર દેશના શ્રેષ્ઠ સિનેમામાં ફાળો નોંધાવે એવું હું ઇચ્છું છું.' એમ રણવીર કહે છે. અહીં પ્રસ્તુત છે તેની સાથેની વાતચીત.

* પાછળ ફરીને જુએ છે તો તારી અત્યાર સુધીની જર્ની કેવી લાગે છે ? કોઈ સ્પેશિયલ માઇલસ્ટોન્સ છે ?

રણવીર સિંહ ઃ સૌથી મોટો માઈલસ્ટોન અને અવિસ્મરણીય મુવમેન્ટ છે, મને મળેલી પ્રથમ ફિલ્મ. એ પછી તો મેં જે વિચાર્યું એવું જ મને મળ્યું છે. કેટલાક લોકો કે જેમને હું ગમતો હતો, તેઓ મારું બેકગ્રાઉન્ડ જાણવા માગતા હતા, તેમને જાણવા મળી મારી મોટી બ્રેક જે મારી જંગલી કલ્પનાશક્તિથી પણ પેલે પારની હતી. એ તો મારું સ્વપ્ન હતું. આ પછી નસીબનું અકલ્પનીય ટ્વીસ્ટ હતું. એ તો શીખવાની જર્ની, વિકાસ અને સંકળાયેલો પરફોર્મર હતો અને પબ્લિક ફીગર બની ગયો હતો. પહેલા શુક્રવારથી મારા જંગલી સ્વપ્નો મારી કલ્પનાથી બહારના હતા. આ માટે હું મને મળેલી દરેક ક્ષણ અને તમામ તકોનો આભારી છું.

* પ્રારંભમાં તે સંખ્યાબંધ રિજેક્શન સહન કર્યા હતા. તેમાંય ખાસ કરીને અનુરાગ બસુ અને નીખિલ અડવાણી તરફથી. હવે તેઓ તને કેવી દ્રષ્ટિએ નિહાળે છે ?

*મારો સંઘર્ષનો સમયગાલો કંઈ સરળ તો નહોતો જ. મંદી ચાલતી હતી. ફિલ્મ બિઝનેસ કંઈ બહુ ઉત્પાદક નહોતો. સારી તકો તો ભાગ્યે જ જોવા મળતી. તે સમયે કોઈ વેબ અથવા ઓટીટી પ્લેટફોર્મ નહોતા. લગભગ સાડા ત્રણ વર્ષ, હું અંધકારમાં હતો. ઘરના બારણે જે ટકોરા પડતાં એ કામ થશે કે નહીં એ કશું નિશ્ચિત નહોતું. હું ભૂખ્યો હતો, મુર્ખ હતો, પણ ખંતીલો હતો. મેં ૨૦૧૧માં 'પતિયાલા હાઉસ'માં લગભગ નાનકડો હિસ્સો લઈ પદાર્પણ કર્યું હતું. અને નાના બજેટની ફિલ્મો અનુરાગની હતી. આમ છતાં, મળેલી ફિલ્મો સાથે હું જોડાયો. આ વાતો ખરેખર યાદગાર અને કીંમતી ઠરી.

* શું આજના સિનેમાનો તું બ્રાન્ડ માને છે તારી જાતને ? તારા પાછળ તું કયો વારસો છોડવા માગે છે ?

*હું ગુણવત્તાભર્યા મનોરંજનમાં શ્રધ્ધા ધરાવું છું અને હું મારી જાતને કોઈ ટેગમાં બાંધવા નતી માગતો અથવા તો સિનેમાની મારી બ્રાન્ડની કોઈ વ્યાખ્યા પણ નથી બાંધવા માગતો. એની એક લિમિટ આવી ગઈ છે. હું જ્યારે વધુ અનુભવો એકત્ર કરી લઈશ ત્યારે મને ખાતરી થશે પરફોર્મન્સ, કળા અને સિનેમાની. મને આ બધાની કોઈ બ્રાઉન્ડી (સરહદ) નથી જોઈતી. શક્યતાઓ અમર્યાદિત હોવી જોઈએ. હું ટીપીને આકાર આપી શકાય એવો, નિરાકાર, આનંદિત અને જુદાં જુદાં લોકો માટે હું મારી જાતને બદલાવી શકું એ માટેના પ્રયત્ન કરી રહ્યો છું. અને હા, વારસાની કેટલીક ઊંચી આકાંક્ષા પણ છે, પણ એના માટે દરરોજ સખત મહેનત કરવાની જરૂર છે. હું કળા (ફિલ્મો)માં કંઈક સહભાગ આપવા માગું છું અને એ જ માર્ગે અન્ય કલાકારોને પણ આકર્ષવા માગુ છું, પ્રેરણા રૂપ થવા ઇચ્છું છું, જે રીતે હું મારા વરિષ્ઠ પાસેથી શીખ્યો છું. એક્સલન્સ પર ઊભી હોય એવી માટી બ્રાન્ડ હોય શકે

* અત્યારે જે રીતે પરફોર્મન્સ કરે છે એ રીતે તું આ તબક્કે કોઈ સરકામણા કે ભિન્નપણાથી કશુંક કરી શકે એમ છે ?

* મેં જ્યારે જયેશભાઈ જોરાવર (જેબીજે) જોયું ત્યારે સ્વીકારું છું કે મેં અનુભવ્યું કે મારે સિઝન્ડ પરફોર્મર બનવું જોઈએ. મારી પ્રથમ ફિલ્મથી જ તફાવતનું વિશ્વ નજરે પડવા માંડયું હતું. મને પ્રોસેસની એબીસી ખબર નથી. મેં તો તેને સાવ કાચી જ જોઈ હતી ત્યારે મને આશ્ચર્ય થયું કે હું કંઈ રીતે અસરકારક રીતે તેમાં આગલ ધપી શકીશ. અને સફળ થઈશ. હું સાવ અજાણ્યો હતો. આથી મારે જોબ શીખવો પડશે, પણ મેં જ્યારે જેબીજે જોયું ત્યારે મને લાગ્યું કે એક એક્ટર તરીકેના મારા બધા ટુલ્સ ધારદાર છે. અને હું તેનો સારી રીતે ઉપયોગ કરી શકીશ. હું કાયમ વધુ શીખવાના પ્રયત્ન કરતો હોઉં છું, હજુ ય હું વધુ ને વધુ સ્કીલ અને અનુભવ મેળવવાના પ્રયત્ન કરું છું. હું તો હજુય ક્રાફ્ટનો વિદ્યાર્થી છું. આથી હું સતત તેમાં વિકસિત થઈ રહ્યો છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YIrhvG
Previous
Next Post »