આ જકાલ મનોરંજનની દુનિયામાં જબરદસ્ત પરિવર્તન ચાલી રહ્યું છે. બોલીવૂડ અને ટીવીના ઉપરાંત રંગભૂમિના કલાકારો પણ ડિજિટલ મીડિયા ભણી જઇ રહ્યા છે. જુદી જુદી વેબ-સીરિઝે લોકોમાં જબરું આકર્ષણ જમાવતા અને નવી નવી સ્ટોરીઝને કેન્દ્રમાં રાખીને બનતી વેબ-સીરિઝ અને વેબ- શોઝે ઓટીટી પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી છે તેથી ડિજિટલ મીડિયમ ભણી કલાકારો દોટ મુકી રહ્યા છે. અરે, મનોજ બાજપેયી, નસીરુદ્દીન શાહ, સૈફ અલી ખાન તો ઠીક પણ હવે તો હૃત્વિક રોશન, ડિમ્પલ કાપડિયા જેવા મોટા ગજાના કલાકારો પણ ડિજિટલ વર્લ્ડમાં આંટો મારવા તૈયાર થયા છે, એ ઘણી મોટી વાત છે. આવતી કાલે અક્ષયકુમાર કે સલમાન- શાહરૂખ પણ વેબ વર્લ્ડ ફરવા નીકળે તો નવાઇ નહીં. જોકે આને કારણે ઘણાના મનમાં એવી શંકા જાગી છે કે આથી ટીવી મીડિયમ મૃત તો નહીં થઇ જાય ને ? એક તબક્કે આ શંકા સાચી પણ લાગે છે, પણ એ એઠલી ખરી તો નથી જ આ અંગે જાણીતા કલાકાર-એન્કર ઋત્વિક ધનજાની તો ભારપૂર્વક કહે છે કે ટીવી એનો ચાર્મ નહીં ગુમાવે.
'હું એ વાતથી સહમત છું કે હાલમાં ઘણાં બધા કલાકારો ગાડરિયા પ્રવાહની જેમ વેબ-સીરિઝ ભણી કૂચ કરી રહ્યા છે કેમ કે ડિજિટલ મીડિયમે સ્ટોરીટેલિંગની ઘણીબધી શક્યતા ખુલ્લી કરી દીધી છે.
આ સાથે જ, લોકો ભલે માનતા હોય કે કહેતા હોય પણ ટેલિવિઝન એ કંઇ મૃત માધ્યમ તો નથી. વાસ્તવમાં, ટીવી દેશના વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે અરે, દેશના અત્યંત અંતરિયાળ વિસ્તારો સુધી પણ તેની પહોંચ છે. જ્યાં લોકો પાસે ફોન કે સ્માર્ટફોન સુધ્ધા નથી. હું નથી માનતો કે ફિલ્મો અને વેબસીરિઝ ત્યાં સુધી પહોંચતી હશે,' એમ ઋત્વિક કહે છે. તેણે તાજેતરમાં જ એક વેબ સીરિઝનું શુટિંગ પૂરું કર્યું છે. 'પવિત્ર રિસ્તા' સીરિયલથી ટીવી-વર્લ્ડમાં પદાર્પણ કરનારા આ કલાકારે સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે અને હવે તો ઘણાં સમયથી એ ટેલિવિઝનના ડેઇલી ડ્રામાં સોનો હિસ્સો નથી.
પોતાની કામગીરી અંગે મંતવ્ય વ્યક્ત કરતા તેણે જણાવ્યું એ ટીવીનો હિસ્સો બનવા ઇચ્છું છે. 'હાલમાં આપણો સમાજ જે રીતે કામગીરી કરી રહ્યો છે એવી રીતે એક પછી એક વાર્તાઓ આવી રહી છે. અને શોઝ વધુ વાસ્તવિક અને પાત્રો વધુ સંલગ્ન હોય છે. તો પછી શા માટે નહીં ?
એક્ટર પટકથા, શો અને ફિલ્મનો હિસ્સો બનવા ઇચ્છે છે કેમ કે આપણે કથાને પ્રેમ કરીએ છીએ જે આપણને કહેવામાં આવતી હોય છે ટેલિવિઝન પર પણ જે રીતે વાર્તા કહેવામાં આવે છે તેમાં પણ ફેરફાર આવી જશે. અને તેની તો શરૂઆત પણ થઇ ગઇ છે. સર્જકો વિભિન્ન સ્ટોરીટેલિંગ ટુલ્સ નાપવા માંડયા છે અને આપણે પણ જોઇ રહ્યા છે કે આ માર્ગ પર તબક્કા ફેરફાર થઇ રહ્યા છે હવે તો ડેઇલી શોપ્સમાં પણ આ પરિવર્તન નજરે પડે છે, એમ તેણે જણાવ્યું હતું.
ટેલિવિઝન ઝડપભેર આ ફેરફાર-પરિવર્તન હસ્તગત કરી રહ્યું છે અને આપણને વધુ ને વધુ રસપ્રદ અને અવનવી સ્ટોરીઓ માણવા મળી રહી છે. તમે જોશો થોડા સમયમાં મોટા નામો પણ ટેલિવિઝન ભણી પાછા વળશે,' એમ કહી ઋત્વિકે સમાપન કર્યુ ંહતું.
'કલાકારો ગાડરિયા પુવાણી જેમ વેબ સીરિઝ-શોઝ થકી ઓટીટી પ્લેટફોર્મ્સ પર થઇ રહ્યા છે, તેથી ટીવી પણ કોઇ મુશ્કેલી નથી ઉદ્ભવવાની !'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tmfdhI
ConversionConversion EmoticonEmoticon