- 'મને કોમેડી કરવાની મઝા આવે છે આ તો એક ફન છે, પણ મને સિરિયસ રોલ્સ ભજવવામાં પણ આનંદ આવે છે હું એવી વ્યક્તિ નથી કે મને જે ઓફર થાય એ હું સ્વીકારી લઉ, પણ મેં ઘણાં રોલ્સ રિજેક્ટ પણ કર્યા છે
'મુ ન્નાભાઇ એમબીબીએસ' , 'ગોલમાલ' અને 'ઇશ્કિયાં' ફિલ્મનો અર્શદ વારસી તો બધાને યાદ હશે. તેની કોમેડીની આગવી છટા દર્શકો હજુ ભૂલી શક્યા નથી. આમ છતાં તેને કોમેડી ઉપરાંત સિરિયસ રોલ્સ કરવાની પણ ઇચ્છા છે. જોકે છેલ્લા અઢી દાયકાથી બોલીવૂડમાં આ અદાકાર ટકી રહ્યો છે. આ સ્પર્ધાત્મક ઉદ્યોગમાં આટલો સમય ટકી રહેવું કંઇ આસન તો નથી જ. આમ છતાં તેણે નામના અને પ્રશંસા પણ રાખી છે. અર્શદ વારસીએ એબીસી એલની ફિલ્મ થકી બોલીવૂડમાં પ્રવેશ મેળવ્યો હતો. તેની સાથેના અન્ય ત્રણ કલાકારો ક્યાં છે એની તો ખબર નથી પણ અર્શદે તેના અભિનયના ધ્વજ ફરતાં જરૂર રાખ્યા છે.
તાજેતરમાં અર્શદ વારસી હોરર ફિલ્મ 'દુર્ગામતી'માં નજરે પડયો હતો. શું કોમેડી ઇમેજને કારણે તેને કારકિર્દીમાં ઠોકર લાગી છે ? એવા પ્રશ્નના જવાબમાં અર્શદે કહ્યું, 'મને કોમેડી કરવાની મઝા આવે છે આ તો એક ફન છે, પણ મને સિરિયસ રોલ્સ ભજવવામાં પણ આનંદ આવે છે હું એવી વ્યક્તિ નથી કે મને જે ઓફર થાય એ હું સ્વીકારી લઉ, પણ મેં ઘણાં રોલ્સ રિજેક્ટ પણ કર્યા છે. એકવાર મેં કર્યા એ સારા હતા જેવા કે એલએલબી અને ઇશ્કિયા.'
જો હું એકવાર કોઇ રોલ કરવાની ના પાડું તો તેનો અર્થ એ નથી કે હું તેનાથી પર્યાપ્ત રોમાંચક નથી થયો. 'દરેક જણાંને હસવાનું ગમે છે. આથી, કોમેડી નિર્માતાઓ માટે ઘણી સારી રહે છે. અને હું પણ તેમાં સારો છું. અને મને આ એકરૂપતામાં બ્રેક જોઇએ છે. અને કેટલાંક સિરિયસ રોલ્સ પણ કરવા છે, જેથી કરીને હું સારો અદાકાર છું એવું હું ફિલ કરી શકું, એમ અર્શદ વારસી કહે છે. તેણે વેબ-સીરિઝ 'અસૂર' (૨૦૨૦)માં ઇન્ટેન્સ ભૂમિકા ભજવી છે.
આમ છતાં જ્યાં ઇગો હર્ટ થાય છે ત્યાં સરળતાથી રોલ્સ કરવાની ના પાડી દઉ છું. અને આ અભિનેતા કહે છે આમ છતાં ગણી ભૂમિકા ભજવી છે. 'ઘણીવાર મારા ઇગોને છૂંદવામાં આવ્યો છે. ઘણીવાર હું નવા દિગ્દર્શકોને મળું છું જેમણે મારા માટે કંઇક જુદું જ સાંભલ્યું હોય. અને તેઓ જ્યારે મને મળે, ત્યારે તેમની એવી છાપ તરત દૂર થઇ જાય છે. તેઓ કહે છે, 'અમે તારા માટે જે સાંભલ્યું હતું. એવું તો કશું જ નથી. અને સાચું એ છે કે હું જ્યારે ફિલ્મ અને દિગ્દર્શક માટે 'ના' પાડું છું. તેમને આ નથી ગમતું અથવા તમારા અંગે ખોટુ વિચારે છે,' એવું કબૂલ કરે છે, અર્શદ વારસી હવે અર્શદ તેની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'નું શુટિંગ શરૂ કરશે, જેમાં અક્ષયકુમાર મુખ્ય ભૂમિકામાં છે.
અર્શદ વારસી તેના કામ અંગે ના પાડવાની કળા શીખ્યો છે. અર્શદ કહે છે, 'આ વાત તમારે કુનેહપૂર્ક કહેવી જોઇએ જે લોકોએ મારી સાથે કામ કર્યું છે તેઓ મારા અંગે સંપૂર્ણપણે જુદો જ અભિપ્રાય આપે છે.
જો તમે એવી વ્યક્તિ હો કે જે બધાને ખુશ રાખવા માગતા હોય તો પછી તમારામાં જ કશુંક ખોટું હોય શકે છે, એમ કહી અર્શદ વારસીએ વાતો પૂરી કરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39OSLpV
ConversionConversion EmoticonEmoticon